તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • People Are Worshiping The Snake As An Incarnation Of Bholanath, Crowds Flock To See It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર:સાપને ભોળાનાથનો અવતાર માનીને પૂજા કરી રહ્યા છે લોકો, દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગામલોકોનું કહેવું છે કે સાપે રસ્તાની બાજુમાં માટીમાં દર બનાવ્યું છે. જ્યાંથી દરરોજ બપોરના બાર વાગ્યે સાપ દરમાંથી બહાર આવે છે. જ્યાં લોકો તેની પૂજા કરે છે. - Divya Bhaskar
ગામલોકોનું કહેવું છે કે સાપે રસ્તાની બાજુમાં માટીમાં દર બનાવ્યું છે. જ્યાંથી દરરોજ બપોરના બાર વાગ્યે સાપ દરમાંથી બહાર આવે છે. જ્યાં લોકો તેની પૂજા કરે છે.

બિહારના કૈમૂરથી એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સાપને ભોળાનાથનો અવતાર માનીને લોકો તેનું પૂજા કરવા લાગ્યા છે. આ સમાચાર લોકો સુધી પહોંચતાની સાથે જ લોકોમાં વિશ્વાસ અને અંધવિશ્વાસ સાથે પૂજન-અર્ચન શરૂ થઈ ગયું. સમાચાર ફેલાતાની સાથે જ સાપને જોવા માટે ગામલોકોની ભીડ ઉમટી પડી હતી.

સ્થિતિ એ છે કે કોઈ સાપને અગરબત્તી કરી રહયું છે તો નજીકમાં બેસેલી કેટલીક મહિલાઓ ભજન કીર્તન કરી રહી છે. એટલું જ નહીં, 50 થી 60 કિલોમીટર દૂરથી લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે.

આ ઘટના કૈમૂર જિલ્લાના નુઆન્વના સતોએવતી ગામની છે. લોકો કહે છે કે છેલ્લા એક અઠવાડિયાથી સાતોએવતી પાવર ગ્રીડની સામે રસ્તાના કિનારે માટીમાં બનેલા એક દરમાંથી એક મોટો સાપ નીકળે છે.

લોકો આ સાપ દેવતાની ભોળાનાથના અવતાર રૂપે પૂજા=અર્ચના કરી રહ્યા છે. કોઈ સાપને સ્પર્શ કરીને નમન કરી રહ્યું છે તો કોઈ તેને દૂધ પીવડાવી રહ્યા છે, અને સારા મંગળ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાં મેળા જેવુ વાતાવરણ બન્યું છે. મહિલાઓ, પુરુષો, બાળકો સાથે ઘણા લોકો ત્યાં પહોંચી રહ્યા છે.

ગામલોકોનું કહેવું છે કે નાગ દેવતાએ રસ્તાની બાજુમાં માટીમાં દર બનાવ્યું છે. જ્યાંથી દરરોજ બપોરના બાર વાગ્યે નાગ દેવતા દરમાંથી બહાર આવે છે. જ્યાં લોકો તેની પૂજા કરે છે. કેટલાક લોકો તેમના પર પ્રસાદ પણ ચઢાવે છે. તેને દૂધ પણ ચઢાવે છે. કેટલાક લોકો સ્પર્શ કરીને નમન કરે છે. છેલ્લા એક અઠવાડિયાથી તે દરરોજ નીકળે છે, અને પછી ત્રણ વાગ્યે તે પાછા દરમાં જાય છે. સાપે હજી સુધી કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. એક જ અઠવાડિયાથી દરરોજ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો