તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Patients With A CT Value Between 30 And 40 Are Shown As Negative, So That The Number Of Infections Does Not Increase.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોપાલમાં કોરોનાની નંબર-ગેમ:30થી 40ની વચ્ચે CT વેલ્યુવાળા દર્દીને નેગેટિવ બતાવવામાં આવી રહ્યા, જેથી સંક્રમિતોનો આંકડો ન વધે

ભોપાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી વેલ્યુ એ શરીરમાં વાયરસ લોડ બતાવવાનો માપદંડ છે
  • ભોપાલમાં કોરોનાના કેસનો વધતો આંક છુપાવવા માટે રિપોર્ટમાં કરવામાં આવી રહ્યા છે ગોટાળા

ભોપાલમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની ગાઈડલાઇન્સનો કિનારો કરીને 30થી વધુ અને 40થી ઓછી સીટી (સાઇકલ થ્રેશહોલ્ડ) વેલ્યુવાળા દર્દીને કોરોના નેગેટિવ બતાવવામાં આવી રહ્યા છે. આ રિપોર્ટ સરકારી લેબમાં જ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે ICMRની ગાઈડલાઇન કહે છે કે સીટી વેલ્યુ 40 કે તેથી નીચે છે તો દર્દીને પોઝિટિવ માનવામાં આવે. જણાવી દઈએ કે સીટી વેલ્યુ શરીરમાં વાઇરસ લોડ બતાવવાનો માપદંડ હોય છે.

ભોપાલમાં થઈ રહેલા ગોટાળા અંગે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્રના અધિકારીઓએ લેબ-સંચાલકોને મૌખિક આદેશ આપ્યો છે કે 30થી ઉપર સીટી વેલ્યુવાળાનો રિપોર્ટ પોઝિટિવ આપવો નહીં. આ તમામ ગોટાળા એટલા માટે કરવામાં આવી રહ્યા છે જેથી પોઝિટિવ દર્દીની સંખ્યા ઓછી આવે. શહેરમાં દરરોજ 400-500 જેટલા પોઝિટિવ મળી રહ્યા છે. જો 40 સીટી વેલ્યુનો માપદંડ માનીને રિપોર્ટ જાહેર કરવામાં આવે તો સંક્રમિતોનો આંકડો ઘણો વધુ હશે.

આવી રીતે સમજો સ્થિતિ

કેસ-1

  • 70 વર્ષના મુકેશ શર્મા (બદલવામાં આવેલું નામ)એ 24 માર્ચે જેકે હોસ્પિટલની લેબમાં સેમ્પલ આપ્યું હતુ. તપાસમાં તેમની સીટી વેલ્યુ 30ની ઉપર છે, જ્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કેસ-2

  • 60 વર્ષીય સુરેશ કુમારે 30 માર્ચે તપાસ માટે સેમ્પલ એલએન મેડિકલ લેબમાં મોકલ્યું હતું. તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો, પણ તેમની સીટી વેલ્યુ 31.32 છે, પરંતુ તેમની સારવાર કોવિડ પ્રોટોકોલ દ્વારા કરવામાં આવી. (આવા 10 કેસ છે, જેમની સીટી વેલ્યુ 30-40, પરંતુ રિપોર્ટ નેગેટિવ છે.)

આ અંગે જ્યારે જિલ્લા કલેકટર અવિનાશ લવાનિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. જો આવું હોત તો આટલા કેસ સામે આવ્યા ન હોત. CMHO પ્રભાકર તિવારીનું કહેવું છે કે અલગ-અલગ ટેસ્ટ કિટ પર સીટી વેલ્યુ અલગ હોય છે. સીટી વેલ્યુનો વાયરસ લોડ સાથે કોઈ જ સંબંધ નથી.

વધુ પોઝિટિવ રિપોર્ટ આપવા બાબતે તંત્રએ એક લેબ સીલ કરી દીધી હતી
30 માર્ચે તંત્ર અને આરોગ્ય વિભાગે હોશંગાબાદ રોડના થાયરોકેયર સેન્ટરને સીલ કરી દીધું હતું. લેબને કારણ જણાવવામાં આવ્યું હતું કે વધુપડતા રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે અને આરટીપીસીઆર સેમ્પલ લેવાની મંજૂરી આપેલી નથી, એટલા માટે એને સીલ કરી રહ્યા છે. જ્યારે અહીંના સેમ્પલને તપાસ માટે મુંબઈ મોકલવામાં આવી રહ્યા હતા ત્યાંથી જે રિપોર્ટ આવતા હતા એમાં મોટા ભાગના રિપોર્ટમાં સીટી વેલ્યુ 30થી વધુ ઉપર હોય છે, એટલા માટે લેબ એને પોઝિટિવ બતાવતું હતું.

શું સીટી વેલ્યુ જાણવાનો દર્દીને હક છે?

આઈએમએ ભોપાલના સચિવ ડો. સુદીપ પાઠકના જણાવ્યા પ્રમાણે, જો કોઈ દર્દી પોતાના રિપોર્ટમાં સીટી વેલ્યુ જાણવા માગે છે તો એ તેનો હક છે. જ્યારે તમે તપાસ કરાવો ત્યારે લેબ પાસેથી સીટી વેલ્યુ પૂછી શકો છો.

એક્સપર્ટે કહ્યું હતું કે વાયરસ લોડ ઓછો છે તો વેલ્યુ 40 સુધી આવશે. ICMRના ચેપીરોગ વિભાગના નિર્દેશક સમીરન પાંડાના જણાવ્યા મુજબ, કોરોના સેમ્પલની તપાસ માટે ICMRએ જે એડવાઈઝરી જાહેર કરી હતી, એમાં કહ્યું હતું કે જો 40 કે તેથી નીચેની સીટી વેલ્યુ છે તો રિપોર્ટ પોઝિટિવ હશે. એનાથી ઉપર હોવા પર નેગેટિવ. શરીરમાં વાયરસ લોડ વધુ તો સીટી વેલ્યુ 20થી નીચે પણ આવી શકે છે. વાયરસ લોડ ઓછો હોવાને કારણે 40 સીટી વેલ્યુ આવી શકે છે, પરંતુ દર્દી પોઝિટિવ હોય છે.

ભોપાલમાં આવી રીતે વધી રહ્યું છે સંક્રમણ

તારીખ

સેમ્પલ

પોઝિટિવ થયા

પોઝિટિવિટી રેટ

2 એપ્રિલ

502

2,500

20.08%

1 એપ્રિલ

528

2,467

21.40%

31 માર્ચ

499

3,500

14.25%

30 માર્ચ

498

3,800

13.10%

29 માર્ચ

497

3,000

16.56%

28 માર્ચ

469

3,750

12.50%

27 માર્ચ

498

4,100

12.14%

26 માર્ચ

460

4,000

11.50%

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો