• Gujarati News
  • National
  • After The Controversy Revoked The Permission Given To The Administration For 8 Places, Now The Committee Will Decide The Location Of The Prayers

ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ:વિવાદ પછી પ્રશાસને આપેલી 8 જગ્યાની પરવાનગી રદ કરી, હવે સમિતિ નમાઝનું સ્થાન નક્કી કરશે

રેવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયબર સિટી ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ અદા કરવા બાબતે વિરોધ થતાં જિલ્લા પ્રશાસને 8 જગ્યા પર આપેલી પરવાનગીને રદ કરી દીધી છે. હવે કોઈએ પણ સાર્વજનિક જગ્યા અને ખુલ્લી જગ્યા પર નમાઝ માટે પ્રશાસન પાસે અનુમતિ લેવી જરૂરી હશે. બીજી તરફ, DCએ એક સમિતિની રચના કરી છે, જે ખુલ્લામાં નમાઝ અદા કરવા માટેની જગ્યાઓની ઓળખ કરશે.

હિન્દુ સંગઠન અને સ્થાનિક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરવાનો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા. નાગરિક એકતા મંચના પદાધિકારીઓનું કહેવું છે કે જે જગ્યાએ શુક્રવારની નમાઝ અદા કરવામાં આવે છે ત્યાં એને કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાતી નથી. બંધારણમાં શાંતિથી કોઈપણ ધર્મના લોકોને પોતાની ધાર્મિક ગતિવિધિઓને ચાલુ રાખવાનો અધિકાર છે. જોકે ભાઈચારો કાયમ રહે એ માટે તે પરવાનગી પછી નમાઝ અદા કરે છે.

સ્થાનિક લોકો અને RWA કરી રહી હતી વિરોધ
સ્થાનિક લોકો અને ઘણા RWAના વિરોધ પછી ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને મંગળવારે શહેરમાં આપેલી 8 પરવાનગીને રદ કરી છે. આ જગ્યાઓ પર ખુલ્લામાં નમાઝ અદા થવાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અન્ય જગ્યાઓથી પણ લોકો આ અંગે વાંધો વ્યક્ત કરશે તો ત્યાં પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. DC યશ ગર્ગે નમાઝ અદા કરવાનાં સ્થાનોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરી છે.

સમિતિમાં SDM, ACP, હિન્દુ અને મુસ્લિમ સંગઠનોના સભ્ય અને અન્ય સામાજિક સંગઠન સામેલ કરવામાં આવ્યાં છે. કમિટી એ નક્કી કરશે કે કોઈપણ રસ્તા કે સાર્વજનિક જગ્યાઓ પર નમાઝ અદા ન કરવામાં આવે.

પ્રશાસનની સહમતી જરૂરી
ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેને જણાવ્યું હતું કે નમાઝ કોઈપણ ઈદગાહ, મસ્જિક કે એની જગ્યા પર જ અદા કરી શકાય છે. આ સિવાયની સાર્વજનિક અને ખુલ્લી જગ્યા પર નમાઝ માટે પ્રશાસનની પરવાનગી જરૂરી હશે. તમામ પક્ષો સાથે વાત કર્યા પછી એ વાત કમિટી નક્કી કરશે કે ભવિષ્યમાં નમાઝ અદા કરવા માટે કઈ જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ન થાય.

અન્ય સમાચારો પણ છે...