• Home
  • National
  • Petrol pump employees in Visakhapatnam play cricket during coronavirus lockdown

વાઈરલ વીડિયો / કોરોના વાઇરસને લીધે લોકડાઉનની પરિસ્થિતિમાં વિશાખાપટ્ટનમના પેટ્રોલ પંપ પર કર્મચારીઓ ક્રિકેટ રમ્યા

X

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 07:37 PM IST

વિશાખાપટ્ટનમ: કોરોના વાઇરસથી દેશને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરી  દીધું છે. આ દિવસો દરમિયાન બેન્ક, કરિયાણાની દુકાનો અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. રોજબરોજના ધંધાર્થીઓ અને નોકરિયાત લોકો માટે ઘરમાં બેસીને સમય કેવી રીતે પસાર કરવો તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. 

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ નવરાશના સમયમાં ક્રિકેટ રમ્યા. ન્યૂઝ એજન્સી  ANIએ ટ્વિટર પર તેમનો વીડિયો શેર કર્યો છે. તેમણે #CoronavirusLockdown સાથે લખ્યું કે, વિશાખાપટ્ટનમમાં કર્મચારીઓ પેટ્રોલ બંક મારીને ક્રિકેટ રમ્યા.  26 માર્ચે શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી 13 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝરનો મિક્સ રિસ્પોન્સ આવી રહ્યો છે. ઘણા લોકોએ પેટ્રોલ પંપ પર ક્રિકેટ રમવું રિસ્કી જણાવ્યું તો ઘણાએ તેમને સ્માર્ટ કહ્યા. તો બીજી તરફ એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું કે, આ માત્ર ભારતમાં જ શક્ય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી