• Home
  • National
  • Photo Story Lockdown 4.0 begins with more relaxations park, market open

લોકડાઉનની તસવીરો / દિલ્હીમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો, કર્ણાટકમાં ઈન્ટરસ્ટેટ ટ્રેન દોડાવાઈ; પ્રયાગરાજમાં મહિલાઓએ વડ સાવિત્રીની પૂજા કરી

X

બાબૂ કે પીટર

May 22, 2020, 03:27 PM IST

નવી દિલ્હી. લોકડાઉનના ચોથા તબક્કાનો શુક્રવારે પાંચમો દિવસ છે. લોકડાઉનના નિયમોમાં ઢીલ મળવાથી હવે ધીમે ધીમે બધું પહેલા જેવું થતું જઈ રહ્યું છે. આજે કર્ણાટકમાં લગભગ બે મહિના પછી પહેલી ઈન્ટરસ્ટેટ ટ્રેન દોડાવાઈ છે. તો બીજી બાજુ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં લોકડાઉન વચ્ચે મહિલાઓએ ઘરની બહાર નીકળીને સાવિત્રી પૂજા કરી હતી. જુઓ અલગ અલગ રાજ્યોની તસવીરો 

 દિલ્હી 
રાજધાનીના ઘણા વિસ્તારમાં ધીમે ધીમે બજાર ખુલી રહ્યા છે. લોકો પણ પોતાની જરૂરીયાત પ્રમાણે ખરીદી કરવા નીકળી રહ્યા છે. ગુરુવારે અહીંયા તંત્રએ તમામ પાર્ક અને ગાર્ડન ખોલાવ્યા હતા.

 દિલ્હીમાં શુક્રવારે લોકો બજારમાં માટલા ખરીદતા જોવા મળ્યા 
 આ તસવીર દિલ્હીના શક્તિનગર માર્કેટની છે. અહીંયા ઈલેક્ટ્રોનિક દુકાનો પણ ખુલવાની શરૂ થઈ ગઈ છે. દુકાનદારનું કહેવું છે કે લોકો દુકાન પર આવવાની જગ્યાએ ઓર્ડર આપીને ઘરે સામાન મંગાવી રહ્યા છે

ઉત્તરપ્રદેશ

લોકડાઉન-4માં મળેલી રાહત બાદ શુક્રવારે લખનઉમાં સ્ટેશનરી, ઓપ્ટિક્સ સહિત ઘણી દુકાનો ખુલી હતી. તંત્રએ અહીંયા લેફ્ટ-રાઈટ ફોર્મ્યુલાના આધારે દુકાન ખોલવાની મંજૂરી આપી દીધી છે.

આ તસવીર લખનઉના 1090 વુમન પાવર લાઈન ક્રોસિંગની છે. પ્રશાસને અહીંયા ફળ વેપારીઓને પોતાનો સ્ટોલ ખોલવાની મંજૂરી આપી
આજે વડસાવિત્રીનું વ્રત છે. મહિલાઓ લોકડાઉનમાં ઘરમાંથી નીકળીને એક સાથે પૂજા કરી રહી છે
લખનઉમા ભૂતનાથ માર્કેટમાં આ ચશ્માની દુકાન છે. અહીંયા ગ્રાહકોના હાથ સેનેટાઈઝ કર્યા પછી જ અંદર આવવા દેવાય છે.

કર્ણાટક 

લોકડાઉનને 59 દિવસ થઈ ગયા છે. રાજ્ય સરકાર ધીમે ધીમે લોકડાઉનમાં ઢીલ આપી રહી છે. કર્ણાટકમાં આજથી ઈન્ટરસ્ટેટ ટ્રેન દોડાવાઈ છે. દક્ષિણ પશ્વિમ રેલવેના પીઆરઓએ જણાવ્યું કે પહેલી ઈન્ટરસ્ટેટ ટ્રેન કાંટેરાવા સાંગોલી રાયન્ના સ્ટેશન બેંગલુરુથી બેલગામ રેલવે સ્ટેશન માટે રવાના થઈ હતી.

પહેલી ઈન્ટરસ્ટેટ ટ્રેન બેંગલુરુછી બેલગામ વચ્ચે દોડાવાઈ. જેમાં 332 યાત્રિઓ સવાર હતા

બિહાર
રાજ્ય સરકારે રેડ ઝોન સિવાય અન્ય વિસ્તારમાં પણ તમામ પ્રકારની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી પટનામાં ચશ્મા, ફર્નીચર, પુસ્તર, સ્ટેશનરીની દુકાનો ખોલવામાં આવી છે. લોકો પણ પોતાની જરૂરીયાત પ્રમાણે ચીજ વસ્તુ લેવા નીકળી રહ્યા છે

આ તસવીર પટનાની છે. અહીંયા ગુરુવારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં પોતાનું એકાઉન્ટ ખોલવા માટે લોકો પહોંચ્યા હતા.

તમિલનાડુ 
રાજ્યમાં ફિલ્મ અને સીરિયલ્સની શૂટિંગ માટે શરતોના આધારે છૂટ આપવામાં આવી છે. શૂટિંગ દરમિયાન 20થી વધારે લોકો એકઠા નહીં થઈ શકે.

તમિલનાડુમાં ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી છેલ્લા 2 મહિનાથી બંધ હતી. ગુરુવારે ઘણી જગ્યાએ શૂટિંગ શરૂ કરાયું છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી