તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો જમા કરાવવા હવે લોકોએ કોર્ટના ચક્કર કાપવા નહીં પડે. ઘેરબેઠા જ મેમો જમા કરાવી શકાશે. આ માટે દેશભરમાં ટ્રાફિક ઇ-કોર્ટ શરૂ કરાશે. કેન્દ્ર સરકારે આ માટે 25 રાજ્યમાં રૂ. 1,142 કરોડનું ફંડ જારી કર્યું છે. ઈ-કોર્ટ શરૂ કરવા જુલાઈ 2021 સુધીની ડેડલાઈન નક્કી કરાઈ છે.
અનેક રાજ્યોમાં ટ્રાફિક ઇ-કોર્ટ શરૂ થઈ
કેન્દ્ર સરકારે આ નિર્ણય છ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ કરાયેલી નવ ઈ-કોર્ટની સફળતા પછી લીધો છે. કોરોનાકાળમાં દેશભરમાં ટ્રાફિક કોર્ટમાં પેન્ડિંગ કેસોના ઉકેલ માટે મે 2020માં સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીમાં બે ઈ-કોર્ટની શરૂઆત કરાઈ હતી. ત્યાર પછી દેશના હરિયાણા (ફરીદાબાદ), તામિલનાડુ (ચેન્નઈ), કર્ણાટક (બેંગલુરુ), કેરળ (કોચી), મહારાષ્ટ્ર (નાગપુર, પુણે) અને આસામ (ગુવાહાટી)માં ટ્રાફિક ઇ-કોર્ટ શરૂ કરાઈ હતી. કેન્દ્રીય કાયદા મંત્રાલયના મતે, આ તમામ ઈ-કોર્ટમાં 20 જાન્યુઆરી 2021 સુધી 41 લાખથી વધુ કેસનો ઉકેલ લવાયો હતો.
ટ્રાફિક ઈ-કોર્ટ આ રીતે કામ કરે છે
જો વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોઈને મેમો ભરવાનું આવે છે, તો તે 24 કલાકમાં જ ગમે ત્યારે ઓનલાઈન ચુકવણી કરી શકે છે; તેમાંથી રસીદ પણ મળી જાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમેરાની મદદથી કોઈ વાહનચાલકનું ઓવર સ્પીડ, હેલ્મેટ નહીં પહેરવા જેવા ગુનામાં મેમો કપાય છે, તો એની માહિતી તરત ઓનલાઈન પોર્ટલમાં આવી જશે. ત્યાર પછી પોર્ટલ મેસેજ કરીને વાહનમાલિકને તે માહિતી મોકલશે. ત્યારે વાહનમાલિક મેમો ભરવા ઈચ્છતો હશે, તો તે મોબાઈલમાં મળતી લિંકથી દંડ ભરી શકશે.
ઈ-કોર્ટ માટે કયા રાજ્યની હાઈકોર્ટને કેટલું ફંડ
રાજ્ય | ફંડ (કરોડ રૂ) |
મહારાષ્ટ્ર | 125.24 |
ઉત્તરપ્રદેશ | 109.48 |
મધ્યપ્રદેશ | 74.05 |
ગુજરાત | 72.82 |
તામિલનાડુ | 70.15 |
રાજસ્થાન | 67.8 |
આસામ | 67.28 |
કર્ણાટક | 65.38 |
બિહાર | 55.82 |
પંજાબ-હરિ. | 54.13 |
ઓડિશા | 46.41 |
કોલકાતા | 37.09 |
કેરળ | 35.03 |
છત્તીસગઢ | 27.31 |
દિલ્હી | 26.8 |
ઝારખંડ | 24.25 |
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.