તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • People Lined Up To Get Vaccinated In Chhindwada, The Crowds Rushed Together And Some Rituals Fell.

મધ્યપ્રદેશ:છિંદવાડામાં વેક્સિન લેવા માટે લોકોએ પડાપડી કરી, ટોળાંએ એક સાથે દોટ મૂકતાં કેટલાક રીતસરના પડી ગયાં

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના છિંદવાડામાં વેક્સિન લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. છિંદવાડામાં 1થી 3 જુલાઈ સુધી ખાસ વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં સરકાર દ્વારા માત્ર 250 વેક્સિનના ડૉઝ આપવામાં આવ્યા હતાં, પણ સેન્ટરની બહાર 1000 લોકો ભેગા થઈ ગયાં હતાં. જેને લીધે વેક્સિનેશન સેન્ટરના કર્મચારીઓએ હોલનું શટર બંધ કરી નાખ્યું હતું. આ પછી લોકોએ હોબાળો કરતાં હોલનું શટર ખોલી દેવામાં આવ્યું હતું અને શટર ખુલતાં જ ભાગમભાગના દૃશ્યો સર્જાયા હતા. આ વીડિયો હોલમાં હાજર એક વ્યક્તિએ તેના મોબાઇલમાં કેદ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...