• Gujarati News
  • National
  • Photos Of Posting As Election Observer In Gujarat Shared On Social Media, Election Commission Dismissed From Duty

IASને સીનસપાટા ભારે પડ્યા:ગુજરાતમાં ચૂંટણી-નિરીક્ષક તરીકેના પોસ્ટિંગના ફોટા સો.મીડિયામાં શેર કર્યા, ચૂંટણીપંચે સસ્પેન્ડ કર્યા

3 મહિનો પહેલા

ચૂંટણીપંચે એક IAS અધિકારીને ગુજરાતમાં ચૂંટણીની ફરજમાંથી બરતરફ કર્યા છે. તે અધિકારીનું નામ અભિષેક સિંહ છે. અધિકારીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જાહેરમાં પ્રદર્શન કર્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં તેને નિરીક્ષકની ભૂમિકા આપવામાં આવી છે. ચૂંટણીપંચે એક આદેશમાં કહ્યું હતું કે અભિષેક સિંહે ઈન્સ્ટાગ્રામ પર 'પોતાના પોસ્ટિંગ'ની તસવીર શેર કરી અને પબ્લિસિટી સ્ટંટ તરીકે તેમની સત્તાવાર સ્થિતિનો ઉપયોગ કર્યો.

અભિષેક સિંહ, યુપી કેડરના 2011ની બેચના IAS અધિકારી છે, જેમને ગુજરાતમાં બાપુનગર અને અસારવા વિધાનસભા વિસ્તારના સામાન્ય નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા હતા. ચૂંટણીપંચે પોતાના આદેશમાં અધિકારીને તાત્કાલિક ધોરણે પોતાનો મતવિસ્તાર છોડવા અને ઉપરી અધિકારીને રિપોર્ટ કરવા જણાવ્યું. નિરીક્ષક તરીકે તેમને આપેલી તમામ સરકારી સુવિધા પરત લઈ લેવામાં આવી છે.

નવા અધિકારીની નિમણૂક
તેમની જગ્યાએ 2011 બેચના IAS અધિકારી કૃષ્ણ બાજપેયીની હવે બાપુનગર અને અસારવા નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણીપંચે પોસ્ટને ખૂબ ગંભીરતાથી લીધી ​​​​​
ચૂંટણીપંચે અધિકારીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને ખૂબ ગંભીરતાથી લીધી છે, જેને કારણે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યાં છે અને અધિકારીને પોતાની ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. અને આગામી આદેશ સુધી ચૂંટણીસંબંધી પોતાની ફરજોમાંથી પણ દૂર કર્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી છે અને 8 ડિસેમ્બરે મતગણતરી.

એક્ટર પણ છે અભિષેક
22 ફેબ્રુઆરી 1983ના રોજ જન્મેલા IAS અધિકારી અભિષેક સિંહ યુપીના જોનપુરના રહેવાસી છે. UPSC 2011 પાસ કરી IAS બન્યા. IAS અધિકારી હોવા સિવાય અભિષેક એક્ટર પણ છે. અભિષેક સિંહ ઘણી વેબસિરીઝ અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. તેમનાં પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS ઓફિસર છે. અભિષેક સિંહને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ લોકો ફોલો કરે છે. ટ્વિટર પર પણ 31 હજારથી વધુ ફોલોઅર્સ છે.

1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે
ગુજરાત રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. એ જ સમયે, બંને તબક્કાની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા માટે ગેઝેટ નોટિફિકેશન 5 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની મતદાનપ્રક્રિયા માટે 10 નવેમ્બરે જારી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બરે ચકાસણી થશે જ્યારે બીજા તબક્કાની તારીખ 18 નવેમ્બર છે. પ્રથમ તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કા માટે 21 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...