• Gujarati News
  • International
  • Patrolling By Drones, Fighter Jets In Arunachal Pradesh; Monitoring Of Radar And Electronic Emission Value Data

તવાંગ અથડામણ બાદ ચીને એક્ટિવિટી વધારી:અરૂણાચલ પ્રદેશમાં ડ્રોન, ફાઈટર જેટ્સ દ્વારા પેટ્રોલિંગ; રડાર અને ઇલેક્ટ્રોનિક એમિશન કિંમતી ડેટાનું મોનિટરિંગ

એક મહિનો પહેલા

9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સેના સાથેની અથડામણ બાદ ચીને નોર્થ-ઈસ્ટ સરહદ નજીકના તેના એરબેઝ પર ગતિવિધિ વધારી દીધી છે. ચીને અહીં ફાઈટર જેટ્સ અને ડ્રોનની સંખ્યામાં વધારો થયો છે. મેક્સર ટેક્નોલોજીની સેટેલાઈટ ઈમેજમાં ચીનની ગતિવિધિઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીને બાંગદા એરબેઝ પર સોરિંગ ડ્રેગન ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન સેટેલાઈટ તસવીરમાં જોવા મળી રહ્યું છે. બાંગદા એરબેઝ અરુણાચલ બોર્ડરથી માત્ર 150 કિસોમીટર દૂર છે. આ પછી ભારતીય એરફોર્સે પણ ગુરુવાર અને શુક્રવારે યુદ્ધ અભ્યાસ કર્યો હતો.

આ પહેલા 11 ડિસેમ્બરના રોજ અમેરિકન રક્ષા વેબસાઈટ વોર ઝોને સેટેલાઈટ તસવીર જાહેર કરી હતી, જેમાં તિબેટના શિગાત્સે પીસ એરપોર્ટ પર 10 ચીની એરક્રાફ્ટ અને 7 ડ્રોન જોવા મળ્યા હતા. તિબેટમાં ન્યિંગચી, શિગાત્સે અને નાગરીમાં 5 એરપોર્ટ છે અને તે ભારત-નેપાળ સરહદની નજીક છે. ચીને ગયા વર્ષે લ્હાસાથી ન્યિંગચી સુધી બુલેટ ટ્રેન શરૂ કરી હતી. તે અરુણાચલની નજીક છે.

એરબેઝ પર અત્યાધુનિક ડ્રોન કર્યા તહેનાત
અરુણાચલ પ્રદેશ સરહદથી 150 કિમી ઉત્તરપૂર્વમાં ચીનના બાંગડા એરબેઝના ફોટામાં અત્યાધુનિક WZ-7 'સોરિંગ ડ્રેગન' ડ્રોન જોવા મળે છે. 'Soaring Dragon', સત્તાવાર રીતે 2021માં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું, જે 10 કલાક નોન-સ્ટોપ ઉડી શકે છે, તે જાસૂસી, દેખરેખ અને સર્વેક્ષણ કાર્યો માટે બનેલું છે અને ડેટા ટ્રાન્સમિટ પણ કરી શકે છે, જેથી ક્રુઝ મિસાઇલો જમીન લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ બની શકે.

ભારત આ પ્રકારના ડ્રોનને ઓપરેટ નથી કરતું
ભારતીય સશસ્ત્ર દળો માટે ડ્રોનની નવી પેઢી વિકસાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે કામ કરતી કંપની ન્યૂસ્પેસના સમીર જોશી (ભૂતપૂર્વ IAF ફાઇટર પાઇલટ) કહે છે, "તેમનું ઇન્ડક્શન અને તેનો ઓપરેશનલ ઉપયોગ સૂચવે છે કે સંપૂર્ણ સક્રિય અને સંપૂર્ણ રીતે કાર્યરત નેટવર્ક છે. અક્સાઈ ચીન અને મેકમોહન લાઇનની આસપાસ ઉત્તરપૂર્વ ભારતીય ક્ષેત્રમાં ચાલી રહેલા મિશનને સમર્થન આપવા માટે સ્થાપના કરવામાં આવી છે." બીજા શબ્દોમાં કહીએ તો, ચાઇનીઝ ડ્રોન એક સંકલિત સિસ્ટમનો ભાગ છે જે વાયુસેનાને વાસ્તવિક સમયના આધારે ભારતીય ગ્રાઉન્ડ પોઝિશનને ચોક્કસ રીતે ટ્રેક કરવામાં મદદ કરે છે. આ સ્થાનોને પછી મિસાઇલો અને અન્ય શસ્ત્રોથી સજ્જ અન્ય ડ્રોન
અથવા ફાઇટર એરક્રાફ્ટ દ્વારા નિશાન બનાવી શકાય છે.

બાંગદા એરબેઝની આ 14 ડિસેમ્બરની તસવીરમાં બે ફ્લેન્કર પ્રકારના ફાઇટર જેટ પણ ફ્લાઇટ લાઇન પર જોવા મળે છે. આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેના દ્વારા ઉડાડવામાં આવેલા રશિયન બનાવટના સુખોઈ Su-30MKI ફાઈટર જેટ્સના ચીની બનાવટના પ્રકારો છે.

ભારતીય એક્ટિવિટીનું મોનિટરિંગ
તિબેટ વિસ્તારમાં વધતા ચીની સેના ઇન્સ્ટોલેશન પર બાજ નજર રાખનાર ફોર્સ એનાલિસિસિ સાથે જોડાયેલા પ્રમુખ સૈન્ય વિશ્લેષકનું કહેવું છે, 'અન્ય હાલની રિપોર્ટ્સની સાથે સાથે ઉપગ્રહની તસવીરોમાં જોવા મળેલા પ્લેટફોર્મ લાંબા સમય સુધી ટકેલા પ્લેટફોર્મની એક વ્યાપક સિરીઝ જાહેર કરે છે, જેનો ઉપયોગ ચીન દ્વારા ભારતીય એક્ટિવિટીને મોનિટરિંગ કરવા અને ધ્યાન ભટકાવવા માટે કરી શકાય છે. આ વિસ્તારમાં ચીનની હવાઈ યુદ્ધ ક્ષમતામાં સુધારાને કારણે ખાસ કરીને ભારતીય એરફોર્સ પર મોટી અસર પડશે અને તે કેવી રીતે ભવિષ્યના જોખમ માટે પોતાને તહેનાત કરે છે...'

બાંગડાની તસવીરો ગત સપ્તાહની તે સમયની છે જ્યારે IAF પણ અરુણાચલ પ્રદેશમાં એક મોટી હવાઈ અભ્યાસમાં વ્યસ્ત હતું, અને તેનાથી સંકેત મળે છે કે ચીન ભારતીય યુદ્ધ ક્ષમતાઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે, IAFની વ્યૂહરચનાનું મૂલ્યાંકન કરી રહ્યું છે, અને ભારતીયોને રડાર અને ઇલેક્ટ્રોનિક એમિશનો, કિંમતી ડેટાની ઓળખ કરી રહ્યું છે, જેને વાસ્તવમાં યુદ્ધની સ્થિતિમાં IAF વિરૂદ્ધ ઉપયોગ કરી શકાય છે.

ચીનની સૈન્ય હવાઈ એક્ટિવિટી એવા સમયે વધી છે જ્યારે અરુણાચલ પ્રદેશના યાંગત્સે વિસ્તાર (તવાંગ સેક્ટર)માં હિંસક અથડામણ થઈ છે અને 9 ડિસેમ્બરે ભારતીય જવાનો દ્વારા ચીની સેનાના ઉંચાઈ પર સ્થિત એક પોસ્ટ કબજે કરવાની યોજનાને નિષ્ફળ કરવામાં આવી હતી. સંસદમાં આપેલા એક નિવેદનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે આને ચીન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 'સ્થિતિને બદલવાનો એકપક્ષીય પ્રયાસ' ગણાવ્યો હતો, જેને બીજા શબ્દોમાં ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીનો પ્રયાસ કહી શકાય છે. અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા, જો કે ઘાયલોની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ નથી કરવામાં આવી.

તણાવ બાદ ચીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું

2020માં ભારતની સાથે બોર્ડર પર તણાવ શરૂ થયા બાદથી ચીન દ્વારા પોતાના એરબેઝ અને હવાઈ ઉપકરણ, જેમાં ફાઈટર પ્લેન, ટ્રાન્સપોર્ટ વિમાન, ડ્રોન, ઇલેક્ટ્રોનિક યુદ્ધના સાધનો તથા ટોહી વિમાન સામેલ છે, ચોંકાવનાર છે. ત્યારથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે રેલવેલાઈન ઉપરાંત તિબેટમાં હવાઈ સુરક્ષા, હેલિપોર્ટ વગેરેનો વ્યાપક વિકાસ કરવામાં આવ્યો છે.

ભારતીય સરહદ પર ચીનની સૈન્ય અને સંબંધિત માળખાકીય સુવિધાઓની પ્રગતિનું દસ્તાવેજીકરણ તૈયાર કરનાર ઇન્ટેલ લેબ સાથે જોડાયેલા તલવીરોના વિશ્લેષક ડેમિયન સાઇમનનું કહેવું છે, 'છેલ્લા કેટલાક વર્ષોથી અમે ભારતીય સરહદે ચીનની હવાઈ તાકાતના વિસ્તાર પર નજર રાખી રહ્યા છીએ, એરબેઝનો વિસ્તાર અને નવીનીકરણ થતા જોયું છે, અને નવા એરપોર્ટ અને હેલીપોર્ટ્સ બનતા જોયા છે... આ વિકાસ છેલ્લાં વર્ષોમાં અભૂતપૂર્વ લેવલે વધ્યો છે, નવા સપ્લાય રૂટ બનાવવામાં આવી રહ્યા છે અને તિબેટ અને પૂર્વ લદ્દાખમાં ચીની સેના માટે કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે.'

આ રિપોર્ટમાં તસવીરો ત્રણ મુખ્ય એરબેઝ - બાંગડા (અરુણાચલ સરહદથી 150 કિમી), લ્હાસા (સરહદથી 260 કિમી) અને શિગાત્સે (સિક્કિમ સરહદથી 150 કિમી).ના વિકાસને દર્શાવે છે. લ્હાસામાં બીજા રનવેના નિર્માણ સહિત ચાલી રહેલી એક્ટિવિટીના પુરાવા સ્પષ્ટ છે.

એક્સપર્ટના કહેવા મુજબ 'સંખ્યામાં વધારાની સાથે સાથે ફાઇટર જેટ્સ અને એરફિલ્ડની ગુણવત્તા અને માનવરહિત હવાઈ વાહનો (UAV)ના એકીકરણ સાથે, ચીની વાયુસેના તે ફાયદાને હાંસલ કરવા જઈ રહી છે, જે વર્ષો સુધી ભારતીય એરફોર્સ પાસે રહ્યો છે.'

ભારતીય ફાઈટર જેટ્સને અટકાવવાનો પ્લાન

ભારત તેજપુર, મિસામારી, જોરહાટ, હાશિમારા અને બાગડોગરા સહિત આસામ અને બંગાળના મેદાનોમાં પ્રમુખ એરબેઝનું સંચાલન કરે છે. દાયકાઓથી, આ બેઝ પરથી કામ કરનાર ભારતીય ફાઈટર જેટ્સને ચીની ફાઈટર જેટ્સ પર ફાયદો હતો, કારણ કે તેઓ મિસાઇલો, બોમ્બ અને ઈંધણ સાથે ઉડાન ભરી શકતા હતા, જ્યારે તિબેટની ઊંચાઈને કારણે ચીની જેટને ટેક-ઓફ દરમિયાન ગંભીર વજન નિયંત્રણો સાથે સંઘર્ષ કરવો પડતો હતો. એવું લાગતું હતું કે વાસ્તવિક યુદ્ધની સ્થિતિમાં, ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ પાસે વધુ સારા વેપન હશે, અને તેઓ ચીનના વિમાનો કરતાં વધુ સમય સુધી ઉડાન ભરી શકશે.

એક્સપર્ટના કહેવા અનુસાર, હવે આ ફાયદો ઝડપથી ઘટી શકે છે, કારણ કે ચીન તિબેટમાં તેની સંપૂર્ણ એર ડિફેન્સ સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે.આનો અર્થ એ થયો કે ભારતીય એરફોર્સના જેટ તિબેટની બહાર કાર્યરત ચીની ફાઇટર ફોર્મેશન દ્વારા ભારતીય ફાઈટર જેટ્સને અટકાવવાની શક્યતા પહેલા કરતા વધુ છે.

ભારત પાસે જરૂરિયાત કરતા ઓછા સ્કવોડ્રન

ભારતીય વાયુસેનાને ગયા અઠવાડિયે ફ્રાન્સ પાસેથી કરાર કરાયેલા 36 રાફેલ ફાઇટર જેટમાંથી છેલ્લું પણ મળી ગયું છે, મિગ-21 જેવા વિમાનને કારણે તેની ઘટતી સ્ક્વોડ્રન તાકાત વિશે વારંવાર ચેતવણી આપી છે. IAF પાસે 42 સ્ક્વોડ્રન (લગભગ 18 એરક્રાફ્ટ પ્રતિ સ્ક્વોડ્રન)ની મંજૂર સંખ્યા છે, પરંતુ હાલમાં માત્ર 32 સ્ક્વોડ્રન છે, જે જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે. એરક્રાફ્ટના ઓર્ડર અને ફોર્સમાં સામેલ કરવાની વર્તમાન ગતિને જોતાં આ વાતની સંભાવના ઓછી છે કે ભારત આગામી દાયકામાં પોતાની જરૂરિયાતનોને પૂરી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...