તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Finance Ministry Will Reduce Taxes, The Center Is Talking To The States; The Price May Fall Until March 15

પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે:નાણાં મંત્રાલય ટેક્સ ઘટાડશે, કેન્દ્રની રાજ્યો સાથે વાત થઈ રહી છે; 15 માર્ચ સુધી ઘટી શકે છે કિંમત

મુંબઈ7 મહિનો પહેલા
  • કેટલાક શહેરોમાં આ સમયે પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે
  • એપ્રિલથી ડિસેમ્બર 2020ની વચ્ચે 4.21 લાખ કરોડની રેવન્યુ સરકારને મળી

પેટ્રોલ અને ડિઝલ ઝડપથી સસ્તા થશે. નાણાં મંત્રાલય આ બંને પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહી છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં કોઈ વધારો થયો નથી.

15 માર્ચ સુધી ઘટી શકે છે કિંમત
સમાચાર એવા છે કે 15 માર્ચ સુધી ટેક્સ ઘટાડવા બાબતે નિર્ણય થાય તેવી શકયતા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ બાબતે ઝડપથી નિર્ણય કરવામાં આવશે. છેલ્લા 10 મહિનામાં ક્રુડની કિંમતમાં બે ગણો વધારો થયો છે. આ રીતે દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત હાલના સમયમાં સરેરાશ 92 રૂપિયા અને 86 રૂપિયાને વટાવી ગઈ છે. કેટલાક શહેરોમાં તો પેટ્રોલ 100 રૂપિયાને વટાવી ગયું છે. એવામાં ચારેય તરફથી વધી રહેલા દબાણથી સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શકે છે.

કેન્દ્ર એક્સાઈઝ ડયુટી અને રાજ્ય વેટ લગાવી શકે છે
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડયુટી લગાવે છે, જ્યારે રાજ્ય સરકાર વેટ લગાવે છે. છેલ્લા ત્રણ દિવસમાં સરકારી અધિકારઓ અને કોર્પોરેટે ટેક્સ ઘટાડવાની માંગ કરી છે. થોડા દિવસો પહેલા જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એ વાત કહીને તેની નીંદા કરી કે રામના ભારતમાં પેટ્રોલ 93 રૂપિયા છે જ્યારે રાવણની લંકામાં 51 રૂપિયા અને સીતાના નેપાળમાં 53 રૂપિયા છે.

પેટ્રોલિયમને GSTમાં લાવવું જોઈએ
સોમવારે જ સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમે કહ્યું કે પેટ્રોલિયમ પ્રોડક્ટને GSTમાં લાવવી જોઈએ. ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો પર બેગણો ટેક્સ લાગે છે. કેન્દ્ર સરકારે છેલ્લા 12 મહિનામાં બે વખત એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી છે. સરકાર લોકોને ક્રુડની કિંમતમાં ઘટાડાનો ફાયદો આપવાની જગ્યાએ પોતે રેવન્યુ વધારવા પર ફોકસ કરી રહી છે.

રાજ્યો સાથે થઈ રહી છે ચર્ચા
નાણાં મંત્રાલય આ સંબંધમાં કેટલાક રાજ્યો સાથે પણ ચર્ચા કરી રહ્યું છે કે ટેક્સ ઘટાડી દે. જોકે પંજાબ, બંગાળ, આસામ સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલિયમ પદાર્થો પર ટેક્સ ઘટાડી દીધો છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. કેન્દ્ર સરકારને લાગે છે કે પેટ્રોલિયમ પદાર્થોની કિંમત ચૂંટણીમાં તેમની વિરુદ્ધ કામ કરી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે અમે એ નહિ કહી શકીએ કે ક્યારે ટેક્સ ઘટશે. જોકે અમે રાજ્યોને આ વિશે વાત કરી રહ્યાં છે.

5.65 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ મળી
31 માર્ચ 2020ના રોજ પુરા થયેલા નાણાંકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલિમ સેક્ટરમાંથી 5.56 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત કરી હતી. જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2020ની વચ્ચે 4.21 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત થઈ છે. આ ત્યારે થયું છે જ્યારે પેટ્રોલિયમની માંગ ઓછી હતી.

અન્ય સમાચારો પણ છે...