તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP સુપ્રીમો મહેબૂબા મુફ્તીએ એક વીડિયો જાહેર કરીને તેમને નજરકેદ કરવાનો આરોપ લગાવ્યો છે. મહેબૂબાએ કહ્યું કે નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ અતહર મુશ્તાકના પરિવાર સાથે મુલાકાત કરવાના પ્રયાસ દરમિયાન તેમને હંમેશાની જેમ જ નજરકેદ કરી લેવામાં આવ્યા છે, સરકારના કેટલાક લોકો મારા ઘરે આવ્યા અને મને બહાર જવાથી અટકાવવામાં આવી. મે જ્યારે તેમને આ બાબતનું કારણ પૂછ્યું તો ત્યારે તેમને મૌન ધારણ કર્યું હતું.
મહેબૂબાએ કહ્યું કે ફરી એકવાર એક નિર્દોષ અતહરની હત્યા કરવામાં આવી. હું તેના પરિવારને મળવા માંગટી હતી, પરંતુ તે પહેલાં જ મારા ઘરે સરકારના અધિકારીઓ પહોંચી ગયા અને મને બહાર જતા અટકાવી હતી. જ્યારે અતહરના પિતાએ તેમના પુત્રના મૃતદેહની માંગણી કરી, ત્યારે વહીવટીતંત્રએ તેમની સામે આતંકવાદ વિરોધી કાયદો (UAPA) હેઠળ કેસ દાખલ કર્યો.
એક તસવીરને શેર કરતા મહેબૂબાએ કહ્યું કે કાશ્મીરમાં દમનનું શાસન છે, જેને ભારત સરકાર દેશના બાકીના ભાગોથી છુપાવવા માંગે છે. એક 16 વર્ષનો યુવાનની હત્યા કરવામાં આવે છે અને પરિવારને અંતિમ સંસ્કાર કરવાના અધિકાર અને મૃતદેહ સોંપવાની માંગણી કરવા પર તેમની સામે કેસ કરવામાં આવે છે.
મહેબુબાએ 2.06 મિનિટનો વીડિયો જાહેર કર્યો
મહેબૂબાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો છે. 2.06 મિનિટના આ વીડિયોમાં કેટલાક અધિકારીઓ મહેબૂબાના ઘરે આવે છે. જ્યારે મહેબૂબા ઘરની બહાર નીકળે છે તો તેમને અટકાવવામાં આવે છે.મહેબૂબા અધિકારીઓને પોતાને અટકાવવા બાબતે કારણ પૂછે છે. આ સિવાય મહેબૂબા અધિકારીઓને ઘણા પ્રશ્નો પણ પૂછી રહી છે.
Placed under house arrest as usual for trying to visit the family of Athar Mushtaq killed allegedly in a fake encounter. His father was booked under UAPA for demanding his dead body. This the normalcy GOI wants to showcase to the EU delegation visiting Kashmir. pic.twitter.com/xFkcqTGQyV
— Mehbooba Mufti (@MehboobaMufti) February 13, 2021
14 મહિના સુધી રહી નજરકેદ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરી લેવામાં આવી હતી. ગયા વર્ષે 27 નવેમ્બરના રોજ તેને મુક્ત કરવામાં આવી છે. તે 14 મહિના સુધી નજરકેદ રહ્યા. કાશ્મીર ઝોન પોલીસે આ કેસમાં ટ્વીટ કરી જણાવ્યું હતું કે મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા નથી પરંતુ સુરક્ષા કારણોસર તેમને પુલવામા પ્રવાસ રદ કરવાની અપીલ કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.