તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Patient Jumps From Sixth Floor Of Hamidia Hospital, Breaks ICU Window Glass With Water Bottle

ભોપાલમાં કોરોનાના દર્દીની આત્મહત્યા:હમીદિયા હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદ્યો પેશન્ટ, પાણીની બોટલથી તોડ્યો ICUની બારીનો કાચ

ભોપાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હમીદિયા હોસ્પિટલમાં કોવિડ દર્દીએ છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય તેવો પહેલો કિસ્સો બન્યો. - Divya Bhaskar
હમીદિયા હોસ્પિટલમાં કોવિડ દર્દીએ છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય તેવો પહેલો કિસ્સો બન્યો.

ભોપાલની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હમીદિયાના છઠ્ઠા માળેથી સોમવારે એક કોવિડ સંક્રમિતે છલાંગ મારી દિધી છે. નીચે પડતાં જ તેનું મોત નિપજ્યું છે. મૃતકે પાણીની બોટલથી ICUની બારીનો કાચ તોડ્યો હતો અને નીચ કૂદી પડ્યો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, ડ્યૂટી પર હાજર ડોકટર તેને રોકે તે પહેલાં જ તે કૂદી પડ્યો હતો. હાલ તે કયા કારણસર સુસાઈડ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી.

ટીઆઈ કોહેફિઝા અનિલ વાજપેયીએ જણાવ્યું કે, 'મૃતકની ઓળખ રહીશ શેખ તરીકે થઈ છે. ઘટના સોમવારે સાંજે લગભગ 5ઃ30 વાગ્યાની છે. તેને રવિવારે સાંજે જ 6 વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યો હતો. તે બ્લોક નંબર 6ના કોવિડ યુનિટ-2માં દાખલ હતો. પ્રોટોકોલ મુજબ, કોરોના સંક્રમિતોનું પોસ્ટમોર્ટમ ન કરાવી શકાય, પરંતુ મેડિકોલીગલ હેલ્પ લેવામાં આવશે.'

ઘટના પહેલાં મૃતકે પરિવાર સાથે વાત કરી
હમીદિયા હોસ્પિટલના અધિક્ષક લોકેન્દ્ર દવેએ જણાવ્યું કે રહીશને રવિવાર સાંજે હોસ્પિટલમાં છઠ્ઠા માળે દાળક કરવામાં આવ્યો હતો. તે ICU બોર્ડમાં દાખલ હતો. તેને સોમવારે પાણીની બોટલથી બારીનો કાચ તોડ્યો અને નીચે કૂદી પડ્યો. તે સમયે ICUમાં હાજર ડોકટરે તેને રોકવા માટે દોડ્યા, પરંતુ તે પહેલાં તે કૂદી પડ્યો. ઘટનાના થોડા સમય પહેલાં મૃતકે પોતાના પરિવાર સાથે મોબઈલ પર વીડિયો કોલ કરીને વાત કરી હતી. તેમનો મૃતદેહ વર્ચ્યુઅલ એક્ઝામિન કર્યા બાદ અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

તપાસ માટે બે સભ્યની સમિતિ બનાવવામાં આવી
ગાંધી મેડિકલ કોલેજના ડીન ડૉ. જિતેન શુક્લાએ જણાવ્યું કે મૃતકે પરિવારના સભ્યો સાથે લગભગ 4 વાગ્યે વાત કરી હતી. તે સમયે કોઈ સમસ્યાનો ઉલ્લેખ કરાયો ન હતો. ઘટનાની તપાસ માટે બે સભ્યની સમિતિ ગઠિત કરવામાં આવી છે. જેમાં સર્જરી વિભાગના ડૉ. અરવિંદ રાય અને ફોરેન્સિક વિભાગના ડૉ. આશિષ સામેલ છે. કમિટીને ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

એક સપ્તાહમાં કોરોનાના બીજા દર્દીએ સુસાઈડ કર્યુુ
ભોપાલમાં કોરોનાના દર્દીની હોસ્પિટલમાંથી કૂદીને જીવ આપ્યો હોય તેવો આ બીજો મામલો છે. આ ઘટનાના લગભગ 6 દિવસ પહેલાં ઈન્દોર રોડ સ્થિત ચિરાયુ હોસ્પિટલના 5માં માળેથી કોરોનાના દર્દીએ કૂદીને જીવ આપી દીધો હતો.