બેંગલુરુ:ફ્લાઇટ પકડવા માટે યાત્રિઓએ કર્યો જુગાડ, ટ્રેક્ટરમાં બેસીને પહોંચ્યા એરપોર્ટ

9 દિવસ પહેલા

ભારે વરસાદને લીધે બેંગલુરુમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મોટાભાગના રોડ પાણીમાં ડૂબી ગયા છે. જેને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયો પર ‘કેંપેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ’નો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં લોકો ટ્રેક્ટર પર બેસીને એરપોર્ટ તરફ જઈ રહ્યા છે. ભારે વરસાદને લીધે એરપોર્ટના રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. જેને લીધે ગાડીઓ ફસાઈ જતાં પેસેન્જરોને ફ્લાઇટ પકડવા માટે દેશી જુગાડ કરવો પડ્યો હતો. પેસેન્જરો ટ્રેક્ટરમાં બેસીને ટર્મિનલ સુધી પહોંચી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...