• Gujarati News
  • National
  • People Outside The College Entered The Campus, Police Said 'Everything Is Under Control'

JNUમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઝપાઝપી:કોલેજની બહારના લોકો કેમ્પસમાં ઘુસ્યા, પોલીસે કહ્યું- 'બધું કંટ્રોલમાં છે'

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એક વખત ફરી ચર્ચામાં આવી છે. અહિંયા ગુરુવાર સાંજે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન કેમ્પસમાં બહારના લોકો પણ આવ્યા હતા અને બંને જૂથ વચ્ચે લાકડી વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વિવાદ શાંત કરાવ્યો.

કેમ્પસમાં બહારના લોકો ઘુસ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટીની તાપ્તી હોસ્ટેલમાં રહેનાર એક વિદ્યાર્થીનો બીજી હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થી સાથે વિવાદ થયો હતો. આને લઈ બંને વિદ્યાર્થીઓએ બહારના લોકોને કેમ્પસમાં એકઠા કર્યા. ત્યાર પછી બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. કેમ્પસમાં થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાની જાણ થતા પોલીસ કેમ્પસમાં પહોંચી હતી
ઘટનાની જાણ થતા પોલીસ કેમ્પસમાં પહોંચી હતી

દિલ્હી પોલીસે કહ્યું- રાજકીય પાર્ટી સામેલ નથી
દિલ્હી પોલીસે કહ્યું કે, અત્યાર સુધી અમને કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. ઘટના અંગે વિશ્વ વિદ્યાલય તરફથી પણ કોઈ પ્રતિક્રિયા મળી નથી. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આ વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચેનો મામલો છે. આમાં કોઈ રાજકીય પાર્ટીનો હાથ હોવાનું સામે આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...