• Gujarati News
  • National
  • Petitioner's Argument Why Ban Hijab In Schools In A Secular Country? The Supreme Said The Word Secular Is Not In The Original Constitution

કર્ણાટક હિજાબ વિવાદ:અરજદારની દલીલ- સેક્યુલર દેશમાં સ્કૂલમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ કેમ? સુપ્રીમે કહ્યું- સેક્યુલર શબ્દ મૂળ બંધારણમાં છે જ નહીં

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કર્ણાટક હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેંચમાં 2 કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી. આ દરમિયાન અરજદારના વકીલ દેવદત્ત કામતે પક્ષ રાખતા હિજાબ બેન વિરૂદ્ધ જોરદાર દલીલો કરી.

લાઈવ લૉના રિપોર્ટ મુજબ કામતે કહ્યું કે કેન્દ્ર તરફથી સંચાલિત કેન્દ્રીય વિદ્યાલયમાં હિજાબ પર પ્રતિબંધ નથી, જ્યારે કર્ણાટક સરકારે એક ધર્મને ટાર્ગેટ કરવા માટે હિજાબ પર પ્રતિબંધ લગાવ્યો.

કામતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે એ જોવાનું રહેશે કે શું સ્કૂલની અંદર અનુચ્છેદ 19 (વ્યક્તિગત સ્વતંત્રતા) કે 25 (ધર્મના પાલનનો અધિકાર) લાગુ નથી થતો? અમે ઈચ્છીએ છીએ કે મુદ્દાને બંધારણીય બેંચમાં મોકલવામાં આવે. મામલાની વધુ સુનાવણી આવતીકાલે એટલે કે ગુરુવારે થશે.

સુનાવણી દરમિયાન કોને શું કહ્યું....
જસ્ટિસ ગુપ્તા- અમે એક કન્ઝર્વેટિવ સોસાયટી છીએ, તમે અમેરિકા અને કેનેડાના નિર્ણય અંગે ન જણાવો.
એડવોકેટ કામત- અમે એક સેક્યુલર દેશ છે. અહીં રુદ્રાક્ષ અને ક્રોસ બંને પહેરવાની મંજૂરી છે.
જસ્ટિસ ગુપ્તા- શું બંધારણના મૂળમાં સેક્યુલર શબ્દ છે? 1976માં આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
એડવોકેટ કામત- હું શબ્દ પર નથી જઈ રહ્યો. રાજ્ય સરકારના દબાણના કારણે સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ મુકાયો છે.
જસ્ટિસ ગુપ્તા- તમને સ્કૂલોમાં હિજાબ પહેરવાથી રોકવામાં આવ્યા છે, બહાર નહીં.
એડવોકેટ કામત- વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રતિબંધ ત્યારે લાગે છે જ્યારે તે કાયદા વ્યવસ્થા કે નૈતિકતાની વિરૂદ્ધ હોય. યુવતીઓને હિજાબ પહેરવા ન કે કાયદા વ્યવસ્થા વિરૂદ્ધ છે, ન તો નૈતિકતાની વિરૂદ્ધમાં.

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો
સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ 23 અરજી દાખલ છે. આ અરજીઓને માર્ચમાં દાખલ કરવામાં આવી હતી. કર્ણાટક હાઈકોર્ટે 14 માર્ચે હિજાબ વિવાદ પર નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે હિજાબ ઈસ્લામનો અનિવાર્ય ભાગ છે. હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે સ્કૂલ કે કોલેજના સ્ટુડન્ટ્સ નક્કી કરેલો યુનિફોર્મ પહેરવાનો ઈનકાર ન કરી શકે.

ઉડ્ડુપીથી શરૂ થયો વિવાદ સમગ્ર કર્ણાટકમાં ફેલાયો
કર્ણાટકમાં હિજાબ વિવાદ જાન્યુઆરીની શરૂઆતમાં ઉડ્ડુપીની એક સરકારી કોલેજમાંથી શરૂ થયો હતો, જ્યાં મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરીને આવવાથી રોકવામાં આવ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટે હિજાબને યુનિફોર્મ કોડ વિરૂદ્ધનું ગણાવ્યું હતું. જે બાદ અન્ય શહેરોમાં પણ આ વિવાદ ફેલાયો હતો.

મુસ્લિમ યુવતીઓ તેનો વિરોધ કરી રહી છે, જેના વિરૂદ્ધ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા યુવકોએ પણ ભગવા શાલ પહેરીને જવાબી વિરોધ શરૂ કર્યો હતો. એક કોલેજમાં આ વિરોધ હિંસક અથડામણમાં ફેરવાયો હતો, જ્યાં પોલીસને સિચ્યુએશન કંટ્રોલ કરવા માટે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...