તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Pawar Is The Only Omnipotent Leader Of Opposition From Kashmir To Kanyakumari, It Is Difficult For Rahul To Bring All Parties Together

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુ પવાર UPA ના અધ્યક્ષ બનશે:પવાર કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિપક્ષના એકમાત્ર સર્વમાન્ય નેતા છે, રાહુલ માટે તમામ પક્ષોને એક સાથે લાવવા મુશ્કેલ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
80 વર્ષિય શરદ પવાર અત્યારે NCPના પ્રમુખ છે. શિવસેનાએ તાજેતરમાં જ પવારને UPA અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી - Divya Bhaskar
80 વર્ષિય શરદ પવાર અત્યારે NCPના પ્રમુખ છે. શિવસેનાએ તાજેતરમાં જ પવારને UPA અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. સૌથી લાંબા સમય સુધી દેશની સત્તા પર રહેનાર કોંગ્રેસ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓમાં ફક્ત 52 બેઠક જ જીતી શકી હતી. એટલું જ નહીં, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ના નૈતૃત્વ હેઠળના કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને બદલવાની માંગ શરૂ થઈ ગઈ છે. શિવસેના સોનિયા ગાંધીની જગ્યાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને UPAના અધ્યક્ષ બનાવવા ઈચ્છે છે. તેને લઈ શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ગતિરોધ જોવા મળી રહ્યો છે.

જોકે, એક દિવસ અગાઉ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં શરદ પવારે UPAનું નૈતૃત્વ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. એક મરાઠી ચેનલ સાથે વાત કરતા પવારે કહ્યું કે હું UPA અધ્યક્ષના પદ માટે ઈચ્છતો નથી. મારી પાસે એટલો સમય નથી અને મને આ માટે કોઈ ઈચ્છા નથી. આ ઉપરાંત અમારા તરફથી આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી.

જોકે, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી શરદ પવાર UPAમાં સર્વસામાન્ય નેતા છે. તેમના કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કે જો તેમનું નામ સામે આવશે તો કોંગ્રેસની અંદરથી જ તેમને સમર્થન આપવા અનેક લોકો આગળ આવશે.

પવારના વ્યક્તિગત રીતે તમામ રાજકીય પક્ષોના નેતા સાથે સંબંધ
મહારાષ્ટ્રના રાજકારણ અંગે સારી માહિતી ધરાવતા સિનિયર જર્નાલિસ્ટ સુકરત કરંદીકરે કહ્યું કે શરદ પવારે આમ તો UPAનું નૈતૃત્વ સંભાળવાથી ઈન્કાર કર્યો છે, પણ જો તેમની યોગ્યતા અંગે વાત કરવામાં આવે તો કાશ્મીરથી તમિલાડુ અને મહારાષ્ટ્રથી પશ્ચિમ બંગાળ સુધી વિપક્ષના એકમાત્ર નેતા છે, જેમના સંબંધ તમામ વિપક્ષી દળોના વડાઓ સાથે વ્યક્તિગત રીતે ખૂબ જ સારા છે. તેમા ફારુક અબ્દુલ્લાથી લઈ મમતા બેનર્જી તથા દક્ષિણમાં એમકે સ્ટાલિનનો સમાવેશ થાય છે. આ તમામ પ્રાદેશિક રાજકીય પક્ષો શરદ પવારના નામને લઈ ઈન્કાર કરી શકે તેમ નથી.

પવાર તમામ પક્ષોમાં તાલમેલ સેટ કરવામાં કુશળ
કરંદીકર વધુ જણાવે છે કે UPAને એક એવા નેતાની જરૂર છે,જે અન્ય પક્ષો સાથે તાલમેલ બેસાડવામાં કુશળ હોય. શરદ પવાર આ રીતે કુશળ માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં ગઠબંધન સરકાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમા અલગ-અલગ વિચારધારા હોવા છતાં કોંગ્રેસ-શિવસેના એક મંચ પર છે.

રાહુલના નૈતૃત્વનો સૌ સ્વીકાર કરી શકે તેમ નથી
સુકરત કહે છે કે સોનિયા ગાંધી બાદ જો રાહુલ ગાંધી UPAના અધ્યક્ષ બનશે તો તે વિપક્ષના અનેક મોટા નેતાઓને સ્વીકાર્ય નહીં હોય. આ ઉપરાંત જે પણ પ્રાદેશિક પક્ષ UPAનો હિસ્સો છે તેમના મુખ્ય નેતા એક વિસ્તાર પુરતા મર્યાદિત છે અથવા વિચારધારાથી દેશમાં સર્વમાન્ય નથી. પવાર પાસે કેન્દ્રથી લઈ રાજ્ય સુધીના કાર્યો કરવાનો 40 વર્ષથી વધારે અનુભવ છે. આ સંજોગોમાં UPA અધ્યક્ષ પદની પહેલી પસંદગી બની શકે છે.

શરદ પવારના નામ પર કોંગ્રેસનું વલણ અલગ
શિવસેનાએ સામનામાં બે વખત શરદ પવારને UPAના પ્રમુખ બનાવવાની માંગ ઉઠાવ્યા બાદ કોંગ્રેસે આ પ્રકારની નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના સિનિયર લીડર પી.ચિદમ્બરે કહ્યું હતું કે મને નથી લાગતુ કે પવારે વ્યક્તિગત રીતે UPAના અધ્યક્ષ બનવા ઈચ્છશે, કારણ કે આ બાબત અંગે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જ્યારે પણ ગઠબંધનના પક્ષોની બેઠક યોજાય છે તો સ્વભાવિક રીતે એવી વ્યક્તિ જ અધ્યક્ષતા કરે છે કે જે સૌથી મોટા રાજકીય નેતા હોય છે. આમ પણ અમે પ્રધાનમંત્રી પદ માટે કોઈની પસંદગી કરી રહ્યા નથી. મારા મતે UPA ચેરમેન અથવા ચેરપર્સન જેવી કોઈ વસ્તુ નથી.

કોંગ્રેસ નેતા જ UPA અધ્યક્ષ
ભૂતપુર્વ નાણાં મંત્રી ચિદમ્બરમે કહ્યું કે UPA ની બેઠક જરૂરી છે. જો અમારો પક્ષ ગઠબંધન પક્ષોની બેઠક બોલાવે છે તો સ્વભાવિક છે કે અમારા જ નેતા અધ્યક્ષતા કરશે. ગઠબંધનમાં સામેલ પક્ષો એકબીજાનો સહયોગ કરે તે જરૂરી છે. દેશમાં તેને મજબૂત બનાવવામાં આવે. અન્ય પક્ષો પણ બેઠક બોલાવી શકે છે. કોંગ્રેસ તેમા ભાગ લેશે. જોકે, જો કોંગ્રેસ બેઠક બોલાવે છે તો પછી તેના નેતા જ અધ્યક્ષતા કરશે. UPAમાં 9 અથવા 10 પક્ષ છે. કોંગ્રેસ તેમા સૌથી મોટો પક્ષ છે.લોકસભા અને રાજ્યસભામાં અમારા 95થી 100 સાંસદ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો