તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Picture Of Indore, A Body Lying On A Stretcher In The State's Largest Government Hospital Turned Into A Skeleton While Waiting For The Funeral, The Stench Continued To Spread, People Kept Passing By With Their Noses Closed.

શું આપણે આટલા મરી ગયા?:ઈન્દોરની તસ્વીર, રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સ્ટ્રેચર પર પડેલો મૃતદેહ અંતિમ સંસ્કારની રાહ જોતા જ કંકાલ બની ગયો, દુર્ગંધ ફેલાતી રહી, લોકો નાક બંધ કરી પસાર થતા રહ્યા

ઇન્દોર3 દિવસ પહેલા
આ ફોટો ચોંકાવનારો છે. અમે આવા ફોટા દર્શાવવાનું ટાળીએ છીએ, પરંતુ આવી દુઃખદ સરકારી વ્યવસ્થાને સામે લાવવી પણ જરૂરી છે.
  • એમ.વાય.એચ.હોસ્પિટલના મોર્ચરી રૂમમાં રાખેલ મૃતદેહ 10 દિવસ પહેલાનો હોવાનું જણાવાયું
  • મામલો પ્રકાશમાં આવ્યા બાદ મૃતદેહને દૂર કરવામાં આવ્યો, આ મામલે કંઇપણ ન બોલ્યા જવાબદાર

મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ મહારાજ યશવંત રાવ હોસ્પિટલ (એમવાયએચ) માં માનવતાની શરમજનકતા દર્શાવતી તસ્વીર સામે આવી છે. અહીંયા મોર્ચરી રૂમમાં સ્ટ્રેચર પર રાખેલો એક મૃતદેહ અંતિમ સંસ્કારની રાહ જોવામાં જ કંકાલ બની ગયો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ હડકંપ મચી જતા જવાબદારોએ તાત્કાલિક મૃતદેહને ત્યાંથી દૂર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ગંધ ફેલાયા બાદ પણ કોઈએ આ બાબતે ધ્યાન આપ્યું નહીં. હોસ્પિટલ અધિક્ષકનું કહેવું છે કે, જે દોષી હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

એમવાયએચ બેજવાબદારીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અહીંયા મોર્ચરી રૂમમાં રાખવામાં આવેલો મૃતદેહ 10 દિવસ પહેલાનો હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ, મૃતદેહ કોનો છે અને ક્યારે લાવવામાં આવ્યો હતો, આ બાબતમાં કોઈ કંઈપણ બોલવા તૈયાર નથી. સ્ટ્રેચર પર જ મૃતદેહ કંકાલ થઇ જતા સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આટલી મોટી ભૂલ કેવી રીતે થઇ અને આ ભૂલ કરવા બાબતે જવાબદાર કોણ છે.

હોસ્પિટલમાં 16 ફ્રિજર
હોસ્પિટલમાં 16 ફ્રિજર છે, જેમાં મૃતદેહોને રાખવામાં આવે છે. જો કોઈ અજાણ્યો મૃતદેહ પોલીસને મળે છે તો તેનું પીએમ કરવા માટે એમવાયએચ મોકલવામાં આવે છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહનું નગર નિગમ કે એનજીઓ દ્વારા અંતિમ સંસ્કાર કરાવવામાં આવે છે. જાણવા મળી રહ્યું છે કે જે મૃતદેહ કંકાલ બની ગયો તેનું ન તો પીએમ થયું હતું અને ન તો કોઈ પ્રક્રિયા. મૃતદેહને જેવી રીતે સ્ટ્રેચર પર લાવવામાં આવ્યો હતો, તે જ રીતે પડ્યો રહ્યો હતો.

અજાણ્યો મૃતદેહ એક સપ્તાહ સુધી રાખી શકાય છે
એમવાયએચ અધીક્ષક ડો. પીએસ ઠાકોરે કહ્યું કે મૃતદેહ 10 દિવસ પહેલાનો છે. અજાણ્યો મૃતદેહ અમે એક સપ્તાહ સુધી રાખીએ છીએ, જેથી તેની ઓળખ થઇ શકે. મૃતદેહના અંતિમ સંસ્કારને લઈએં નિગમને ફોન કર્યો હતો કે નહિ, તે માટે કેઝ્યુઅલ ઇન્ચાર્જને નોટિસ પાઠવવામાં આવી રહી છે. આ પછી, કોની લાપરવાહી છે તે નક્કી કરવામાં આવશે. ત્યારપછી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્પિટલમાં જગ્યા નથી
ડોક્ટર ઠાકોરના જણાવ્યા પ્રમાણે હવે મૃતદેહને દૂર કરવામાં આવ્યો છે. હાલના સમયમાં અમારી પાસે નોર્મલ અને કોવિડ બંને પ્રકારના મૃતદેહને પહોંચાડાઇ રહ્યા છે. જો કે તેને રાખવા માટેની જગ્યા નથી. ક્યાંય પણ મૃત્યુ થાય છે તો તેનો મૃતદેહ એમવાયએચમાં જ આવે છે. અમારી પાસે હાલમાં 16 ફ્રિજર છે, પરંતુ ઘણી વખત એક જ દિવસમાં 12થી 22 મૃત્યુ થાય છે. એવામાં અમારી પાસે સીમિત સાધનો છે. અમે વધુ ફ્રિજર લગાવવા બાબતે પત્ર લખ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો