તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Pfizer Demanded Immediate Approval Of The Vaccine Before The Modi Government. He Also Donated Medicines Worth Rs 517 Crore To India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકન વેક્સિનને જલદી મંજૂરી મળે:ફાઈઝરે મોદી સરકાર સમક્ષ વેક્સિનને તાત્કાલિક મંજૂરી આપવાની માગ કરી. ભારતને 517 કરોડ રૂપિયાની દવાઓ પણ દાન કરી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈઝરની વેક્સિનને હજુ સુધી ભારત સરકારે મંજૂરી નથી આપી. (ફાઈલ) - Divya Bhaskar
ફાઈઝરની વેક્સિનને હજુ સુધી ભારત સરકારે મંજૂરી નથી આપી. (ફાઈલ)

અમેરિકાની દવા અને વેક્સિન કંપની ફાઈઝરે મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને 7 કરોડ ડોલર (લગભગ 517 કરોડ રૂપિયા)ની દવાઓ પણ દાન કરી છે. કંપનીના CEO એલબર્ટ બોર્લોએ આ જાણકારી આપી છે. બોર્લોએ ભારત સરકારને એક અપીલ પણ કરી છે. બોર્લો મુજબ- ભારતને ફાઈઝર વેક્સિનને એપ્રુવલ માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવી જોઈએ. અમેરિકા સહિત દુનિયાના અનેક અમીર દેશોમાં ફાઈઝરની વેક્સિન ઉપયોગ કરવામાં આવી રહી છે.

ભારત સરકાર સાથે વાતચીત યથાવત
બોર્લોએ સોશિયલ મીડિયા પર એક પ્રોગ્રામ દરમિયાન કહ્યું કે વેક્સિન એપ્રુવલ પ્રોસેસ અંગે તેમની ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે કંપનીએ ભારતને મહામારીનો સામનો કરવા માટે 7 કરોડ ડોલરની દવાઓ દાનમાં આપી છે.

કેટલીક નારાજગી પણ
બોર્લોએ વેક્સિન એપ્રુવલ ન મળવાને લઈને થોડીક નારાજગી પણ વ્યક્ત કરી છે. કહ્યું- અમે ઘણાં મહિના પહેલાં વેક્સિન એપ્રુવલ માટે એપ્લીકેશન આપી હતી. બદનસીબે આજ દિવસ સુધી તેના પર કોઈ જ નિર્ણય લેવાયો નથી. જો કે હાલ અમે ભારત સરકાર સાથે સીધા સંપર્કમાં છીએ, તેમની સાથે વાતચીત કરી રહ્યાં છીએ. ફાઈઝરના સૌથી મોટા અધિકારીએ કહ્યું કે- મહામારી વિરૂદ્ધ આ લડાઈમાં અમે ભારતની સાથે ઊભા છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો