• Gujarati News
  • National
  • Patients Are Discharged From The Hospital On The Third Day If They Do Not Have Severe Symptoms

નવી નીતિ:દર્દીઓમાં ગંભીર લક્ષણ ના હોય તો હોસ્પિટલમાંથી ત્રીજા દિવસે રજા

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રએ કોરોના દર્દીઓની સારવાર માટે નવી ગાઈડલાઈન બનાવી
  • હોસ્પિટલમાંથી રજા લેતી વખતે ટેસ્ટ કરાવાની જરૂર રહેશે નહીં

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોરોના દર્દીઓની હોસ્પિટલ સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે, મધ્યમ અને ગંભીર લક્ષણોના આધારે સંક્રમિતોને હોસ્પિટલમાંથી રજા આપવા નવી નીતિ જાહેર કરી છે. તે અંતર્ગત મામૂલી લક્ષણ ધરાવતા દર્દીઓને પોઝિટિવ આવ્યાના સાત દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપી શકાશે. કોઈ દર્દીમાં ગંભીર લક્ષણ ના હોય કે ઈમર્જન્સી જેવી સ્થિતિ ના હોય તો ત્રીજા દિવસે પણ રજા આપી શકાશે.

મહત્ત્વની વાત એ છે કે, હોસ્પિટલમાંથી રજા લેતી વખતે કોરોના ટેસ્ટ પણ જરૂરી નહીં હોય. જે દર્દીઓનું ઓક્સિજન સ્તર ઓક્સિજન સપોર્ટ વિના ત્રણ દિવસ 93% રહ્યું હશે, તેમને પણ રજા આપી શકાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, કેરળ અને તમિલનાડુમાં વધતા દર્દીઓએ પણ ચિંતા વધારી દીધી છે. દેશના 300 જિલ્લામાં સંક્રમણ દર 5%થી વધુ છે. આ દર 5%થી વધુ હોય તો મહામારી બેકાબૂ મનાય છે.

દેશમાં નવા કોરોના દર્દી બે લાખ તરફ, ઉ.પ્રદેશ સહિત 8 રાજ્યે ચિંતા વધારી
​​​​​​​દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,94,720 કોરોના કેસ નોંધાયા, જ્યારે 422 મોત થયાં. આ સાથે સક્રિય કેસ પણ વધીને 9,55,319 થઈ ગયા. આ 211 દિવસનું ઉચ્ચતમ સ્તર છે. સંક્રમણ દર 11.05% થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ સહિત આઠ રાજ્યમાં કેસ વધવાની ગતિ સૌથી વધુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાથી દૈનિક સંક્રમણ દર 30 ડિસેમ્બરે વધીને 1.1% થઈ ગયો, જ્યારે 12 જાન્યુઆરીએ તે 11.05%એ પહોંચી ગયો.

હવામાં આવ્યા પછી 20 મિનિટની અંદર વાઈરસ સંક્રમણની ક્ષમતા ગુમાવી દે છે
બ્રિટનની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ એરોસોલ રિસર્ચ સેન્ટરના સંશોધનમાં માલુમ પડ્યું છે કે કોરોના વાઈરસ હવાના સંપર્કમાં આવ્યા પછી 20 જ મિનિટમાં બીજાને સંક્રમિત કરવાની ક્ષમતા 90% સુધી ગુમાવી દે છે. માણસના મોં કે નાકમાંથી નીકળ્યા પછી પાંચ મિનિટ તે સક્રિય રહે છે. એટલા સમય સુધી તે બીજાને સંક્રમિત કરી શકે છે. આ સંશોધનના લેખક પ્રો. જોનાથન રીડે કહ્યું છે કે, પરંતુ જો વેન્ટિલેશન ના હોય તો સંક્રમણની શક્યતા વધી જાય છે.


અન્ય સમાચારો પણ છે...