ગો ફર્સ્ટની ફ્લાઇટ 54 મુસાફરોને લીધા વિના જ ઉપડી ગઈ:મુસાફરો બસમાં રાહ જોઈ રહ્યા હતા, વિમાન બેંગલુરુથી દિલ્હી જઈ રહ્યું હતું

બેંગલુરુ22 દિવસ પહેલા
ચાર કલાક બાદ મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
  • પેસેન્જરે સોશિયલ મીડિયા પર કહ્યું- એરલાઇન્સ ઊંઘમાં કામ કરી રહી છે

બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોમવારે એક ગો ફર્સ્ટની ફ્લાઇટ 54 મુસાફરોને લીધા વીના જ રવાના થઈ હતી. આ તમામ મુસાફરો બસમાં પ્લેન તરફ આવી રહ્યા હતા. જ્યારે એરલાઈન્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. DGCAએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના સોમવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મુસાફરો બેંગલુરુથી દિલ્હી જતી ગો ફર્સ્ટની ફ્લાઈટ G8 116માં યાત્રા કરવાના હતા. મુસાફરોને રનવે પર પાર્ક કરેલા વિમાન સુધી લઈ જવા માટે કુલ ચાર બસો રવાના કરવામાં આવી હતી. પહેલી બે બસ નીકળી ગઈ હતી.

એક મુસાફરે આ મામલે DGCA,ગૃહ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયમાં પણ ફરિયાદ કરી હતી.
એક મુસાફરે આ મામલે DGCA,ગૃહ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયમાં પણ ફરિયાદ કરી હતી.

પેસેન્જરે કહ્યું- મિત્રએ ફોન કરીને કહ્યું, ફ્લાઇટ ઊપડી રહી છે, હું બસમાં હતો
પેસેન્જર સુમિત કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે અમે ત્રીજી બસમાં હતા. પહેલી, બીજી અને ચોથી બસ ફ્લાઇટ સુધી પહોંચી ગઈ હતી. ચોથી બસમાં મારા મિત્રો પણ હતા. તેમાંથી એકે મને ફોન કરીને કહ્યું કે પ્લેન ટેક ઓફ થવાનું છે. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું અને ગ્રાઉન્ડ ક્રૂને કહ્યું વિમાન અમને લીધા વિના જઈ રહ્યું છે.

ત્યારબાદ ગ્રાઉન્ડ સ્ટાફને આ બાબતે કોઈ જ જાણકારી નહોતી. તેમણે અમારી પાસે પહેલા બોડિંગ પાસ જોયા, ત્યારે આ ગડબડની જાણ થતાં એરપોર્ટમાં અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. આ બાબતે મુસાફરોએ તેમને સવાલ કર્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ યાત્રીઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતા અને 54 મુસાફરોને પ્રસ્થાન વિસ્તારની બહાર કર્યા હતા.

એરપોર્ટના અધિકારીઓએ મુસાફરોને સમજાવીને શાંત કર્યા હતા.
એરપોર્ટના અધિકારીઓએ મુસાફરોને સમજાવીને શાંત કર્યા હતા.

4 કલાક બાદ મુસાફરોને બીજી ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગો ફર્સ્ટ ગ્રાઉન્ડના એક કર્મચારીએ કહ્યું કે તમામ 54 મુસાફરોને ફરીથી સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું. ત્યારબાદ સોમવારે સવારે 10 વાગ્યે બીજી ફ્લાઈટ દ્વારા તેમને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. આ તમામ 54 લોકો, જેમને લીધા વિના ફ્લાઇટે ઉડાન ભરી દીધી હતી તેમને સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ દિલ્હી એરપોર્ટ પર પહોંચીને મારી બેગ પાછી મેળવી હતી.

પેસેન્જરે સોશિયલ મીડિયા પર કહ્યું- એરલાઇન ઊંઘમાં કામ કરી રહી છે
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. સતીશ કુમાર નામના પેસેન્જરે ટ્વીટ કર્યું. ફ્લાઇટ G8 116 (BLR-DEL) મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી! 1 બસમાં 50થી વધુ મુસાફરોને છોડી દેવામાં આવ્યા હતા અને માત્ર 1 બસના મુસાફરો સાથે ઉડાન ભરી હતી. શું @GoFirstairways @JM_Scindia @PMOIndia ઊંઘમાં કામ કરી રહી છે? કોઈ તપાસ નહીં!

અન્ય એક ટ્વીટર યુઝરે ફરિયાદ કરતા લખ્યું- બેદરકારીની ચરમસીમા! @DGCAIndia। જો કે ગો ફર્સ્ટે આ ઘટના બાબતે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. માત્ર એક ટ્વીટના જવાબમાં એરલાઈન્સે યુઝર્સને કહ્યું કે તમને પડેલી અસુવિધા બદલ માફ કરશો.

અન્ય સમાચાર પણ વાંચો...

ફ્લાઈટમાં પેસેન્જરો વચ્ચે ધબધબાટી, VIDEO:પ્લેન બેંગકોકથી ભારત આવતું'તું; ઉગ્ર બોલાચાલીથી માથાકૂટ શરૂ થઈ ને મારામારી સુધી પહોંચી ગઈ

થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લાઈટ બેંગકોકથી ભારત આવી રહી હતી. આ વીડિયો 27 ડિસેમ્બર 2022નો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક મુસાફરે પોતાના ફોનમાં શૂટ કરી લીધો હતો.

ફ્લાઇટ એટેન્ડન્ટે પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો
51 સેકન્ડના આ વીડિયોમાં બે લોકો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે. આ દરમિયાન એક ફ્લાઇટ એટેન્ડન્ટ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરે છે. જોકે પ્રથમ વ્યક્તિ તેનાં ચશ્માં ઉતારે છે અને બીજી વ્યક્તિને થપ્પડ મારવા લાગે છે. જોતજોતામાં તેના મિત્રો પણ ઝઘડો કરવા લાગે છે. આ દરમિયાન બીજી એક વ્યક્તિ બચાવવાનો પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...