તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pilibhit MP Varun Gandhi Said All Farmers Are Ours; Their Pain And Vision Need To Be Understood

પહેલી વખત કોઈ ભાજપના સાંસદ ખેડૂતોના સમર્થનમાં:પીલીભીતના MP વરૂણ ગાંધીએ કહ્યું- તમામ ખેડૂત આપણાં જ છે; તેમના દર્દ અને દ્રષ્ટીકોણને સમજવાની જરૂર છે

લખનઉ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પીલીભીતના ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું છે. વરૂણ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મુઝફ્ફરનગરમાં લાખો ખેડૂતો ધરણાં પ્રદર્શનો કરી રહ્યાં છે. તેઓ આપણાં જ લોકો છે. આપણે તેમની સાથે સન્માનજનક રીતે ફરીથી જોડાવવાની જરૂરિયાત છે. તેમના દર્દ, તેમનો દ્રષ્ટીકોણને સમજવાની અને જમીન સુધી પહોંચવા માટે તેમની સાથે કામ કરવાની જરૂરિયાત છે.

વરૂણ ગાંધી પહેલાં અને એકમાત્ર ભાજપના સાંસદ છે જેઓએ ખુલીને ખેડૂતોનું સમર્તન કર્યું છે. આ પહેલાં પણ વરૂણ ગાંધી પોતાની જ પાર્ટી અને સરકાર વિરૂદ્ધ નિવેદનો આપતા જોવા મળ્યા છે, જેનાથી પાર્ટી માટે અસહજ સ્થિતિ ઊભી થઈ હતી.

વરૂણ ગાંધીના પાંચ નિવેદનો... જે ચર્ચામાં રહ્યાં
વર્ષ 2013: વરૂણ ગાંધી ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી હતા. તે સમયે કોલકાતાથી પરેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલી હતી. રેલીનું સમગ્ર આયોજન વરૂણે જ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપના જનાધાર તરીકે સારી રેલી થઈ હતી, પરંતુ વરૂણે બીજા દિવસે પ્રેસને કહ્યું કે રેલી નિષ્ફળ રહી. અહીંથી ભાજપ અને વરૂણ ગાંધીના સંબંધોમાં કડવાશની શરૂઆત થઈ.

વર્ષ 2014: સુલતાનપુર લોકસભા સીટથી વરૂણ ચૂંટણી લડવા ગયા, તો પીલીભીતથી પોતાના કાર્યકર્તાઓને સાથે લઈ ગયા. સ્થાનિક ભાજપના નેતાઓને વધુ મહત્વ ન આપ્યું. આ ઉપરાંત તેઓએ પોતાના સંસદીય વિસ્તારમાં કોઈ પણ બાજપના નેતાને પ્રચાર કરવા ન દીધા. ચૂંટણી પ્રચાર દરમિયાન એક દિવસ વરૂણ જ્યારે મંચથી બોલી રહ્યાં હતા ત્યારે મોદી-મોદીના સૂત્રોચ્ચારો થયા. તે અંગે તેઓએ મંચ પરથી જ બધાંને ખીજાયા અને કહ્યું આ મોદી-મોદી શું છે? જે બાદ જ્યારે અમિત શાહ અધ્યક્ષ બન્યા તો તેમને પાર્ટીના મહાસચિવ પદેથી હટાવી દીધા.

વર્ષ 2015: કાનપુરના એક કાર્યક્રમમાં વરૂણ ગાંધીએ કહ્યું હતું કે બીજા દળની તુલનાએ ભાજપમાં યુવાનોને ઓછી તક મળે છે. આ નિવેદનને મોદીની યુવા નીતિ વિરૂદ્ધ માનવામાં આવી.

વર્ષ 2017: ઈન્દોરમાં વરૂણ ગાંધીએ રોહિત વેમુલાની સુસાઈડનો મુદ્દો ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે રોહિત વેમુલાની સુસાઈડ નોટ વાંચીને રડવું આવી ગયું. ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે કહ્યું કે દેશમાં દેવાંની રકમ વસૂલ કરવામાં ભેદભાવ કરવામાં આવે છે. ધનીકોને છૂટ આપવામાં આવે છે પરંતુ ગરીબોને જીવ આપવો પડે છે.

વર્ષ 2017: રોહિંગ્યાને આશરો આપવાને લઈને વરૂણ ગાંધીએ એક આર્ટિકલ અખબાર માટે લખ્યો હતો. ત્યારે તેને કહ્યું હતું, આતિથ્ય સરકાર અને શરણ આપવાની પરંપરાનું પાલન કરતા આપણે આશરો આપવાનું નિશ્ચિત રીતે ચાલું જ રાખવું જોઈએ. આપણે મ્યાંમારી રોહિંગ્યા શરણાર્થીઓને આશરો જરૂરથી આપવો જોઈએ, પરંતુ આ પહેલાં વૈધ સુરક્ષા ચિંતાઓનું પણ આંકલન કરવું જોઈએ. પાર્ટી નેતા હંસરાજ આહીરે તેમના આ નિવેદનની નિંદા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...