• Gujarati News
  • National
  • People Used To Reach Raj Bhavan To Collect Ration Cards, Now It Is Hoped That Maa Will Also Accompany Them From Rashtrapati Bhavan.

મુર્મુની કલાર્કથી અત્યાર સુધીની સફર:રાશન કાર્ડ કઢાવવા માટે લોકો રાજભવન પહોંચી જતા હતા, હવે આશા છે કે રાષ્ટ્રપતિ ભવનમાંથી પણ મા સાથ આપશે

મહુલડીહા (ઓડિશા)7 દિવસ પહેલા

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી 287 KM અને મયૂરગંજ જિલ્લા મુખ્યાલયથી 82 KM દૂર રાયરંગપુરના મહુલડીહા ગામ હાલ ભારે ચર્ચામાં છે. લગભગ 6,000ની વસતિવાળા આ ગામમાં દરેકના મોઢા પર હાસ્ય અને ગર્વ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ગામમાં ચારે બાજુ સુરક્ષાની કડક વ્યવસ્થા છે. મંગળવાર સાંજ સુધી સામાન્ય એવું આ ગામ હવે લાઈમલાટમાં છે. જેનું કારણ છે દ્રૌપદી મુર્મુ. NDA દ્વારા મુર્મુનું નામ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અભિનંદન આપવા માટે લોકો ઉમટી રહ્યાં છે.

વાંચો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના ગામથી ભાસ્કરના સંવાદદાતા ઋષિકેશ સિંહદેવનો એક્સક્લૂઝિવ રિપોર્ટ-

આયરન માટે જાણીતા રાયસંગપુર તાલુકાથી 25 KM દૂર આગળ જતાં જ એક પાક્કો રસ્તો આવે છે, જે સીધો જ મહુલડીહા ગામ જાય છે. અહીં પહોંચવાના રસ્તામાં વચ્ચે જંગલ પણ આવે છે. ભાસ્કરની ટીમ જેવી જ આ ગામમાં પ્રવેશી, ચારે બાજુ સુરક્ષાકર્મીઓ જોવા મળ્યા. ગ્રામીણ પણ ઉત્સાહિત થઈ બહારથી આવતા મીડિયાકર્મીઓ અને લોકોનું ભારે ઉમળકાથી સ્વાગત કરતા જોવા મળ્યા. ગામમાં કેટલાંક મકાનો કાચા છે તો કેટલાંક પાકા. અહીં મૂળભૂત સુવિધાની કોઈ જ ઉણપ નથી. આખું ગામ ડિજિટલ સુવિધાઓથી લેસ છે.

દ્રૌપદી મુર્મુ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં. તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના કેન્ડિડેટ છે, જેઓ 24 જૂન પોતાનું નોમિનેશન ફાઈલ કરશે.
દ્રૌપદી મુર્મુ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં. તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના કેન્ડિડેટ છે, જેઓ 24 જૂન પોતાનું નોમિનેશન ફાઈલ કરશે.

જ્યારે અમે દ્રૌપદી મુર્મુના ઘર તરફ આગળ વધ્યા તો ઘરથી થોડે દૂર જ કેટલાંક લોકો ઊભા જોવા મળ્યા જેવી જ તેમની સાથે વાતચીત શરૂ થઈ, તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. મુર્મુને રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર બનાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં આ લોકોએ અનેક નવી વાતો સંભળાવી.

દ્રૌપદી મુર્મુ ઝારખંડના રાજ્યપાલ હતા તે સમયની વાત કહેતા કેટલાંક લોકોએ જણાવ્યું, 'તેઓ એટલા વિનમ્ર અને મિલનસાર છે કે ન પૂછો વાત. રાંચી રાજભવનમાં તો ગામના લોકો રાશન કાર્ડ કઢાવવાથી લઈને જમીનના વિવાદનો ઉકેલ માટે પહોંચી જતા હતા. તેમ છતાં તેમને ક્યારેય અમને નિરાશ નથી કર્યા. શક્ય હોય તેટલી તમામ મદદ કરતા. તેઓ હંમેશા પોતાના ક્ષેત્રના લોકોની દરેક નાની-મોટી મુશ્કેલીમાં ઊભા રહ્યાં છે.'

દ્રૌપદી મુર્મુએ ગુરુવારે ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી.
દ્રૌપદી મુર્મુએ ગુરુવારે ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી.

હંમેશા તમામ લોકો માટે દરવાજા ખુલ્લાં રાખ્યા
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 'તેમનું અંગત જીવન પરેશાનીઓથી ભરેલું રહ્યું છે. પણ તેની અસર તેમને સાર્વજનિક જીવન પર ક્યારેય નથી પડવા દીધી. પતિ અને બે પુત્રના આકસ્મિક નિધનનો આઘાત સહન કર્યા બાદ પણ તેમના ચહેરા પર મુસ્કાનન જોવા મળતી. તેમના ઘરના દરવાજા હંમેશા ગરીબ અને સામાન્ય લોકો માટે ખુલા રહે છે. BJD-BJPની સરકારમાં મંત્રી હતા ત્યારે તેમને પોતાના વિસ્તારમાં પુલ અને રસ્તાઓ બનડાવ્યા, તો બાળકીઓની સુવિધા માટે સ્કૂલ પણ ખોલાવી. પોતાના ગામને ડિજિટલ ગામ તરીકે વિકસિત કર્યું. સાથે-સાથે અનેક વખત ખાનગી રીતે લોકોની આર્થિક મદદ પણ કરી.'

લોકોને આશા, દરેક પરેશાની દૂર થશે
ભાસ્કર ટીમ સાથે વાતચીત કરતા સ્થાનિક નિવાસી શુભોદીપ પ્રધાને કહ્યું, 'જે રીતે ઝારખંડના રાજ્યપાલ રહેતા દ્રૌપદી માના દરવાજા હંમેશા લોકો માટે ખુલા રહેતા, ઠીક એવી જ આશા છે કે દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યાં બાદ પણ જનતા માટે તેમના દરવાજા ખુલા રહેશે.'

ઝારખંડમાં કુલાધિપતિ રહેલા દ્રૌપદી મુર્મુની સાથે કામ કરી ચુકેલા કોલ્હાન વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ ડૉ. શુક્લા માહાંતીએ કહ્યું, 'આ તમામ મહિલાઓ માટે સન્માનની વાત છે. હકિકતમાં કહિએ તો અમે આજે જ મહિલા દિવસ ઉજવી રહ્યાં છીએ.'

ગામના જ અર્જુન મુર્મુએ જણાવ્યું, 'જનપ્રિતિનિધિ દ્રૌપદી મુર્મુએ વિસ્તારમાં ઘણું જ કામ કર્યું છે. ગામમાં પાણી પહોંચાડવાથી લઈને રસ્તાઓનો વિકાસ કરાવ્યો. શૌચાલયનું નિર્માણ કરાવ્યું. લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે પ્રેરિત કર્યા. રાજનીતિમાં પ્રવેશ્યા તે પહેલાં તેઓ પોતાના ઘરમાં ગામના બાળકોને બોલાવીને પોતે પણ ભણાવતા હતા.'

રાયસંગપુર નગર પરિષદ કાર્યાલય જ્યાં દ્રૌપદી મુર્મુએ પોતાની સેવા આપી હતી.
રાયસંગપુર નગર પરિષદ કાર્યાલય જ્યાં દ્રૌપદી મુર્મુએ પોતાની સેવા આપી હતી.

સરકારી સ્કૂલમાંથી કર્યો અભ્યાસ, કોઈ સાથી ભણતો નહીં તો ટોકતા
દ્રૌપદી મુર્મુએ પોતાનો અભ્યાસ સરકાર સ્કૂલ ઉપરબેડાથી કર્યો હતો. તેમની સાથે ભણતા હરિહર નંદે જણાવ્યું કે, 'તેમનો સ્વભાવ નાનપણથી જ ઘણો સરળ હતો. જે સહપાઠીનું ભણવામાં મન ન લાગતું તેમને તેઓ ટોકતા હતા. સૌની સાથે વાત કરતા હતા. અમે લોકો જ્યારે સ્કૂલે જતા હતા ત્યારે અમારા પગમાં ચંપલ નહોતા. બેસવા માટે ઘરમાંથી આસન અને બોરા લઈને જતા હતા. તે સમયની સ્થિતિમાં પણ રોજ સ્કૂલ જતા હતા. તેમને જો ક્યાંયથી પણ ધાર્મિક પુસ્તક મળતાં, તેને જરૂરથી લઈને વાંચતા હતા.'

તેમને જણાવ્યું, 'આગળ તેઓ બાળકોને માતૃભાષા ભણાવતા હતા. વિશેષ કરીને છાત્રાઓના શિક્ષણ પર વધુ ભાર આપતા હતા. જીવનના શરૂઆતના દિવસોથી જ તેઓને ભગવાન પર અતૂટ વિશ્વાસ રહ્યો છે. પુત્ર અને પતિના મોત પછી ઘણાં લાંબા સમય સુધી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સત્સંગમાં પસાર કરતા હતા.'

ઉપરબેડાની આ સરકારી સ્કૂલમાં દ્રૌપદી મુર્મુએ અભ્યાસ કર્યો.
ઉપરબેડાની આ સરકારી સ્કૂલમાં દ્રૌપદી મુર્મુએ અભ્યાસ કર્યો.

સ્કૂલના એક શિક્ષકે જણાવ્યું, 'દેશના રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે મુર્મુની પસંદગી પછીથી સ્કૂલના બાળકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોએ તેમની સમક્ષ અરજ કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ બન્યાં બાદ પોતાની સ્કૂલમાં એકવખત જરૂરથી આવે.'

તેમને અહીં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કર્યા. મહિલાઓને શિક્ષિત કરવા માટે તેમનું સમર્પણ અને વિચારનું એ પરિણામ રહ્યું કે ઝારખંડમાં પહેલી મહિલા વિશ્વવિદ્યાલયનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2019માં કર્યું. આ પહેલા તેમને 2010માં પોતાના સાસરે લગભગ છ એકર જમીન એક શિક્ષણ સંસ્થાને દાન કરી દીધી હતી.

મુર્મુએ શિક્ષિકા તરીકે અરવિંદો પૂર્ણાંગ શિક્ષણ કેન્દ્રમાં પોતાની સેવાઓ આપી હતી.
મુર્મુએ શિક્ષિકા તરીકે અરવિંદો પૂર્ણાંગ શિક્ષણ કેન્દ્રમાં પોતાની સેવાઓ આપી હતી.

આજ પણ સ્કૂલમાં ખુરશી રાખી છે, રજિસ્ટરમાં નામ નોંધાયેલું છે
દ્રૌપદી મુર્મુએ પોતાના જીવનની શરૂઆત ઘણી જ મુશ્કેલ પરિસ્થિતિમાં કરી હતી. તેમને ક્લાર્ક તરીકે કામ કર્યું. બાદમાં શિક્ષિકા તરીકે ભણાવ્યા. કોર્પોરેટર તરીકે રાજનીતિમાં કરિયરની શરૂઆત કરી. જે બાદ ધારાસભ્ય, મંત્રી બનીને રાજ્યપાલની ખુરશી સુધી પહોંચ્યા. જે સ્કૂલમાં તેઓ ભણાવતા હતા, ત્યાં આજે પણ તેમની ખુરશી, રજિસ્ટર રાખવામાં આવેલા છે. નગર પરિષદમાં પણ તેમની ખુરશી સુરક્ષિત રાખવામાં આવી છે. વિસ્તારના લોકો આજે પણ તેમને સૌથી સારા જનપ્રિતિનિધિ માને છે. તેઓ રાયસંગપુર નગર પરિષદના 1997થી 2002 સુધી વાઈસ ચેરમેન પદે રહ્યાં. અરવિંદો પૂર્ણાંગ શિક્ષણ કેન્દ્રમાં તેમને બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપ્યું.

પતિ અને બંને પુત્રના મોત પછી ડિપ્રેશનમાં જતા રહ્યાં હતા
દ્રૌપદી મુર્મુ આદિવાસી સંથાલ સમાજમાંથી આવે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે તેમનો પરિવાર ઘણો જ ગરીબ હતો, તેથી તેમનો શરૂઆતનો હેતુ નાની-મોટી નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરવાનો હતો. તેમને નોકરી મળી ગઈ, પરંતુ સસરાપક્ષના લોકોના કહેવાથી છોડવી પડી. જ્યારે તેમનું મન ન લાગ્યું તો બાળકોને મફત ભણાવવાનું શરૂ કર્યું. અહીંથી જ તેમની સમાજસેવાની શરૂઆત થઈ.

1997માં તેમને પહેલી વખત રાયસંગપુર નગર પંચાયતના કાઉન્સેલરની ચૂંટણી લડી અને જીતી ગયા. 2000માં તેમને ધારાસભ્યની ટિકિટ મળી અને તેઓ તે ચૂંટણી પણ જીતી ગયા. જે બાદ તેઓ મંત્રી બન્યાં. 2009માં ચૂંટણી હાર્યા પછી તેઓ ગામમાં આવી ગયા. પરંતુ ઓક્ટોબર 2010માં પુત્રનું ગામ નજીક જ એક રોડ અકસ્માતમાં મોત થઈ ગયું, જે બાદ તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યાં. જેમતેમ કરીને એક પુત્રના મોતથી હજુ તેઓ બહાર આવ્યા હતા કે 2013માં ભુવનેશ્વરમાં બીજા પુત્રનું પણ અકસ્માતમાં મોત થઈ ગયું. પછી 2014માં તેમને પતિને પણ ગુમાવ્યાં. જે બાદ તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા, પણ હિંમત એકઠી કરીને તેમને સમાજસેવા શરૂ કરી દીધી.

પરિવારમાં હવે માત્ર પુત્રી-જમાઈ જ છે
મુર્મુના પરિવારમાં એક પુત્રી અને જમાઈ છે. પુત્રીના લગ્ન ઝારખંડમાં થઈ છે. દીકરીના સસરા ધર્મો ચરણ હાંદસા પણ બુધવારે પોતાના વેવાણને મળવા પહોંચ્યા હતા. તેમને જણાવ્યું, 'ઘણી ખુશી અને ગર્વની વાત છે કે પુત્રની સાસુ દેશના નવાં રાષ્ટ્રપતિ બનશે.' દ્રૌપદી મુર્મુનું પિયર ઉપરબેડામાં છે, સાસરું પહાડપુરમાં છે.

રાયસંગપુરમાં દ્રૌપદી મુર્મુ દ્વારા સ્મારક બનાવવામાં આવ્યું
રાયસંગપુરમાં દ્રૌપદી મુર્મુ દ્વારા સ્મારક બનાવવામાં આવ્યું

દ્રૌપદી મુર્મુના નામે અનેક કીર્તિમાન નોંધાયેલા છે
સાધારણ સંથાલી આદિવાસી પરિવારના મુર્મુના નામે અને રેકોર્ડ છે. તેઓ ઝારખંડના પહેલાં મહિલા રાજ્યપાલ હતા. તેમનો સૌથી લાંબો કાર્યકાળ રહ્યો. પોતાના નિર્ણયમાં તેમને હંમેશા લોકતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું. રાજ્યપાલ પદે રહ્યાં તે દરમિયાન ઝારખંડની રાજનીતિમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને તેમના પર વિશ્વાસ હતો. વિપક્ષની માગ બાદ તેમને ભાજપના રઘુવર દાસ સરકાર દ્વારા CNT-SPT એક્ટ સાથે જોડાયેલાં ખરડાને પરત કર્યો હતો.

ઝારખંડમાં સત્તા બદલાઈ તેમ છતાં રાજ્યમાં રાજ્યપાલ તરીકે તેમને સત્તા પક્ષે સંપૂર્ણ સન્માન આપ્યું. તેમને ઝારખંડ સરકારે યાદગાર વિદાઈ આપી. ઝારખંડમાં બંધારણના અધિકારને લઈને શરૂ થયેલા પત્થલગડી આંદોલનને પણ તેમને વાતચીતથી ઉકેલવાના પ્રયાસ કર્યા. રાજ્યપાલનો કાર્યકાળ ખતમ થયા બાદ રાંચીના રાજભવનથી આવીને હાલ તેઓ ટાટા-રાયરંગપુર રોડ નજીક પોતાના નિવાસસ્થાનમાં રહેતા હતા.

રાયસંગપુરમાં સ્થાપિત દ્રૌપદી મુર્મુના પતિ અને પુત્રની પ્રતિમાઓ
રાયસંગપુરમાં સ્થાપિત દ્રૌપદી મુર્મુના પતિ અને પુત્રની પ્રતિમાઓ
અન્ય સમાચારો પણ છે...