• Gujarati News
  • National
  • Passengers' Claim Senior Citizens Were Not Even Asked For Water, The Flight Was Going From Delhi To Bengaluru

સ્પાઈસજેટે એરોબ્રિજ પર યાત્રીઓને લોક કર્યા:પેસેન્જર્સનો દાવો- સીનિયર સિટિઝન્સને પાણી પણ ન પુછ્યું, દિલ્હીથી બેંગલુરૂ જઈ રહી હતી ફ્લાઈટ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટના યાત્રીઓને એરબ્રિજ પર લોક કરી દેવામાં આવ્યા હતા. આ દાવો દિલ્હી-બેંગલુરૂ સ્પાઈસજેટની ફ્લાઈટ SG 8133ના એક યાત્રીએ કર્યો છે. તેમનું કહેવું છે કે, એરલાઈને મંગળવારે 10 જાન્યુઆરીએ ફ્લાઈટ ટેક ઓફ થતા પહેલા બધા યાત્રીઓને બોર્ડિંગ ગેટ અને વિમાનની વચ્ચેના રસ્તા પર બંધ કરી દીધા હતા.

ટ્રાવેલ વ્લોગર સોમિલ અગ્રવાલે આનો એક વીડિયો શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે- સ્પાઈજેટ હું સમજુ છું કે, ક્યારેક ક્યારેક ટેકઓફમાં મોડું થઈ જાય છે. પરંતુ યાત્રિઓને બોર્ડિંગ ગેટ પાર કરાવો, પોતાના યાત્રીઓને આગળ ન જવા દેવા અને તેમને અધવચ્ચે બંધ કરી દેવું યોગ્ય નથી.

યાત્રીઓએ બોર્ડિંગ ગેટ ખોલવાનું કહ્યું, જેથી તે વેઇટિંગ એરિયામાં પરત જઈ આરામ કરી શકે તો અધિકારીઓએ તેનો ઈન્કાર કરી દીધો અને ગાયબ થઈ ગયા. જ્યારે સીનિયર સિટિઝન્સે પાણી માગ્યું કેમકે તે એક કલાક કરતા વધું સમયથી બંધ હતા, તો અધિકારીઓએ તેમને પાણી ન આપ્યું અને કહ્યું ગેટ ખુલતા જ ફ્લાઈટમાં પાણી માગી લેજો. જ્યારે લોકોએ તેમને પુછ્યું કે, આમાં કેટલો સમય લાગશે તો તેમની પાસે કોઈ જવાબ જ નહોતો. કોણ પોતાના ગ્રાહકો સાથે આવો વ્યવહાર કરે છે?

સ્પાઈસજેટે કરી સ્પષ્ટતા
​​​​​​​સ્પાઈસજેટના એક પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ખરાબ વાતાવરણના કારણે ટેકઓફમાં મોડું થયું, જેથી ક્રુની ડ્યુટીની સમય મર્યાદા વધુ થઈ ગઈ હતી. ત્યારબાદ યાત્રીઓને વિનંતી કરી કે તેઓ એરોબ્રિજ ઉપર રાહ જોવે, કેમકે સુરક્ષા તપાસ પહેલા જ થઈ ચૂકી હતી.

તેમણે જણાવ્યું કે, એરલાઈન તરફથી તે યાત્રીઓને પાણી આપવામાં આવ્યું હતું, જે એરક્રાફ્ટના દરવાજે અને એરોબ્રિજની પાસે નીચલા માળે હતા. વીડિયોને બોર્ડિંગ ગેટની બહાર શુટ કરવામાં આવ્યો છે, જેની પહોંચ મર્યાદિત હતી. તમામ યાત્રીઓને સર્વિસ રિકવરી વાઉચર આપવામાં આવ્યા હતા. એરલાઈને કહ્યું કે, બોઈન્ગ વિમાન માટે દિલ્હી એરપોર્ટ પર ટર્નઅરાઉન્ડ સમય 40-45 મિનિટ છે અને વિશેષ ફ્લાઈટ માટે, આ સામાન્ય ટર્નઅરાઉન્ડ સમયથી લગભગ 20 મિનિટ વધારે હતો.

અન્ય સમાચારો પણ છે...