• Gujarati News
  • National
  • Patna Lab Technician Nishi Pandey Did More Than 50000 Tests Working Without Weekly Off In Corona Period

સેલ્યૂટ... સતત 335 દિવસ ફરજ નિભાવી:બે બાળકોને માતા-પિતા પાસે મૂકીને 50 હજારથી વધુ ટેસ્ટ કર્યા; કહ્યું-12 કલાક PPE કીટ પહેરીને શરીર થાકે છે, મન નહીં

પટના5 મહિનો પહેલાલેખક: બૃજમ પાંડેય
  • કૉપી લિંક

બિહારનાં પટનાની લેબ ટેક્નીશિયન નિશી પાંડેએ સતત 11 મહિના એટલે કે 335 દિવસ સુધી એકપણ રજા લીધા વગર (અત્યારસુધી એણે સાપ્તાહિક રજાઓ પણ નથી લીધી) ફરજ બજાવી છે. બિહારનાં આરોગ્ય વિભાગે આની પ્રતિભાને ધ્યાનમાં રાખીને કોરોનાની ડ્યૂટીમાં લગાવી હતી. નિશીને પણ આ કાર્ય દ્વારા લોકોની સેવા કરવાની તક મળી હતી. નિશી છેલ્લા 1 વર્ષથી દરરોજ 10 થી 12 કલાક PPE કીટ પહેરીને લોકોનાં RTPCR અને એન્ટિજન ટેસ્ટ કરે છે.

અત્યારસુધી 50 હજારથી વઘુ ટેસ્ટ કરી ચૂકી છે
નિશી પાંડેએ 2010માં પટનાનાં પંડારક PSCને જોઈન કર્યું હતું. પરંતુ જેવી કોરોના મહામારીની શરૂઆત થઈ, આમને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી તરફથી ડેપ્યૂટેશન પર પટના ટ્રાન્સફર કરી દીધી હતી. નિશી પટનાનાં ગાર્ડિનર હોસ્પિટલમાં લોકોનાં ટેસ્ટ કરી રહી હતી. તેઓ દરરોજ 200 લોકોનાં સ્વેબ લઈને લેબમાં મોકલતી હતી. નિશીનાં જણાવ્યા પ્રમાણે તેણીએ અત્યારસુધી 50 હજાર ટેસ્ટ કર્યા છે.

પરિવારનાં સભ્યોએ પણ સાથ આપ્યો
આ 11 મહિનામાં નિશીના ઘરવાળાઓએ એનો સાથ આપ્યો હતો. નિશીનાં પતિ રાજેશ કુમાર હૈદરાબાદનાં આવકવેરા વિભાગમાં છે. નિશીનાં બે નાના બાળકો પણ છે. જોકે અત્યારે નિશીનાં માતા-ભાઈ-બહેન મળીને બાળકોની સાર-સંભાળ રાખે છે.

નિશીએ જણાવ્યું હતું કે સમગ્ર દિવસ PPE કીટ પહેરીને કામ કરવું ઘણું મુશ્કેલ છે, થાકી પણ જવાય છે. પરંતુ લોકોની સેવા કરવી મારા માટે મહત્વપૂર્ણ છે. નિશીએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ એણે કોરોના સંક્રમિતની તપાસ કરી છે, પરંતુ હજુ સુધી તે બીમાર કે સંક્રમિત થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...