• Gujarati News
  • National
  • Petrol diesel Will Still Be Expensive; An Increase Of 25 Paise Per Liter In Petrol And 30 Paise In Diesel

સતત ત્રીજા દિવસે ભાવવધારો:પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે; પેટ્રોલમાં લિટરે 25 પૈસા, ડીઝલમાં 30 પૈસાનો વધારો

નવી દિલ્હી13 દિવસ પહેલા
ફાઇલ તસવીર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે પણ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોવના ભાવમાં લિટરે 25 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં લિટર દીઠ 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓે જણાવ્યું હતું કે ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે આ ભાવ વધારવામાં આવ્યા છે.

ઑઇલ કંપનીઓએ દાવો કર્યો હતો કે આ ભાવ વધારો સંપૂર્ણપણે ગ્રાહકો પર લાદવામાં આવશે નહીં. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે યુકેની જેમ પેટ્રોલ-ડીઝલની તંગી ભારતમાં સર્જાય એવી કોઈ શક્યતા નથી.

રવિવારે કરવામાં આવેલા ભાવ ‌વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102.39 રૂપિયા પ્રતિ લિટર સાથે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 108.43 રૂપિયા થઈ ગયો હતો દિલ્હીમાં ડીઝલનો ભાવ લિટરે 90.77 રૂપિયે તથા મુંબઈમાં 98.48 રૂપિયા થયો હતો.

પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઑઇલ કંપનીઓ પોતાની રીતે નિર્ણય લઈ રહી છે. હાલ ભારત ક્રૂડ આઇલ માટે પ્રતિ બેરલ 76.71 ડૉલર ચૂકવે છે. ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને પગલે ગત 24 સપ્ટેમ્બરથી ઑઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...