• Gujarati News
  • National
  • People's Lives Were Lost By Burning Packets At The Same Time, A Police Complaint Was Filed If There Was A Dangerous Celebration

રોકેટથી એપાર્ટમેન્ટ પર દે ધનાધન, VIDEO:એક સાથે પેકેટ સળગાવી લોકોના જીવ અધ્ધર કર્યા, જોખમી ઉજવણી કરી તો થઈ પોલીસ ફરિયાદ

એક મહિનો પહેલા

મુંબઈ નજીક થાણેનાં ઉલ્હાસનગરમાં હીરાપન્ના નામના એપાર્ટમેન્ટ પર અજાણ્યા યુવકે રોકેટનો મારો ચલાવ્યો હતો. કોઈપણ જાતની ચિંતા કે ડર રાખ્યા વગર દિવાળીની ઉજવણી કરી રહેલો માથાભારે યુવક રોકેટનું બોક્સ લઈ ઈમારતની સામે ઉભો હતો. એક સાથે આખું બોક્સ સળગાવતાં તેમાંથી છૂટતા રોકેટ ક્યારેક ઈમારતની બાલ્કનીમાં તો ક્યારેક બારીમાં પડ્યા હતા. જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. યુવકના સાગરીતે જ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. આ વાયરલ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...