• Gujarati News
  • National
  • 'People Look At Stomach As If They Have Committed A Crime, We Appealed For Justice But No One Listened'

ગેંગરેપ બાદ દીકરી માતા બની:'લોકો પેટ એવી રીતે જોતા કે જાણે એણે ગુનો કર્યો હોય, અમે ન્યાય માટે અપીલ કરી, પરંતુ કોઈએ સાંભળી નહીં'

2 દિવસ પહેલા

મારી દીકરી 12 વર્ષની છે. ગેંગરેપ અને માતા બનવાનો અર્થ પણ નથી જાણતી, રમતગમતની આ ઉંમરે તેણે એક બાળકને જન્મ આપ્યો છે. બાળક ઓપરેશનથી આવ્યું છે. મારી દીકરીની હાલત સારી નથી.

આ વાર્તા ઉન્નાવના મૌરવાનની ગેંગરેપ પીડિતાની માતા જણાવે છે. ફેબ્રુઆરી 2022ના રોજ ગામના ત્રણ યુવકે તેમની દીકરી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાના 8 મહિના પછી તેણે બાળકને જન્મ આપ્યો.

ભાસ્કરની ટીમે પીડિતા, તેનાં માતા-પિતા અને તેમનું દર્દ જાણ્યું. કેવી રીતે પીડિતાએ બાળકને આઠ મહિના ગર્ભમાં ઉછેર્યો અને માતા-પિતાને સમાજનાં ટોણાં સહન કરવા પડ્યાં.

ચાલો... હવે તમને છોકરી અને તેની માતા પાસે લઈ જઈએ...

દીકરી પલંગ જેવી-તેવી રીતે પળખું ફરી રહી છે. ગમગીન અવાજમાં પીડિતા અને તેની માતા જણાવે છે, "વાત 13 ફેબ્રુઆરી 2022ની છે. મારી દીકરી સાંજે 7.30 વાગ્યે નજીકની દુકાનમાં ખાંડ લેવા ગઈ હતી. ત્યારે ગામના 3 યુવક તેને ઉપાડી કબ્રસ્તાન લઈ ગયા. ત્યાં મારી દીકરી સાથે તેમણે સામૂહિક બળાત્કાર કર્યો".

"મારી દીકરી અસ્તવ્યસ્ત હાલતમાં મોડી રાત્રે મળી. તેણે ડરતાં- ડરતાં અમને બધી વાત જણાવી. તેની હાલત જોઈ અમે ઘભરાઈ ગયા. બીજા દિવસે દીકરીના પિતા પોલીસ સ્ટેશન ગયા અને તે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે મારી દીકરીનું નિવેદન લીધું અને ત્રણેય આરોપીને જેલ ભેગા કર્યા. અમે હવસખોરને સજા મળે અને દીકરીને ન્યાય મળે એ આશાએ કામે લાગી ગયા."

ત્રણ મહિના પછી ખબર પડી કે તે ગર્ભવતી છે
માતાએ જણાવ્યું, "મારી દીકરી ગુમસૂમ બેસી રહેતી હતી. ગામના લોકો પણ તેની સામે તિરસ્કારભરી નજરે જોતા હતા. બે મહિના પછી દીકરીએ કહ્યું કે તેને પેટમાં દુખે છે. અમે નજીકના ડોક્ટર પાસે તેની દવા કરાવી. દવા ખાતી તો તેને આરામ મળતો હતો. દવાનો અસર ઊતરતાં પાછું પેટ દુખવા લાગતું હતું. ત્રણ મહિના સુધી આવું ચાલ્યું, તેને આરામ ન મળ્યો તો બીજા ડોક્ટર પાસે લઈ ગયા. હોસ્પિટલમાં તપાસ કરતાં ખબર પડી દીકરી ગર્ભવતી છે."

દીકરીનો ગર્ભપાત કરાવ્યો હોત તો તેણે જીવ ગુમાવ્યો હોત
માતાએ કહ્યું, "ગેંગરેપના દર્દથી બહાર નીકળી શક્યા નહોતા અને બીજું દુઃખ આવ્યું. અમે ડોક્ટર પાસે ગર્ભપાતની સલાહ માગી તો તેમણે કહ્યું- એવું કરવાથી તેના જીવને જોખમ છે. અમે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ તેમણે મદદ ન કરતાં હાથ ઊંચા કરી દીધા હતા. એ પછી અમે તે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું.

અમે અમારી દીકરી સાથે દર મહિને ડૉક્ટર પાસે જતા. જેમ-જેમ દીકરીનું પેટ વધી રહ્યું હતું, તેમ-તેમ તેના માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું હતું. ગામના ઘણા લોકો તેને એવી રીતે જોતા હતા કે જાણે મારી દીકરીએ કોઈ ગુનો કર્યો હોય. એટલું જ નહીં, ગામલોકો ટોણાં પણ મારતા હતા. મારી પુત્રી પીડામાં રડતી હતી અને અમે પીડા ઓછી થાય તેની રાહ જોતા હતા."

દુખાવો વધ્યો તો 8મા મહિનામાં ઓપરેશન કરાવવું પડ્યું
રડતાં-રડતાં માતા કહે છે, “8 મહિનાથી ટોણાં સાંભળી રહી છું. એક દિવસ દીકરીની હાલત અચાનક બગડી. પેટમાં સખત દુખાવો હતો, તેથી અમે તેને ઉન્નાવની હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોક્ટરોએ દીકરીનું ઓપરેશન કર્યું. તેણે એક પુત્રને જન્મ આપ્યો.

જન્મ પછી તેના દીકરાને અલગ કરી દેવાયો. યોગ્ય રીતે ઈલાજ પણ કરી શકતા નહોતા. ફરિયાદ કરી તો મારી દીકરીને કાનપુર રિફર કરવામાં આવી. અહીં કોઈ મદદ કરતું નહોતું. પોતે એક રૂપિયાનું ફોર્મ મેળવીને પ્રવેશ મેળવ્યો છે. મારી હાલત અહીં સારી નથી, દીકરી જીવન-મરણની લડાઈ લડી રહી છે.

દીકરી સલામત છે, દીકરાનું પણ ધ્યાન રાખીશ
માતા પોતાની જાતને મજબૂત કરે છે અને કહે છે, "ભગવાનનો આભાર મારી પુત્રી સુરક્ષિત છે. તેણે જે પુત્રને જન્મ આપ્યો છે, હું તેનો ઉછેર પણ કરીશ, પરંતુ અમારી માગણી ન્યાયની છે, જે આપણને મળવી જ જોઈએ."

પિતાએ કહ્યું અધિકારીઓ પાસે પણ ગયા, પરંતુ અમને ભગાડી દીધા

પીડિતાના પિતાએ કહ્યું, "જ્યારે અમને છોકરીની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ, ત્યારે અમે અન્ય બે આરોપીઓની ધરપકડ તેમજ ન્યાય અને મદદ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અપીલ કરી હતી, પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. પોલીસે પૈસા લઈ આરોપીઓને છોડી દીધા હતા. ગુનામાં 5 ગુનેગાર સંડોવાયેલા હતા. પોલીસે માત્ર ત્રણ જ ઝડપ્યા છે.

પોલીસે કહ્યું હતું કે પીડિતાએ નિવેદનમાં ત્રણ આરોપીનાં નામ આપ્યાં હતાં. તેમની પર કાર્યવાહી કરી જેલ મોકલવામાં આવ્યા છે.

પિતાએ કહ્યું, "અમે દીકરીને લઈ મહિલા આયોગ, માનવ અધિકાર આયોગ, જનતા અદાલત પણ ગયા, પરંતુ કોઈએ અમારી ફરિયાદ ન સાંભળી. IGRS પોર્ટલમાં પણ ફરિયાદ કરાઈ, પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ ન મળ્યો"

અન્ય સમાચારો પણ છે...