તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • People Of AB And B Blood Groups Take Special Care In Corona, Carnivores Are More At Risk Than Vegetarians.

રિસર્ચ:AB અને B બ્લડ ગ્રુપના લોકો કોરોનામાં રાખે વિશેષ કાળજી, શાકાહારીઓની સરખામણીમાં માંસહારીઓને વધુ ખતરો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કાઉન્સિલ ઓફ સાઈન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR) એ એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું છે
  • ફાઈબર યુક્ત ડાએટ એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાથી ઈન્ફેક્શન પછી થતી ગંભીર સ્થિતિમાંથી બચાવે છે
  • O બ્લડ ગ્રુપના લોકોની ઈમ્યુન સિસ્ટમ AB અને Bની સરખામણીમાં વધુ સારી રીતે રિસપોન્સ કરે છે

કોરોનાવાઈરસનું સંક્રમણ સતત વધવાના પગલે સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. આ દરમિયાન કાઉન્સિલ ઓફ સાઈન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR) એ એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું છે. જે સંકેત આપી રહ્યું છે કે AB અને B બ્લડ ગ્રુપના લોકોને કોવિડ-19થી વધુ સંભાળીને રહેવાની જરૂરિયાત છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે બાકીના બ્લડ ગ્રુપની સરખામણીમાં AB અને B બ્લડ ગ્રુપના લોકો કોરોનાથી વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે.

O બ્લડ ગ્રુપના લોકો પર આ બીમારીની સૌથી ઓછી અસર
રિસર્ચ પેપરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે O બ્લડ ગ્રુપના લોકો પર આ બીમારીની સૌથી ઓછી અસર થઈ છે. આ બ્લડ ગ્રુપના મોટાભાગના દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે અથવા તો પછી તેમનામાં ખૂબ જ સાધારણ લક્ષણ જોવા મળ્યાં છે. આ રિપોર્ટ CSIR દ્વારા સમગ્ર દેશમાંથી એકત્રિત કરાયેલા સીરોપોઝિટિવ સર્વે પર આધારિત છે.

શાકાહારીની સરખામણીમાં માંસહારીઓને કોવિડનો ખતરો વધુ
CSIRનો આ રિપોર્ટ દર્શાવે છે કે શાકાહારી લોકોની સરખામણીમાં માંસ ખાનરાઓમાં કોવિડ-19ના ખતરાની શકયતા વધુ છે. આ દાવો સમગ્ર દેશમાંથી લગભગ 10 હજાર લોકોની સેમ્પલ સાઈઝ પર આધારિત છે. આ તમામ સેમ્પલનું એનાલિસિસ 140 ડોક્ટર્સની ટીમે કર્યું છે. તેમાં એ વાત પ્રકાશમાં આવી છે કે માંસ ખાનારા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વેજિટેરિયન લોકોથી વધુ છે અને વેજિટેરિયન ડાઈટમાં હાઈ ફાઈબર જ આ મોટા અંતરનું કારણ છે.

કઈ રીતે શાકાહારીઓને મળે છે કોવિડ સામે સુરક્ષા કવચ
ફાઈબર યુક્ત ડાએટ એન્ટી-ઈન્ફ્લેમેટરી હોય છે, તે ઈન્ફેક્શન પછી ગંભીર સ્થિતિ થવાથી બચાવી શકે છે. આ સિવાય તે ઈન્ફેક્શનને શરીર પર હુમલો કરવાથી પણ રોકી શકે છે. સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સંક્રમણના સર્વાધિક કેસ AB બલ્ડ ગ્રુપના છે. જ્યારે B બ્લડ ગ્રુપમાં કોરોના સંક્રમણની શકયતા આના કરતા થોડી ઓછી છે. O બ્લડ ગ્રુપના લોકોમાં સૌથી ઓછી સીરોપોઝિટિવિટી જોવા મળી છે.

માણસના જેનેટિક સ્ટ્રકચર પર અમુક બાબતો નિર્ભર કરે છે
આગ્રાના જાણીતા પેથોલોજિસ્ટ ડો.અશોક શર્માએ આ અંગે જણાવ્યું કે આ બધી બાબત કોઈ પણ માણસના જેનેટિક સ્ટ્રકચર પર નિર્ભર કરે છે. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે થેલેસીમિયાના લોકોને મેલેરિયા ખૂબ જ ઓછો થાય છે. એવા ઘણા કેસ જોવા મળ્યા છે કે ઘરના એક વ્યક્તિને બાદ કરતા બાકીના તમામ લોકોને કોરોના થઈ ગયો હોય. આવુ જેનેટિક સ્ટ્રકચરના કારણે જ થાય છે.

AB અને B કરતા O બ્લડ ગ્રુપ વધુ રિસપોન્સ કરે છે
ડો.શર્મા આ અંગે વધુમાં કહે છે કે એવી પણ શકયતાઓ છે કે આ વાઈરસની વિરુદ્ધ O બ્લડ ગ્રુપના લોકોની ઈમ્યુન સિસ્ટમ AB અને B બ્લડ ગ્રુપની સરખામણીમાં વધુ સારી રીતે રિસપોન્સ કરે છે. જોકે હજી આ બાબતે વધુ રિસર્ચની આવશ્યકતા છે. જોકે તેનો અર્થ એવો થતો નથી કે આ ગ્રુપના લોકો કોરોનાના પ્રતિબંધોનું પાલન કરવાનું છોડી દે. તેમણે જણાવ્યું કે O બ્લડ ગ્રુપના લોકો પણ વાઈરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત હોતા નથી અને તેમનામાં પણ જટિલ લક્ષણ વિકસિત થઈ રહ્યાં છે.

O બ્લડ ગ્રુપની ઈમ્યુનિટી સારી હોય છે તે કહેવું હજી વહેલુ ગણાશે
CSIRના સર્વે પર સિનિયર ફિઝીશિયન ડો.એસકે કાલરા કહે છે કે આ તો માત્ર સર્વેક્ષણનો એક નમૂનો છે, કોઈ સાયન્ટિફિક રિસર્ચ પેપર નથી કે જેનો રિવ્યુ થયો હોય. વૈજ્ઞાનિક સમજ વગર વિવિધ બ્લડ ગ્રુપના લોકોમાં સંક્રમણના દર કઈ રીતે નક્કી કરી શકાય છે. O બ્લડ ગ્રુપના લોકોમાં સંક્રમણ સામે લડવા માટે સારી ઈમ્યુનિટી હોય છે, તેમ કહેવું એ હજી ઘણુ વહેલું છે. આમ કહેવું તે એક ઉતાવળીયું નિવેદન કહેવાશે. તેમણે કહ્યું કે એક લાર્જ સ્કેલ પર કરાયેલા સર્વેમાં અલગ બાબતો બહાર આવી શકે છે.

મૃત્યુ વધવાને કારણે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો
ઉલ્લેખનીય છે કે બીજી લહેરે દિલ્હીથી મહારાષ્ટ્ર સુધીના લોકોને હલાવી દીધા છે. સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. પવિત્ર ગંગા નંદીમાં લાશો વહેતી જોવા મળી રહી છે. સંક્રમિત લોકોના શબને અંતિમસંસ્કાર વગર જ નદીમાં વહેવડાવવામાં આવે છે. બિહારમાં આ પ્રકારની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે.

દિલ્હીમાં પણ ગઈકાલે લગભગ 12 હજાર જેટલા કેસ નોંધાયા
જોકે ગંભીરતાની વચ્ચે સારા સમાચાર એ છે કે કોવિડના દર્દીઓનો રિકવરી રેટ ફરીથી વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં લગભગ 3.55 લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ સિવાય એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 25 હજારથી ઓછી થઈ છે. જે રાહતની વાત છે. સોમવારે ભારતમાં કોરોનાવાઈરસના કુલ 3,29,379 નવા કેસ નોંધાયા છે. તાજેતરમાં આવી રહેલા કોરોનાના કેસ મુજબ આ આંકડા એક હદ સુધી કન્ટ્રોલમાં છે. રાજધાની દિલ્હીમાં પણ ગઈકાલે લગભગ 12 હજાર જેટલા કેસ નોંધાયા.

અન્ય સમાચારો પણ છે...