ફોન રિપેર કરાવવો પડ્યો મોંઘો:મુંબઈમાં ફોન રિપેર કરનારે 2 લાખની છેતરપિંડી કરી, FD તોડી પૈસા ટ્રાન્સફર કર્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં એક વ્યક્તિને ફોન રિપેર કરાવવો મોંધો પડ્યો હતો. રિપેરરે કસ્ટમરની બેન્કિંગ એપ એક્સેસ કરી લીધી. આ પછી કસ્ટમરની ફિક્સ ડિપોઝિટ (FD) તોડીને તેના એકાઉન્ટમાં 2.2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ ઘટના સાકીનાકાના રહેવાસી પંકજ કદમ સાથે બની હતી.

પંકજે પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યાર બાદ સાકીનાકા પોલીસે ફોન રિપેર કરનાર કર્મચારી વિરૂદ્ધ FIR નોંધી છે.

રિપેરરે 3 દિવસ સુધી સ્ટોર બંધ રાખ્યો
કદમે પોલીસને જણાવ્યું કે, 7 ઓક્ટોબરે તેમના ફોનના સ્પીકરમાં ખામી સર્જાય હતી. તેથી તે લોકલ ફોન રિપેર સ્ટોરમાં ગયો. કર્મચારીએ તેને ફોનમાંથી SIM કાઢવાની ના પાડી દીધી હતી. કર્મચારીએ ફોન પાછો લેવા માટે બીજા દિવસે બોલાવ્યો. 8 ઓક્ટોબરે જ્યારે કદમ દુકાન પર ગયો તો તે બંધ હતી. ત્યારબાદ 9 અને 10 ઓક્ટોબરે પણ દુકાન બંધ જોવા મળી હતી.

5મા દિવસે ફોન મળતાં 2 લાખ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું
​​​​​​​
11 ઓક્ટોબરે કદમ ફરી સ્ટોર પર પહોંચ્યો. પરંતુ ત્યાં અન્ય એક કર્મચારી હતો. જ્યારે કદમે તેનો ફોન અને SIM માંગ્યું તો તેણે બહાનું કાઢ્યું. શંકા જતાં કદમે તેના મિત્રની મદદથી બેન્કિંગ એપને ચેક કરી. ત્યારે તેને જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી 14 ઓક્ટોબરે કદમે સાકીનાકા પોલીસમાં FIR નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...