તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Pfizer Prepares To Come To India After Britain, Bahrain, Pfizer Seeks Permission For Emergency Use Of Covid Vaccine In India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં વેક્સિન:ફાઈઝરની બ્રિટન, બહેરિન પછી હવે ભારતમાં આવવાની તૈયારી, ફાઈઝરે ભારતમાં કોવિડ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માંગી

નવી દિલ્હી4 મહિનો પહેલાલેખક: પવન કુમાર
 • કૉપી લિંક
 • કંપનીએ અમેરિકામાં ઈમર્જન્સી ઉપયોગ માટે પણ અરજી કરેલી છે

બ્રિટન અને બહેરિનમાં કોરોના વેક્સિન લગાવવાની મંજૂરી મળ્યા પછી ફાઈઝરે ભારતમાં પણ ઈમર્જન્સી ઉપયોગ માટે અરજી કરી છે. કંપની તરફથી ભારતીય નિયામસંસ્થાને પણ આગ્રહ કર્યો છે કે, ભારતમાં આ વેક્સિનના ઉપયોગ પહેલા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી અપાય, જેથી ભારતમાં પણ બને એટલો ઝડપથી લોકોને વેક્સિન મળી શકે. ફાઈઝરે અમેરિકામાં વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે 20 નવેમ્બરે અરજી કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

સૂત્રોના જણાવ્યાનુસાર, ચોથી ડિસેમ્બરે રાત્રે અમેરિકન કંપની ફાઈઝરે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને ભારતમાં વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માંગી હતી. હવે કંપનીની અરજી અને રજૂ કરાયેલા સંશોધન પેપરોની સમીક્ષા કરાશે. ત્યાર પછી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તેમના દાવાની તપાસ કરશે. એ દાવા સાચા હશે, તો જ એસઈસીની સલાહના આધારે નિર્ણય લેવાશે.

અમેરિકા: 1 દિવસમાં રેકોર્ડ 2.25 લાખ કેસ નોંધાયા
થેંક્સ ગિવિંગ ડે નિમિત્તે અમેરિકનોએ કરેલા સેરસપાટા હવે ભારે પડી રહ્યા છે. સંક્રમણના મામલામાં અહીં ડિસેમ્બરું પહેલું અઠવાડિયું તબાહી મચાવનારું રહ્યું. અમેરિકામાં શુક્રવારે, એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2,35,272 કેસ નોંધાયા. આ ઉપરાંત 2,718 લોકોના મોત થયા. આ દરમિયાન સૌથી વધુ 24,138 કેસ કેલિફોર્નિયામાં નોંધાયા.

યુરોપ: ઈટાલી, જર્મની અને રશિયામાં 20 હજારથી વધુ
યુરોપમાં કોરોના મહામારીની તબાહી જારી છે. રશિયામાં શુક્રવારે 27,403 નવા કેસ નોંધાયા. ઈટાલીમાં 24,099 અને જર્મનીમાં પણ 23,541 કોરોના દર્દી નોંધાયા. જોકે, ફ્રાંસમાં છેલ્લા કેટલાક દિવસથી નવા સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અહીં શુક્રવારે 11,221 કેસ નોંધાયા, જ્યારે બ્રિટનમાં 16,298 નવા મામલા સામે આવ્યા.

21 દિવસના અંતરે લાગશે ફાઈઝરની વેક્સિનના બે ડોઝ
ફાઈઝર તરફથી સીડીએસસીઓને આપેલી અરજીમાં કહેવાયું છે કે, અમારી વેક્સિનના બે ડોઝ અપાશે. પહેલા ડોઝ પછી, બીજો ડોઝ 21 દિવસ પછી લગાવાશે. બંને ડોઝ 30-30 એમએલના હશે. આ વેક્સિનના 36 હજાર લોકો પર ટ્રાયલ કરાયા છે. વેક્સિનને -90થી -60 ડિગ્રી તાપમાને સ્ટોર કરી શકાય છે.

ભારત: એક્ટિવ કેસ 136 દિવસમાં સૌથી ઓછા સ્તરે
ભારતમાં શનિવારે એક્ટિવ કેસની સંખ્યા 4,09,689 પર આવી. તે છેલ્લા 136 દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. 22 જુલાઈએ એક્ટિવ કેસની સંખ્યા 4,11,133 હતી. દેશનો હાલનો એક્ટિવ કેસ લોડ કુલ દર્દીના ફક્ત 4.26% છે. રિકવરી રેટ પણ વધીને 94.28% સુધી પહોંચી ગયો છે. એટલે કે અત્યાર સુધી 90,58,822 લોકો રિકવર થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો