તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Photos Of Yoga From Delhi To Times Square In The US, ITBP Practiced Yoga At An Altitude Of 18,000 Feet

તસવીરોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:દિલ્હીથી લઈને અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર સુધીની યોગની તસવીરો, ITBPએ 18,000 ફૂટની ઊંચાઈ પર યોગ કર્યા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ભારતથી લઈને અમેરિકા સુધી લોકોએ યોગ કરીને મનાવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દેશ અને દુનિયામાં 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભારત, અમેરિકા, રશિયા અને ચીન સહિતના ઘણા દેશોમાં લોકોએ પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને સૂર્ય નમસ્કાર કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં તેમના સરકારી નિવાસસ્થાન પર યોગ આસનો કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન અને ડો.હર્ષ વર્ધન દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં યોગ આસનો કર્યા હતા. આ ઉપરાંત ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ભારત-ચીન સરહદ નજીક તેમની ઘણી પોસ્ટ્સ પર યોગ કર્યા હતા. તિબેટમાં ITBPના જવાનોએ 18,000 ફૂટની ઊંચાઈ પર પ્રાણાયામ કર્યા હતા. ચાલો, જોઈએ ફોટામાં દુનિયાભરના યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમો….

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કર્યા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કર્યા.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં યોગ દિવસ પર સૂર્ય નમસ્કાર કર્યા હતા.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં યોગ દિવસ પર સૂર્ય નમસ્કાર કર્યા હતા.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષ વર્ધને દિલ્હી ખાતે મહારાજા અગ્રસેન પાર્કમાં યોગ આસન કર્યા હતા.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષ વર્ધને દિલ્હી ખાતે મહારાજા અગ્રસેન પાર્કમાં યોગ આસન કર્યા હતા.
કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીસ્થિત તેમના ઘરે યોગ કર્યા.
કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીસ્થિત તેમના ઘરે યોગ કર્યા.
યોગ દિવસ પર યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં યોગાસન કર્યા હતા.
યોગ દિવસ પર યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં યોગાસન કર્યા હતા.
અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેરમાં 3 હજારથી વધુ લોકોએ યોગ કર્યા.
અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેરમાં 3 હજારથી વધુ લોકોએ યોગ કર્યા.
ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભારતના દૂતાવાસ દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભારતના દૂતાવાસ દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટાઇમ્સ સ્ક્વેર ખાતે 'માઈન્ડ ઓવર મેડનેસ યોગ' થીમ પર એક કાર્યક્રમ યોજાયો હતો.
ટાઇમ્સ સ્ક્વેર ખાતે 'માઈન્ડ ઓવર મેડનેસ યોગ' થીમ પર એક કાર્યક્રમ યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ પેંગોન્ગ સો તળાવ નજીક યોગ કર્યા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ પેંગોન્ગ સો તળાવ નજીક યોગ કર્યા.
લદાખમાં ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ 18,000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા.
લદાખમાં ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ 18,000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા.
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે યોગ દિવસ પર સુંદર કલાત્મક રચના કરી હતી.
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે યોગ દિવસ પર સુંદર કલાત્મક રચના કરી હતી.