ડેટા પ્રોટેક્શન બિલ:કંપનીઓ પર પેનલ્ટી 13 ગણી વધારાઈ, બાળકોના ડેટા પર રૂ. 100 કરોડનો દંડ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધારેલો મુસદ્દો તૈયાર, ટૂંક સમયમાં જાહેર કરાશે
  • ડેટા લીક ન રોકી શકતા 200 કરોડ રૂપિયાનો દંડ

ગ્રાહકોનો પર્સનલ ડેટા સાચવતી અને તેને પ્રોસેસ કરતી કંપનીઓ જો આ ડેટાને લીક થતા રોકવા માટે યોગ્ય સુરક્ષા ઉપાયો કરવામાં નિષ્ફળ રહે તો તેમના પર 200 કરોડ રૂ.નો દંડ થઇ શકે છે. જોકે આ દંડ કંપનીને સુનાવણીની તક આપી તેનો પક્ષ જાણી લીધા બાદ ફટકારાશે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલના સુધારેલા મુસદ્દામાં આ પ્રસ્તાવ સામેલ કરાયો છે.

જો કંપની ખાનગી ડેટા ઉલ્લંઘન મામલે પ્રભાવિત લોકોને સમયસર ન બચાવી શકે તો તેના પર 150 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ રીતે બાળકોના ખાનગી ડેટાને પણ સુરક્ષિત ન રાખતી કંપનીને 100 કરોડ રૂ.નો દંડ ફટકારી શકાય છે. અગાઉના બિલના ગત પ્રસ્તાવમાં ડેટા ઉલ્લંઘન મામલે કંપની પર 15 કરોડ રૂ. કે કંપનીના વાર્ષિક ટર્નઓવરના 4%માંથી જે વધુ હોય તે દંડની જોગવાઈ રખાઈ હતી.

સુધારેલા મુસદ્દામાં આ રકમ 13 ગણી વધારાઈ છે. આ બિલ ફક્ત ખાનગી ડેટાના સુરક્ષા ઉપાયોનો સામનો કરશે અને એવો ડેટા જેમાં કોઈ વ્યક્તિની ઓળખ જાહેર થતી નથી તેના બિનજરૂરી ખાનગી ડેટા તેના દાયરાથી બહાર રહેશે. નવા બિલમાં એપ કે વેબસાઇટની મદદથી એકત્રિત કરાયેલા ડિજિટલ ડેટાનો સામનો કરવાનો પ્રસ્તાવ પણ છે. સરકાર આગામી બજેટ સત્રમાં આ બિલને રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સુધારેલા બિલમાં કંપનીઓના ડેટા એકત્રિત કરવાની મર્યાદા પણ નક્કી કરાશે.કંપનીઓને એવો અધિકાર નહીં રહે કે તે હંમેશા માટે ડેટા તેની પાસે રાખે. કંપનીએ તેનો શરૂઆતનો ઉદ્દેશ્ય પૂર્ણ થયા બાદ સ્ટોરેજથી એ ડેટાને ડિલીટ કરવો પડશે. ઈન્ટરમીડિયરના નિયમનને પણ આ બિલમાં સામેલ નથી કરાયું. આ બિલ ઉપકરણોના નિયમન કે હાર્ડવેરના ટેસ્ટિંગ કે સર્ટિફિકેશનનો પણ ઉપાય નહીં કરે. કુલ મિલાવીને આ બિલની મદદથી ટેક સ્ટાર્ટઅપનું પાલન સરળ થશે.

સંયુક્ત સમિતિએ 81 સુધારાના પ્રસ્તાવ આપ્યા હતા
સુધારેલા બિલને અંતિમ રૂપ આપી દેવાયો છે. સામાન્ય અભિપ્રાય જાણવા માટે બિલનો અંતિમ મુસદ્દો ચાલુ અઠવાડિયે જાહેર કરવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ 3 ઓગસ્ટે લોકસભામાંથી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2021 પાછી ખેંચી લીધું હતું. બિલ 11 ડિસેમ્બર 2019માં રજૂ કરાયું હતું. ત્યારે તેને સંયુક્ત સમિતિ સમક્ષ મોકલી દેવાયું હતું. સમિતિએ 81 સુધારા અને 12 ભલામણનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે સંસદમાં કહ્યું હતું કે ડિજિટલ અર્થતંત્રના વ્યાપક કાયદાકીય માળખા માટે નવો સંપૂર્ણ કાયદો લવાશે.

અન્ય સમાચારો પણ છે...