જાસૂસી કેસમાં તપાસ:પેગાસસનો ભોગ બનેલા લોકોને સુપ્રીમ કોર્ટની ટેકનિકલ સમિતિએ કહ્યું- 7 જાન્યુઆરી સુધીમાં અમારો સંપર્ક કરો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેગાસસ જાસૂસી કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા રચના કરાયેલી ટેકનિકલ સમિતિએ રવિવારે જાહેર જનતાને જાણ કરી હતી કે જાસૂસીથી તંગ લોકો સામે આવે અને સમિતિનો સંપર્ક કરે. સમિતિએ અપીલ કરી છે કે લોકો એવા નક્કર કારણ કહે કે જેથી તેમને એવું કેમ લાગે છે કે તેમનો મોબાઈલ પેગાસસથી વાઈરસના આક્રમણની અસર ધરાવે છે. આ સાથે જ એવું પણ પૂછ્યું છે કે ટેકનિકલ સમિતિને પોતાના મોબાઈલની તપાસ કરવાની મંજૂરી આપવા માગે છે.

કેટલાક અખબારોમાં રવિવારે અધિસૂચનામાં કહ્યું કે કોઈપણ એવી વ્યક્તિ જેને લાગે છે કે તેમનું ઉપકરણ ઈઝરાયલના NSO ગ્રુપના જાસૂસી સોફ્ટવેર પેગાસસથી અસરગ્રસ્ત છે, તો તેઓ 7 જાન્યુઆરી,2022 અગાઉ ટેકનિકલ સમિતિ સમક્ષ ઈમેલ મારફતે જાણકારી આપી શકે છે.

જો સમિતિને લાગે છે કે કોઈના મોબાઈલમાં વાઈરસના આક્રમણની આશંકા છે તો તેની તપાસ કરવી આવશ્યક છે, આ સંજોગોમાં સમિતિ તે વ્યક્તિનો સંપર્ક કરી તેમના ઉપકરણની તપાસ માટે અનુરોધ કરી શકે છે. કોઈ વ્યક્તિ તપાસ માટે ઉપકરણ સમિતિ સમક્ષ આપે છે તો વ્યક્તિને રસીદ આપવામાં આવશે. ઉપકરણ જમા કરાવવાની જગ્યા દિલ્હી રહેશે.