તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Passengers Missing From Smooth Roads, Local Trains And Buses In The Weekend Lockdown; Only The Police Were In Sight

થંભી ગયું દોડતું મુંબઈ:વિકેન્ડ લોકડાઉનમાં સૂમસામ રસ્તા, લોકલ ટ્રેન અને બસોમાંથી ગાયબ મુસાફર; માત્ર પોલીસ જ નજરે પડી રહી

મુંબઈ2 મહિનો પહેલા
લોકડાઉનના કારણે મુંબઈ અને નજીકનું થાણેમાં રસ્તા સૂમસામ છે.
  • દાદર, માટુંગા, અંધેરી, ગ્રાન્ટ રોડ, વરલી, કુર્લા, ભીંડી બજાર, ઘાટકોપર જેવા વિસ્તારોમાં રસ્તાઓ સૂમસામ થયા

મહારાષ્ટ્રમાં શુક્રવારથી બે દિવસનું કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ સોમવારે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે. લોકડાઉને 24 કલાક દોડતા મુંબઈની ગતિ પર બ્રેક મારી દીધી છે. રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે અને દરિયા કિનારો વેરાન પડ્યો છે. શહેરમાં માત્ર પોલીસકર્મી જ નજરે પડી રહ્યા છે.

મુંબઈના કુર્લા ઈસ્ટ વિસ્તારમાં બહાર નીકળેલા લોકોની તપાસ કરતાં પોલીસકર્મી.
મુંબઈના કુર્લા ઈસ્ટ વિસ્તારમાં બહાર નીકળેલા લોકોની તપાસ કરતાં પોલીસકર્મી.
મુંબઈમાં મોટે ભાગે લોકલ ટ્રેન ખાલી જ દોડી રહી છે.
મુંબઈમાં મોટે ભાગે લોકલ ટ્રેન ખાલી જ દોડી રહી છે.

લોકલ, બસ અને ટેક્સી ખાલી
લોકડાઉન છતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે ટ્રેન, બેસ્ટ બસ, ઓટો, કાળી-પીળી ટેક્સી અને ST બસો ચાલી રહી છે. જો કે, દરેકમાં એક- બે લોકો જ બેસેલા જોવા મળી રહ્યા છે. મુંબઈની લાઈફ લાઇન એટલે કે લોકલ ટ્રેનમાં ન બરાબર મુસાફરો છે. માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ મુસાફરી કરે છે. જ્યારે, છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પણ સૂમસામ છે, જો કે સામાન્ય દિવસોમાં અહીંયા ભારે ભીડ જોવા મળતી હોય છે.

મુંબઈમાં રસ્તા પર બસ દોડી રહી છે, પરંતુ તેમાં કોઈ મુસાફર નથી.
મુંબઈમાં રસ્તા પર બસ દોડી રહી છે, પરંતુ તેમાં કોઈ મુસાફર નથી.

મુંબઈમાં ભીડવાળા વિસ્તારો પણ થયા સૂમસામ
સરકારની કડકતા અને કોરોનાના ડરને કારણે મુંબઇના ગીચ ભીડવાળા દાદર, માટુંગા, અંધેરી, ગ્રાન્ટ રોડ, વરલી, કુર્લા, ભીંડી બજાર, ઘાટકોપર અને મસ્જિદ બંદર જેવા વિસ્તારોમાં રસ્તાઓ નિર્જન થયા છે. વગર કામથી બહાર જતા લોકોનું ચલણ કાપવામાં આવી રહ્યું છે, જો કે ઘણી જગ્યાએ તેમણે કાન પકડાવીને ઉઠક-બેઠક પણ કરાવવામાં આવી રહી છે.

મુંબઈના CSMT સ્ટેશનની અંદર એકાદ-બે મુસાફરો જ નજરે પડે છે. અહીંથી ઉપડનારી મોટાભાગની લોકકલ ટ્રેન ચાલી જ દોડી રહી છે.
મુંબઈના CSMT સ્ટેશનની અંદર એકાદ-બે મુસાફરો જ નજરે પડે છે. અહીંથી ઉપડનારી મોટાભાગની લોકકલ ટ્રેન ચાલી જ દોડી રહી છે.

ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પણ ખાલી
લોકડાઉન ઉપરાંત પણ હાઇવે ને બંધ કરવામાં આવ્યો નથી. શનિવારે સવારે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પોલીસના વાહનો અને એમ્બ્યુલન્સ જ દોડતી જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં અહીં વાહનોની લાંબી લાઇન લાગે છે. ઘણીવાર તો 2 થી 5 કલાક સુધી ટ્રાફીક જામ પણ રહે છે.

મુંબઈના મરીન ડ્રાઈવ તરફ જતો રસ્તો સૂમસામ છે.
મુંબઈના મરીન ડ્રાઈવ તરફ જતો રસ્તો સૂમસામ છે.

દાદરના ફૂલ બજારમાં જોવા લઈ ભારે ભીડ
એવું નથી કે મુંબઈમાં દરેક જગ્યાએ લોકડાઉનની સમગ્ર અસર જોવા મળી રહી છે. દરરોજની જેમ દાદરના ફૂલ બજાર અને શાક માર્કેટમાં શનિવારે સવારે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે, બાદમાં પોલીસે કારણ વગરના બહાર ફરતા લોકોને ઘરે પરત મોકલ્યા હતા અને શાક માર્કેટની આસપાસની દુકાનો બંધ કરાવી હતી.

દાદરના માર્કેટમાં શનિવારે સવારે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
દાદરના માર્કેટમાં શનિવારે સવારે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
BMC મુખ્ય મથક બહાર રસ્તો સૂમસામ જોવા મળી રહ્યો છે.
BMC મુખ્ય મથક બહાર રસ્તો સૂમસામ જોવા મળી રહ્યો છે.
લોકડાઉન અને દારૂની દુકાનો બંધ હોવા છતાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં વાઇન શોપ બહાર લોકોની ભીડ જોવા મળી.
લોકડાઉન અને દારૂની દુકાનો બંધ હોવા છતાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં વાઇન શોપ બહાર લોકોની ભીડ જોવા મળી.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,200 નવા કેસ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ પહેલેથી જ કોરોનાનું હોટસ્પોટ બની ગયું હતુ. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,200 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 35 લોકોના મોત પણ થયા છે. કુલ કેસ 5,00,898 છે અને રાજયમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 90,333 નોંધવામાં આવી છે.