તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • People Who Have Taken Covacin Will Be Able To Go Abroad From September; More Than 60 Countries, Including The WHO, Are Expected To Approve Emergency Use Soon

વેક્સિન પાસપોર્ટ:કોવેક્સિન લઈ ચૂકેલા લોકો સપ્ટેમ્બરથી વિદેશ જઈ શકશે; WHO સહિત 60થી વધુ દેશોમાં ઇમર્જન્સી ઉપયોગ માટે ટૂંક સમયમાં જ મંજૂરી મળવાની આશા

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજી પણ અનેક દેશો એવા છે, જ્યાં વેક્સિનેશન ઝડપી થતું નથી

ભારત બાયોટેકની કોરોનાની વેક્સિન કોવેક્સિનને જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)દ્વારા ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. એને મેન્યુફેક્ચરિંગ કરનારી કંપની ભારત બાયોટેકે આ માટે WHOને અરજી કરી છે. જો આવું થાય, તો સપ્ટેમ્બરથી કોવેક્સિન લઈ ચૂકેલા લોકો પણ વિદેશપ્રવાસ કરી શકશે. કંપનીએ કહ્યું હતું કે 60 દેશોમાં કોવેક્સિનની નિયમનકારી મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. આમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.

અત્યારસુધી 13 દેશમાં મંજૂરી આપવામાં આવી છે
કંપનીએ કહ્યું હતું કે મંજૂરી માટે WHO-જીનિવામાં આ અરજી આપવામાં આવી છે. કોવેક્સિનને અત્યારસુધીમાં 13 દેશોમાં મંજૂરી આપવામાં આવી છે. મોટા ભાગના દેશો પોતાને ત્યાં આવતા લોકોના વેક્સિનેશન પર ભાર મૂકે છે. જેમને વેક્સિન આપવામાં આવી નથી, તેઓ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે મુસાફરી કરી શકે છે.

વેક્સિન પાસપોર્ટની ચર્ચા વચ્ચે દલીલો શરૂ

  • હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને સંકેત આપ્યો છે કે G-7 સંમેલન દરમિયાન વેક્સિન પાસપોર્ટ અંગે સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે. તેમની દરખાસ્ત આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવાનો છે, પરંતુ એમાં હજી ઘણી સમસ્યાઓ છે. એવા પણ ઘણા દેશો છે જ્યાં હાલમાં ઉત્પાદન અથવા અન્ય મુશ્કેલીઓને કારણે વેક્સિનેશન પૂર્ણ ગતિએ પહોંચી શક્યું નથી.
  • એમાં કોવેક્સિનની વાત એટલા માટે કરવામાં આવી રહી છે, કારણ કે અત્યારસુધીમાં WHOએ એને મંજૂરી આપી નથી. વિદેશી યુનિવર્સિટી અને અનેક દેશોએ એવા નિયમ બનાવ્યા છે કે WHO દ્વારા મંજૂર થયેલી વેક્સિન લઈ ચૂકેલા લોકોને કોઈપણ પ્રતિબંધો વિના વિદેશપ્રવાસ કરી શકશે. સૌથી વધુ અસર વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થશે, જેમને ભારતમાં કોવેક્સિનની વેક્સિન લીધી છે.
આ ફોટો કુલુનો છે. અહીં 18થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન ઝડપથી ચાલી રહ્યું છે.
આ ફોટો કુલુનો છે. અહીં 18થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન ઝડપથી ચાલી રહ્યું છે.

WHOના ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરીનું શું મહત્ત્વ છે?

  • WHOના ઈમર્જન્સી ઉપયોગની યાદીમાં મહામારી જેવી પબ્લિક હેલ્થ ઈમર્જન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફ્ટી અને ઇફેક્ટિવનેસની તપાસ કરવામાં આવે છે. WHOએ ફાઇઝરની વેક્સિનને 31 ડિસેમ્બર 2020ના રોજ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021ના રોજ જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનને 12 માર્ચે જ ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી હતી.
  • WHO અનુસાર ઈમર્જન્સી સ્થિતિને ધ્યાનમાં લેતા જલદીથી દવા, વેક્સિન અને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસિત કરવી અને એની મંજૂરી આપવી જરૂરી છે. એ પણ સલામતી, અસરકારકતા અને ક્વોલિટીના માપદંડોને પૂરા કરતી હોય. આ એસેસમેન્ટ મહામારી દરમિયાન વિશાળ સ્તરે લોકો માટે આ પ્રોડક્ટસની ઉપયોગિતાની ખાતરી કરે છે.

કોવિશીલ્ડ માટે કેન્દ્રએ બદલ્યો નિયમ
આ પહેલાં સોમવારે કેન્દ્ર સરકારે વિદેશ જતા લોકો માટે વેક્સિનેશન અંગે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી હતી. નવા SOP હેઠળ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ 28 દિવસ પછી કોઈપણ સમયે કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકે છે. અગાઉ આ નિયમ 84 દિવસનો એટલે કે (12- 16 અઠવાડિયાં)નો હતો. આ નિયમ દેશમાં વસતા લોકો માટે લાગુ થશે નહીં.

આ નિયમ 31 ઓગસ્ટ સુધી વિદેશપ્રવાસે જતા લોકો માટે
કેન્દ્રની નવી ગાઈડલાઇન્સ મુજબ, વિદેશપ્રવાસ માટે માત્ર કોવિશીલ્ડ વેક્સિન લેનાર લોકોને જ વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. વેક્સિનેશન સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ ફરજિયાત રહેશે. આ સુવિધા 18 વર્ષથી વધુ વયના લોકો માટે છે જે 31 ઓગસ્ટ સુધી વિદેશપ્રવાસ કરવા માગે છે. ટૂંક સમયમાં વિદેશ મુસાફરી કરનારાઓ માટે આ વિશેષ વ્યવસ્થા CoWIN પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...