તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે. આખો દેશ કોરોનાની બીજી લહેર સામે ઝઝુમી રહ્યો છે. દેશમાં માત્ર 9 દિવસની અંદર એક્ટિવ કેસની સંખ્યા બમણી થઈ છે. તેવામાં દિવ્ય ભાસ્કર તમારા માટે આયુર્વેદ અને એલોપથી બંને દિગ્ગજોની ટિપ્સ લઈને આવ્યું છે. આ દિગ્ગજ પતંજલિ આયુર્વેદના MD અને CEO આચાર્ય બાલકૃષ્ણ અને મેદાંતા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. નરેશ ત્રેહન છે.
બંનેએ પોતાની પેથીની તરફેણ કરી, પરંતુ યોગ-પ્રાણાયમ પર બંનેના એકમત જ હતા
આચાર્ય બાલકૃષ્ણ બોલ્યા બાળકોએ તણાવ વગર એક્ઝામ આપવી જોઈએ. તો ડૉ.ત્રેહને કહ્યું કે કોરોનાનું નવું ઈન્ફેક્શન બમણી ગતિએ ફેલાઈ રહ્યું છે. બાળકોને સંક્રમણ નહિ થાય તેવું ન સમજવું જોઈએ. બાળકોને જ્યારે કોરોના થાય છે ત્યારે ખૂબ ગંભીર થાય છે.
આવો જાણીએ આચાર્ય બાલકૃષ્ણએ શું કહ્યું...
કોરોનાએ ઉત્સવ પ્રેમી સંસ્કૃતિને હાનિ પહોંચાડી તો એ પણ જણાવ્યું કે ઘણા બધા કપડાં-જૂતા જરૂરી નથી
આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે કોરોનાએ જીવનના દરેક ક્ષેત્રે અસર કરી છે. આપણી સામાજિક ઢબ બદલાઈ ગઈ છે. આપણે ઉત્સવ પ્રેમી લોકો છીએ. દરેક ઉત્સવને આપણે સાથે મળીને ઉજવીએ છીએ. આપણને ભીડમાં જ આનંદ મળે છે, પરંતુ કોરોનાને લીધે તેના પર ખરાબ અસર થઈ છે. આપણી એકમેક થઈને રહેવાની સંસ્કૃતિ પર માઠી અસર પહોંચી છે. જોકે તેનો સકારાત્મક પક્ષ જોવા મળ્યો છે. આપણને જીંદગી જીવવા માટે ઘણા બધા કપડાં, જૂતા અને ફેશનની આવશ્યકતા નથી હોતી જેટલો આપણે તેનો સંગ્રહ કરવામાં લાગી જઈએ છીએ.
આયુર્વેદનો અર્થ જ એ છે કે લોકો બીમાર ન પડે
બાલકૃષ્ણ કહે છે કે, स्वस्थस्य स्वास्थ्य रक्षणं આયુર્વેદનો મૂળ મંત્ર છે. આયુર્વેદમાં કોઈ સારવાર કરતાં આ વાત પર વધારે ધ્યાન આપવામાં આવે છે કે લોકો એટલા મજબૂત બને કે તેઓ બીમાર જ ન પડે. જો કોઈ વ્યક્તિ આયુર્વેદના શરણમાં છે અને તેને કોઈ બીમારી છે તો તે સ્વસ્થ થઈ જશે. જો બીમારી નથી તો ક્યારેય થશે પણ નહિ.
આયુર્વેદ પર ભરોસો વધ્યો, પ્રકૃતિ સાથેનું કનેક્શન જરૂરી
બાલકૃષ્ણ કહે છે કે, લોકોનો આયુર્વેદ પર ભરોસો વધવા લાગ્યો છે. લોકો ઔષધિઓનો ઉપયોગ કરવા લાગ્યા છે અને એ વાત સમજવા લાગ્યા છે કે દરેક વસ્તુને પ્રકૃતિ પાસે ઈલાજ છે. લોકો સમજી ગયા કે સ્વસ્થ જીવન માટે પ્રકૃતિ સાથે જોડાયેલાં રહેવું જરૂરી છે.
તુલસી, ગિલોય અને અશ્વગંધાથી પોતાને સ્વસ્થ રાખો
સ્વામી બાલકૃષ્ણએ જણાવ્યું કે, સ્વસ્થ રહેવા માટે સૌથી વધારે જરૂરી છે, મજબૂત ઈમ્યુનિટી. આ માટે રોજ યોગ અને પ્રાણાયામ કરો. સાથે જ તુલસી, ગિલોય અને અશ્વગંધાનું સેવન કરવું જોઈએ.
સ્ટ્રેસ અને ડિપ્રેશનથી યોગ અને પ્રાણાયામ બચાવશે
સ્વામી બાલકૃષ્ણએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન થયેલા એક રિસર્ચમાં ખબર પડી કે ઘરમાં બંધ લોકો માનસિક સ્ટ્રેસ કે ડિપ્રેશનનો શિકાર થયા. નોકરિયાત લોકોની જોબ છૂટી જતા તેઓ ટેન્શનમાં આવી ગયા. બિઝનેસમેનનો ધંધો ઠપ થઇ જતા તેઓ પણ ડિપ્રેશનનો ભોગ બન્યા.
લોકો કોરોનાનાં ડરને લીધે પણ માનસિક સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છે કે કદાચ તેઓ પણ વાઈરસની ઝપેટમાં ના આવી જાય. આ દરેક લોકોને એક રિક્વેસ્ટ છે કે તેઓ યોગ કરે, પ્રાણાયામ કરે. તેનાથી મગજ શાંત રહેશે.
ધંધાની ચિંતા ના કરો પોતાના પર વિશ્વાસ રાખો
કામ-ધંધાને લીધે લોકોએ ચિંતા ના કરવી. આની પહેલાં પણ જેમ લોકોએ કપરી સ્થિતિમાં પોતાની આવડતથી આગળ આવ્યા તેમ આ સ્થિતિમાંથી પણ નીકળી જશો. દરેક વ્યક્તિએ પોતાના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. દરેક પાસે આવડત છે કે તેઓ ફરીથી બેઠા થઇ શકે.
મેડિટેશન કરો અને તમારા મનપસંદ મંત્રનો જાપ કરો
સ્વામી બાલકૃષ્ણએ કહ્યું, આયુર્વેદમાં સ્ટ્રેસ દૂર કરવાની સૌથી સારી રીત છે મેડિટેશન. તમારું ધ્યાન કેન્દ્રિત કરી અને મનપસંદ મંત્રનો જાપ કરો, તેનાથી સ્ટ્રેસ ઓછો થશે.
બદામ-અખરોટ અને મરી ખાઓ
આચાર્યની સલાહ છે કે, રોજ બદામ અને અખરોટને પલાળીને બે-ત્રણ મરી સાથે પીસીને ખાઓ, તેનાથી માનસિક તાકાત મળશે.
ગાયનું ઘી નાકમાં નાખો
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, બદામ-અખરોટ અને મરીની સાથે રોજ બે ટીપા ગાયનું ઘી નાકમાં નાખો અને અશ્વગંધા ખાઓ. તેનાથી માનસિક સ્ટ્રેસ દૂર થશે.
ઉંમરલાયક લોકો સવાર-સાંજ યોગ કરે
બાલકૃષ્ણએ ભારતના દરેક ઉંમરલાયક લોકોને વિનંતી કરી છે કે, સવાર-સાંજ યોગ અને પ્રાણાયામ કરો. ભોજનમાં ધ્યાન રાખો, જેટલું બને તેટલું સાદું અને હેલ્ધી ભોજન ખાઓ. ઘરના દરેક લોકોએ વૃદ્ધજનોનું ખાસ ધ્યાન રાખવું.
બાળકો શાંત મગજે પરીક્ષાની તૈયારી કરશે તો યાદશક્તિ વધશે
બાલકૃષ્ણએ બાળકોને આગ્રહ કર્યો છે કે, એક્ઝામની તૈયારી એકદમ રિલેક્સ થઈને કરો. ઘણીવાર બાળકોની બહુ બધી વસ્તુઓ વિશે ખબર હોય છે, પરંતુ સ્ટ્રેસમાં આવીને તેઓ બધું ભૂલી જાય છે. આથી પહેલાં મગજ શાંત રાખો.
સ્વામી બાલકૃષ્ણએ વિશ્વ સ્વાસ્થ્ય દિવસે લોકોને સંદેશ આપ્યો છે કે, યોગ અને આયુર્વેદથી આ ધરતીને રોગમુક્ત બનાવવામાં તમારું યોગદાન આપો.
મેદાંતાના ડૉ. ત્રેહને ચેતવણી આપી, આ વખતે કોરોના ડબલ સ્પીડે ફેલાઈ રહ્યો છે, બાળકોએ ખાસ ધ્યાન રાખવું
દિલ્હી નજીક ગુરુગ્રામમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેદાંતાના MD અને ચેરમેન ડૉ. નરેશ ત્રેહને કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં આપણે રિલેક્સ થઇ ગયા હતા, નવો કોરોના વાઈરસ ડબલ સ્પીડે ફેલાઈ રહ્યો છે. આ ઇન્ફેક્શન જે સ્પીડે આવ્યું છે તેની ઝપેટમાં આપણે બધા આવી શકીએ છીએ. આથી બધાને સાવચેત રહેવું પડશે.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ચેતવણી આપી કે યાદ રાખો કે બાળકોને વધારે સાવચેત રહેવાની જરૂર છે. બાળકોને કોરોના નહિ થાય તે વિચારવાનું નથી. જે બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, તેમની સ્થિતિ ઘણી ભયંકર છે.
જ્યારે બાળકો ઘરની બહાર નીકળે ત્યારે ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ હાઇજીનની કાળજી લો. એવું ન બનવું જોઇએ કે જો તમે મિત્રો સાથે વાત કરી રહ્યા હો તો તેમને ગળે મળો. તેમની સાથે હાથ મિલાવો અથવા માસ્ક ઉતારીને વાત કરો. બાળકોમાં આ એક સામાન્ય ટેવ છે. સિનિયર સિટીઝન્સે પોતાની વિશેષ કાળજી લેવી પડશે. તેમણે માસ્ક પહેર્યા વિના કોઈની નજીક આવવું જોઈએ નહીં. હેન્ડ હાઇજીન અને ડિસ્ટન્સિંગનો કડક અમલ કરવો પડશે.
પહેલું કામ કોરોનાથી બચવાનું, ત્રણ રીત - ન્યુટ્રિશન, એક્સર્સાઇઝ અને યોગ-પ્રાણાયામ
ડો. ત્રેહનનું કહેવું છે કે, આ સમયે લોકોની પહેલી પ્રાથમિકતા પોતાને કોરોનાથી બચાવવાની છે. દરેક વ્યક્તિએ કોરોના સામે લડવું પડશે. આના માટે ત્રણ પ્રિવેન્શન છે - ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ હાઇજીન. આ ત્રણેયને ખૂબ સારી રીતે અનુસરો. તેઓ કહે છે કે, આ કોરોનાના સમય દરમિયાન તમારી જાતને સ્વસ્થ રાખવા માટે ત્રણ રસ્તાઓ છે. ન્યુટ્રિશન, એક્સર્સાઇઝ અને યોગ-પ્રાણાયામ. જેઓ ઘરે છે તેમણે પણ કસરત કરવી જોઈએ. દરરોજ ઓછામાં ઓછી 30થી 40 મિનિટ. આ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે. યોગ પ્રાણાયામથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાથી માનસિક તણાવમાં તો ઘટાડો થશે જ પરંતુ તમે કોરોનાથી બચી પણ શકો છો.
એલોપથીએ લાખો કોરોના દર્દીઓનો જીવ બચાવ્યો, હવે વેક્સિનનો વારો
તેમનો દાવો છે કે, કોરોના સામેની લડતમાં એલોપથીએ મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ કહે છે કે, એલોપથીની એન્ટિવાઈરલ અને અન્ય દવાઓથી લાખો લોકોનો જીવ બચ્યો છે. તેમજ, કોરોના રસી આવનારા સમયમાં લોકોને કોરોનાથી સુરક્ષિત કરશે. ડો.ત્રિહને કહ્યું કે, 'વિશ્વ આરોગ્ય દિવસ પર હું એમ કહેવા માગુ છું કે દરેકે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. ત્રણ બાબતોનું પાલન કરવું જોઈએ. યોગ્ય આહાર, કસરત અને યોગ પ્રાણાયામ.'
બાબા રામદેવના મતે, ત્રણ પ્રાણાયમ કોરોના જેવા ચેપથી બચવા માટે ખૂબ જ અસરકારક છે...
આ રીતે કરો
આ રીતે કરો
આ રીતે કરો
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.