તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Passports, Jobs Can Be A Problem If Anything Anti national Is Written On Social Media

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ પોલીસની વોચ:સોશિયલ મીડિયામાં દેશ વિરોધી કંઈ પણ લખવામાં આવશે તો પાસપોર્ટ, નોકરીઓ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે

ઉત્તરાખંડએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તરાખંડમાં હવે ઈન્ટરનેટ પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવી મોંઘી પડી શકે છે. પોલીસ એવા વ્યક્તિઓના રેકોર્ડ રાખશે અને ભવિષ્યમાં જ્યારે તે પાસપોર્ટ કે આર્મ્સ લાયસન્સ માટે આવેદન કરે છે તો વેરિફિકેશન સમયે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. પોલીસ હેડકર્વાટરમાં આયોજિત પોલીસ અધિકારીઓના સંમેલનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડના DGP અશોક કુમારે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં આ પ્રકારની ટિપ્પણી કરનારા વિરૂદ્ધ માત્ર IT એક્ટ અંતર્ગત કેસ દાખલ થતો હતો. જો કોઈ પાસપોર્ટ અને શસ્ત્ર લાયસન્સ માટે આવેદન કરે છે તો તેના વિરૂદ્ધે કેસની જાણકારી આપવામાં આવે છે. પરંતુ હવે તેવું પણ જોવામાં આવશે કે તેની સોશિયલ મીડિયા પર કયા પ્રકારની પ્રવૃતિઓ રહે છે. જો રાષ્ટ્ર વિરોધ રહેશે તો તેના વિરૂદ્ધ નેગેટિવ રિપોર્ટ લગાવીને આવેદન રદ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે.

ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું કે પાસપોર્ટ અરજી અને શસ્ત્ર લાઈસન્સમાં તપાસ સમયે સોશિયલ મીડિયા પર પણ વ્યક્તિના રેકોર્ડને તપાસશે અને દેશ વિરોધી ટિપ્પણી કરવા બદલ અરજી નકારી શકે છે. એટલું જ નહીં નોકરીમાં અરજી સમયે પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઉત્તરાખંડ પોલીસ હવે દેશ વિરોધી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે પગલાં ભરશે. પોલીસ આ પ્રકારની પોસ્ટ કરનારા સામે પાસપોર્ટથી લઈ ડ્રાઈવિંગ લાઈસન્સને લઈ નોકરી સુધી મુશ્કેલી સર્જી શકે છે.

ડીજીપી અશોક કુમારે કહ્યું કે જો કોઈ પાસપોર્ટ અથવા શસ્ત્ર લાઈસન્સ માટે અરજી કરે છે તો તેના સમગ્ર સોશિયલ મીડિયા અકાઉન્ટનો રિપોર્ટ પણ આપવામાં આવશે. આ અગાઉ ફક્ત કોઈ વ્યક્તિ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે કે નહીં તેની જ જાણકારી આપવામાં આવતી હતી. જો કોઈના દ્વારા આ પ્રકારની પોસ્ટ અથવા ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી હોય તો તે નેગેટિવ રિપોર્ટ લગાવી તેની અરજી રદ્દ થઈ શકે છે. આ અંગે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હવે પોલીસ વિભાગ દેશ વિરોધી પોસ્ટ કરનાર સામે પગલાં ભરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો