તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Patanjali Did Research In Yoga And Ayurveda That Even The Indian Government Could Not Do; Patanjali Claims To Have Beaten Foreign Companies

બાબા રામદેવનું નિવેદન:યોગ-આયુર્વેદમાં ભારત સરકાર પણ ન કરી શકી એવાં રિસર્ચ પતંજલિએ કરી બતાવી વિદેશી કંપનીઓને પછાડી છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • અમે માત્ર 2 લોકોની સાથે યોગ શરૂ કર્યા હતા- રામદેવ
  • ભવિષ્યમાં 5 લાખ રોજગારીઓ આપવાનો વાયદો

યોગગુરુ સ્વામી રામદેવે આજે પતંજલિ ગ્રુપની 25 હજાર કરોડ રુપિયાના ટર્નઓવરથી 2025 સુધીની વિસ્તાર યોજના રજૂ કરી છે. રામદેવએ કહ્યું હતું કે યોગ અને આયુર્વેદમાં જે રિસર્ચ ભારત સરકારે નથી કર્યાં એ રિસર્ચ પતંજલિએ કરી બતાવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે પતંજલિ બ્રાન્ડ નથી, પણ એક આંદોલન છે. અમે પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે અને હજી આવનારાં પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો અમારો લક્ષ્યાંક છે.

સ્વામી રામદેવે કહ્યું હતું કે 'ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી લઇને આજ સુધી આવેલી દરેક એમ.એન.સી. કંપનીઓએ દેશને લૂંટી લીધો છે. આપણી અર્થવ્યવસ્થા પર તેઓ અધિકાર જમાવીને બેઠા છે. તેમના આ પ્રભુત્વને પતંજલિએ તોડ્યો છે અને અમને ગર્વ છે કે પતંજલિએ એક આત્મનિર્ભર ભારતની એક પ્રેરણા બની છે. આત્મનિર્ભરતાના આ સ્વરને એટલા આગળ લઇ ગયા છીએ કે એક યુનિલિવર કંપનીને છોડીને બાકી બધી વિદેશી કંપનીઓને અમે પાછળ કરી ચૂક્યા છે અને રાષ્ટ્ર સેવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.'

રામદેવે વધુમાં કહ્યું હતું કે 'આજે ઔષધિઓની એક નવી શ્રંખલા રજૂ કરી રહ્યા છીએ. ભારતમાં આજે 80થી 90% લોકોમાં વિટામિન-ડીની કમી છે. આવી જ રીતે લોકોમાં અલગ-અલગ વિટામિનોની કમી હોય છે. અમે આયુર્વેદિક રીતે આ બધાં વિટામિન્સને ઉપલબ્ધ કરાવ્યા છે.' તેમણે કહ્યું હતું કે 'મને ગર્વ છે કે 100થી વધારે રિસર્ચ અને પુરાવા સાથે ઔષધિઓ બનાવી, એની સાથે પરંપરાગત, સાંસ્કૃતિક ઔષધિઓને પણ જાળવી રાખી છે. આ કાર્યમાં અમારા આશરે 500 વૈજ્ઞાનિકોની ટીમ કાર્ય કરી રહી છે.

પતંજલિની આગળની ભૂમિકા બતાવતાં તેમણે કહ્યું હતું કે 'આગળ અમારો ધ્યેય રિસર્ચ, હેલ્થ અને શિક્ષણ પર છે. આના સાથે જ ખેતીવાડી પર પર ધ્યાન રાખવાનું છે. અમને ગર્વ છે કે બે લોકોથી યોગ શીખવવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે 100-200 દેશોના લોકો રોજ અથવા ક્યારેક-ક્યારેક યોગ કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ દેશને આર્થિક સમૃદ્ધિ આપવા ઉપરાંત આપણે આધ્યાત્મિક સમૃદ્ધિ પણ આપી છે. અમે રુચિ સોયા નામની એક બીમાર કંપની ખરીદી, જે પછી તેનું વાર્ષિક ટર્નઓવર 16 હજાર 318 કરોડ થયું. પતંજલિ અને રુચિ સોયાની જુદી જુદી કંપનીઓને જોડીને આ દેશની આર્થિક સમૃદ્ધિ માટે 30 હજાર કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે. ભવિષ્યમાં અમારું લક્ષ્ય વિશાળ છે. 2025 સુધીમાં યુનિલિવરથી આગળ નીકળીને એ વિશ્વમાં એક મોટું આંદોલન બનશે.

અન્ય સમાચારો પણ છે...