તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Punjab, Gujarat's Happiest, 10 States Including MP Chhattisgarh Among The Worst Scoring States; Married People Are Happier Than Single People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશનો પ્રથમ હેપીનેસ ઇન્ડેક્સ:પંજાબ, ગુજરાતના લોકો સૌથી વધુ ખુશનુમા, ખરાબ સ્કોર મેળવનારાં રાજ્યોમાં MP-છત્તીસગઢ સહિત 10 રાજ્ય; કુંવારાઓની સરખામણીમાં પરિણીત લોકો વધુ ખુશ

નવી દિલ્હી4 મહિનો પહેલા
સ્ટડી મુજબ દેશના લોકો ભવિષ્યને લઈને આશાવાદી છે (ફાઇલ ફોટો). - Divya Bhaskar
સ્ટડી મુજબ દેશના લોકો ભવિષ્યને લઈને આશાવાદી છે (ફાઇલ ફોટો).
  • સ્ટડીમાં 16,950 લોકોએ ભાગ લીધો, પરિણામ જણાવે છે કે વૈવાહિક સ્થિતિ, ઉંમર, શિક્ષણ અને કમાણીના સકારાત્મક રૂપને ખુશી સાથે સીધો સંબંધ
  • હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અશ્લે વિલિયન્સ જણાવે છે કે જેઓ પૈસાની જગ્યાએ સમયને વધુ મહત્ત્વ આપે છે તેઓ વધુ ખુશ રહે છે

દેશના પ્રથમ હેપીનેસ ઇન્ડેક્સ મુજબ, મિઝોરમ, પંજાબ અને આંદામાન-નિકોબાર ત્રણ રાજ્ય ખુશનુમા છે. મોટાં રાજ્યોમાં પંજાબ, ગુજરાત અને તેલંગાણા અગ્રેસર છે અને નાનાં રાજ્યોમાં મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ ટોપ પર છે. ખરાબ સ્કોર મેળવનારાં 10 રાજ્યમાં જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, તામિલનાડુ, નાગાલેન્ડ, રાજસ્થાન, ગોવા, મેઘાલય, ઓડિશા, ઉત્તરાખંડ, છત્તીસગઢ છે. આ રાજ્યોનું ક્રમશઃરેન્કિંગ 27થી 36 છે.

આ સ્ટડી IIM અને IITમાં પ્રોફેસર રહેલા રાજેશ પિલાનિયાના નેતૃત્વમાં માર્ચ 2020થી જુલાઈ 2020ની વચ્ચે કરવામાં આવ્યો છે. એમાં સમગ્ર દેશના 16,950 લોકોએ હિસ્સો લીધો. આ સ્ટડીનાં પરિણામ જણાવે છે કે વૈવાહિક સ્થિતિ, ઉંમર વર્ગ, શિક્ષણ અને કમાણીના સકારાત્મક રૂપ સાથે ખુશીને સીધો સંબંધ છે.

પરિણીતો વધુ ખુશ
અવિવાહિત લોકોની સરખામણીમાં પરિણીત લોકો વધુ ખુશ હોય છે. આ સ્ટડીમાં એ પણ જોવા મળ્યું છે કે કોરોનાને પગલે લોકોની સ્થિતિમાં શું પ્રભાવ પડ્યો ? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અશ્વે વિલિયન્સ જણાવે છે કે જે લોકો પૈસાની જગ્યાએ સમયને વધુ મહત્ત્વ આપે છે, તેઓ વધુ ખુશ રહે છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણાના લોકોની ખુશીઓ પર કોરોનાએ સૌથી વધુ અસર કરી છે.

પોંડિચેરી અને જમ્મુ-કાશ્મીરના લોકો પર કોઈ અસર જોવા મળી નથી, જ્યારે મણિપુર, આંદામાન અને નિકાબોર દ્વીપ અને લક્ષદ્વીપમાં લોકો આ સમયમાં વધુ આશાવાદી બન્યા. સ્ટડીના નિષ્કર્ષમાં સ્ટેનફોર્ડના નામાંકિત ઈન્સ્ટિટયૂટનાં સાયન્સ ડાયરેક્ટર ડો. ઈમ્મા સેપ્પાલા જણાવે છે કે દયાળુ અને ધૈર્યવાન લોકો સૌથી વધુ ખુશ અને પ્રસન્ન રહે છે.

સ્ટડીના જણાવ્યા મુજબ, દેશના લોકો ભવિષ્યને લઈને આશાવાદી છે અને આગામી 5 વર્ષમાં હાલની સ્થિતિની સરખામણીમાં પોતાને વધુ ખુશ અને સંપન્ન જોઈ રહ્યા છે. ભવિષ્યનાં હેપીનેસ રેન્કિંગમાં મણિપુર, આંદામાન-નિકોબાર દ્વીપ અને ગુજરાત સૌથી ખુશનુમા રાજ્ય છે. મોટાં રાજ્યોમાં ગુજરાત, ઉત્તરાખંડ અને આંધ્ર ટોપ પર છે.

આ 5 પેરામીટરના આધારે બન્યો છે હેપીનેસ ઇન્ડેક્સ

1. કામ સંબંધી મુદ્દા, જેમ કે આવક અને ગ્રોથ. 2. પારિવારિક સંબંધ અને દોસ્તી. 3. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. 4. સામાજિક મુદ્દાઓ અને પરોપકાર. 5. ધર્મ અને આધ્યાત્મિક જોડાણ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser