તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરપ્રદેશના કાસગંજમાં મંગળવારે પોલીસની ટીમ પર હુમલો કરનાર દારૂમાફિયાઓ સામે પગલાં લેવાનું શરૂ થઈ ગયું છે. પોલીસે એક આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. કાસગંજમાં મંગળવારે સાંજે 7 વાગ્યે SI અશોક અને સિપાહી દેવેન્દ્ર નગલા ધીમર ગામમાં ગેરકાયદે દારૂનો વેપાર કરનારને ત્યાં દરોડા પાડવા માટે ગયા હતા. જ્યારે બન્ને પહોંચ્યા તો તેમની પર બદમાશોએ લાકડી અને ડંડા વડે હુમલો કરી દીધો અને દેવેન્દ્રની મારી મારીને હત્યા કરી નાખી.
SI અશોક પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે. નગલા ધીમર ગામ ગેરકાયદે દારૂના વેપાર માટે કુખ્યાત છે. અહીં ઘણી વખત પોલીસ કાર્યવાહી થતી રહે છે.
એલકારને ઠાર માર્યો, હવે મોતી ધીમરની શોધખોળ
કાસગંજ મામલામાં ઠાર મરાયો આરોપી એલકાર છે, જે મુખ્ય આરોપી મોતી ધીમરનો પિતરાઈ ભાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે હાલ ફરાર છે. એલકારનું એન્કાઉન્ટર નગલા ધીમરમાં કાળી નદીના કાંઠે કરાયું છે. એન્કાઉન્ટર બુધવારે સવારે લગભગ 3 વાગ્યે થયું છે.
ગામમાં હુમલા પછી પોલીસકર્મીને અજાણી જગ્યાએ પર લઈ ગયા હતા આરોપી
પોલીસના જણાવ્યા પ્રમાણે, મોતી ધીમર અને તેમના સાથીઓએ પોલીસકર્મીઓને પહેલા ગામમાં માર્યા, પછી તેમને બાંધીને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. સૂચના મળતાંની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી. સર્ચિંગ દરમિયાન ખેતરમાં SI અર્ધનગ્ન સ્થિતિમાં ઘાયલ મળ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો(NSA) લગાવવાના આદેશ આપ્યા હતા. યોગીએ શહીદ સિપાહી દેવેન્દ્રના પરિવારજનોને 50 લાખનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
કાનપુરના બિકરુમાં આવી ઘટના બની હતી, 8 પોલીસકર્મીની હત્યા થઈ હતી
નગલા ધીમર જેવી ઘટના ગત વર્ષે કાનપુરના બિકરુ ગામમાં બની હતી, જ્યાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરાયો હતો. આ ઘટનામાં 8 પોલીસકર્મીની હત્યા કરી દેવાઈ હતી. ત્યાર પછી વિકાસ દુબે ફરાર થઈ ગયો હતો.
યુપી પોલીસે વિકાસને મધ્યપ્રદેશમાં ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિર પરિસરમાંથી ઝડપી લીધો હતો. બીજા દિવસે કાનપુર પાસે વિકાસનું એન્કાઉન્ટર કરી દેવાયું હતું. પોલીસનો દાવો હતો કે જે જીપમાં વિકાસ બેઠો હતો એ પલટી ખાઈ ગઈ હતી. વિકાસે પિસ્તોલ છીનવીને પોલીસ પર ફાયરિંગ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો. જવાબી કાર્યવાહીમાં તે ઠાર મરાયો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.