આંતરિક વિખવાદમાં પરિવાર વિખેરાયો:વિકૃત વ્યક્તિએ પહેલા દીકરી અને પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી, પછી પોતે પણ આત્મહત્યા કરી

પટના (બિહાર)2 મહિનો પહેલા

પટનામાં દીકરી-પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ વ્યક્તિના સુસાઈડ કરવાનો વીડિયો સામે આવ્યો છે. ઘટના પટનાના પોશ વિસ્તાર પોલીસ કોલોનીના A બ્લોકમાં ગુરુવાર બપોરની છે. વ્યક્તિએ પહેલા દીકરીના માથા પર પિસ્તોલ રાખી તેને ગોળી મારી દીધી, પછી પત્નીને પણ એ જ પ્રમાણે ગોળી મારી અને છેલ્લે પોતે પણ માથે ગોળી મારી આત્મહત્યા કરી લીધી. ઘટનાસ્થળે જ ત્રણેયના મોત થયા હતા.

વ્યક્તિનું નામ રાજીવ કુમાર હતું અને તે બેરોજગાર હતો. તેની પહેલી પત્નીના મોત બાદ તેણે પોતાની સાળી પ્રિયંકા ભારતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બંને વચ્ચે ડિવોર્સ થઈ ગયા હતા. પ્રિયંકા સચિવાલયમાં નોકરી કરતી હતી. પુત્રીનું નામ સારા ઉર્ફે સંસ્કૃતિ ભારતી હતું. તે પહેલી પત્નીથી હતી. પ્રિયંકા પોતાની માતા સાથે રહેતી હતી. સંસ્કૃતિ પણ તેમની સાથે જ રહેતી હતી. રાજીવ પોતાની દીકરીને બેગૂસરાયમાં પોતાની સાથે રાખવા ઈચ્છતો હતો, પરંતુ તે ત્યાં રહેવાનો ઈનકાર કરતી હતી. હત્યાના પાછળ પણ આ જ કારણ માનવામાં આવી રહ્યું છે.

વિસ્તારના રહીશોને એક પછી એક ત્રણ ગોળી છૂટવાના અવાજો આવ્યા હતા. ત્યાર બાદ બહાર આવીને જોયું તો ત્રણ લાશ પડેલી જોવા મળી હતી.
વિસ્તારના રહીશોને એક પછી એક ત્રણ ગોળી છૂટવાના અવાજો આવ્યા હતા. ત્યાર બાદ બહાર આવીને જોયું તો ત્રણ લાશ પડેલી જોવા મળી હતી.

ગુરુવારે બપોરે 12.20ની આસપાસ IPS નસીમ અહમદના ઘરની બહાર આ ઘટના બની હતી. આ સૂચના બાદ પટના પોલીસ અધિકારીઓમાં હડકંપ મચી ગયો, કેમ કે જે વિસ્તારમાં ઘટના બની, ત્યાં પોલીસના જ ઘર છે. તેમાં વર્તમાન અને રિટાયર્ડ IPSના ઘર પણ સામેલ છે.

તપાસ માટે FSLની ટીમ પણ આવી
ઘટનાસ્થળે સ્થાનીક પોલીસની ટીમ સાથે પટનાના SSP માનવજીત સિંહ ઢિલ્લો પણ તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસ માટે FSLની ટીમ પણ આવી હતી. વિસ્તારના લોકોનું માનીએ તો રાજીવ લોડેડ પિસ્તોલ લઈને પહોંચ્યો હતો. તેની દીકરી સારા, પત્ની પ્રિયંકા અને સાસુ 3 દિવસ પહેલા બેગૂસરાયમાં એક લગ્નમાં સામેલ થવા ગઈ હતી.

ડિવોર્સ બાદ પ્રિયંકા ભારતીના બીજા લગ્ન બાદની તસવીર.
ડિવોર્સ બાદ પ્રિયંકા ભારતીના બીજા લગ્ન બાદની તસવીર.

રાજીવને આ દરેકની જાણકારી મળી ગઈ હતી, તેથી જે ગલીમાં સારાની નાની ભાડાના મકાનમાં રહેતી હતી, તે જ કોર્નર પર રાજીવ આ લોકોની રાહ જોઈ રહ્યો હતો. જેવા એ ત્રણેય આવ્યા કે તરત જ તેણે ગોળી મારી દીધી.

અન્ય સમાચારો પણ છે...