• Gujarati News
  • National
  • Petrol Bomb Attack On Meghalaya Chief Minister Konrad Sangma's Residence, Curfew In Shillong; Internet Service Shut Down In Many Areas

મેઘાલયમાં CM આવાસ પર હુમલો:મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાને પેટ્રોલ-બોમ્બથી હુમલો, શિલોન્ગમાં કર્ફ્યૂ; ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ

શિલોંગ5 મહિનો પહેલા
કોનરાડ સાંગમા, મુખ્યમંત્રી, મેઘાલય - ફાઇલ તસવીર.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાને પેટ્રોલ-બોમ્બ ફેંકવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે મેઘાલયના પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફિલ્ડ થાંગખ્યૂના મોત પછી હિંસા વધતી જાય છે. મળતી માહિતી પ્રમાણે, વધતી જતી હિંસા અને વિરોધ પ્રદર્શનને કારણે શિલોન્ગમાં બે દિવસનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

કેટલાક વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ
રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે કર્ફ્યૂ 17મી ઓગસ્ટ સુધી લાગુ રહેશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે મંગળવારે સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.

ગૃહમંત્રીએ સાંજે રાજીનામું આપ્યું
મહત્ત્વનું છે કે પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફિલ્ડ થાંગખ્યૂના મોત બાદ હિંસા વધતી જાય છે. રાજ્યની બગડતી હાલત વચ્ચે રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી લખન રિંબુઈએ રાજીનામું આપ્યું છે. સીએમ સંગમાને પત્ર લખી જણાવ્યું હતું કે હું એ ઘટના પર દુઃખ વ્યક્ત કરું છું, જેમાં પોલીસે દરોડા પાડ્યા બાદ ચેસ્ટરફિલ્ડને કાયદાના વૈદ્ય સિદ્ધાંતોની વિરુદ્ધ કાર્યવાહી કરી મારી નાખ્યો હતો.

સત્ય સામે લાવવા તપાસ કરવામાં આવે તેવી માગ
તેમણે જણાવ્યું છે કે હું તમને અપીલ કરું છું કે મારી પાસેથી ગૃહ વિભાગ તાત્કાલિક પ્રભાવથી લઈ લેવામાં આવે. આ ઘટનાનું સત્ય બહાર લાવવા માટે સરકાર નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવે. આ સાથે જ હું ન્યાયિક તપાસ કરવવા માટે પણ અપીલ કરું છું. રિમ્બુઈએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીને પણ રાજીનામાનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે પાર્ટી સાથે ચર્ચા કર્યા બાદ તેમણે રાજીનામું આપ્યું છે.