તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • People Of Gujarat Are Happier, Married Happy Than Unmarried People, People Are Very Optimistic About The Future

હેપ્પીનેસ ઇન્ડેક્સ:ગુજરાતના લોકો ખુશહાલ, કુંવારા કરતા પરણેલા વધુ ખુશ હોય છે, લોકો ભવિષ્ય અંગે અત્યંત આશાવાદી

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર અરુણાચલ પ્રદેશની છે.
  • કોરોનાકાળમાં બધાં રાજ્યોમાં ખુશીનું સ્તર માપીને દેશનો પહેલો હેપ્પીનેસ ઇન્ડેક્સ બનાવાયો

દેશના પહેલા હેપ્પીનેસ ઇન્ડેક્સ મુજબ મિઝોરમ, પંજાબ અને આંદામાન-નિકોબાર 3 સૌથી ખુશનુમા રાજ્ય છે. મોટાં રાજ્યો પૈકી પંજાબ, ગુજરાત અને તેલંગાણા જ્યારે નાના રાજ્યોમાંથી મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ મોખરે છે. કોરોનાકાળમાં કરાયેલા આ સ્ટડીમાં છત્તીસગઢ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં સાવ નીચે છે.

આ સ્ટડી આઇઆઇએમ અને આઇઆઇટીમાં પ્રોફેસર રહેલા રાજેશ પિલાનિયાના નેતૃત્ત્વમાં માર્ચ, 2020થી જુલાઇ, 2020 દરમિયાન હાથ ધરાયો. તેમાં દેશભરના 16,950 લોકોએ ભાગ લીધો. સ્ટડીનાં પરિણામ દર્શાવે છે કે વૈવાહિક દરજ્જો, વય જૂથ, શિક્ષણ અને કમાણીનો ખુશી સાથે હકારાત્મક રીતે સીધો સંબંધ છે. કુંવારાઓની સરખામણીમાં પરણેલા લોકો વધુ ખુશ હોય છે. આ સ્ટડીમાં એમ પણ જોવામાં આવ્યું કે લોકોની ખુશી પર કોરોનાની શું અસર થઇ? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. એસલે વિલિયન્સ જણાવે છે કે તેમણે સ્ટડી દ્વારા જાણ્યું કે જે લોકો પૈસાની જગ્યાએ સમયને વધુ મહત્ત્વ આપે છે તેઓ વધુ ખુશ રહે છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણાના લોકોની ખુશીઓ પર કોરોનાએ સૌથી વધુ અસર કરી. પુડ્ડુચેરી અને જમ્મુ-કાશ્મીરના લોકો પર કોઇ અસર જોવા ન મળી જ્યારે મણિપુર, આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં લોકો આ સમયમાં આશાવાદી રહ્યા.

સ્ટડીના તારણમાં સ્ટેનફોર્ડની જાણીતી ઇન્સ્ટિટ્યૂટના સાયન્સ ડાયરેક્ટર ડૉ. ઇમ્મા સેપ્પાલા જણાવે છે કે દયાળુ અને ધીરજવાન લોકો સૌથી ખુશ અને સંપન્ન હોય છે. સ્ટડી મુજબ, દેશના લોકો ભવિષ્ય અંગે આશાવાદી છે અને આગામી 5 વર્ષમાં વર્તમાન સ્થિતિની તુલનાએ પોતાને વધુ ખુશ અને સંપન્ન જોઇ રહ્યા છે.

સંબંધો જાળવવામાં પંજાબ તો પરોપકારમાં લદાખના લોકો સૌથી આગળ
ખુશીનું પ્રમાણ જાણવા 5 માપદંડ પર લોકો પાસેથી માહિતી લેવાઇ. 1. કામ સંબંધી મુદ્દા- જેમ કે આવક અને ગ્રોથ. 2. પારિવારિક સંબંધો અને મિત્રતા. 3. શારીરિક અને માનસિક આરોગ્ય. 4. સામાજિક મુદ્દા અને પરોપકાર. 5. ધર્મ કે આધ્યાત્મિક જોડાણ. ખરાબ સ્કોર કરનારાં 10 રાજ્ય : જમ્મુ-કાશ્મીર, મ.પ્રદેશ, તમિલનાડુ, નાગાલેન્ડ, રાજસ્થાન, ગોવા, મેઘાલય, ઓડિશા, ઉત્તરાખંડ અને છત્તીસગઢ. આ રાજ્યોના રેન્કિંગ અનુક્રમે 27થી 36 છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો