• Gujarati News
  • National
  • Passenger Aircraft To Fly At Full Capacity From October 18, Approved By Central Government

રાહતની ઊડાન:18 ઓક્ટોબરથી 100% કેપેસિટી સાથે ઊડાન ભરશે તમામ ફ્લાઈટ, એરલાઈન્સ કંપનીઓએ કોરોના ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

નવી દિલ્હી9 દિવસ પહેલા

દેશમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસને અનુલક્ષીને પેસેન્જર વિમાનોને પુરી ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100% કેપિસિટીની સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી છે.

હવે ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રતિબંધ વગર ઓપરેટ કરી શકાશે
સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ મંગળવારે જણાવ્યું કે દેશમાં હવે ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રતિબંધ વગર ઓપરેટ કરી શકાશે. પેસેન્જરની માંગણીને અનુલક્ષીને આમ કરવામાં આવ્યું છે. નવો આદેશ સોમવારે 18 ઓક્ટોબરથી લાગુ થશે. જોકે સરકાર તમામ વિમાન કંપનીઓને કોરોના ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

સપ્ટેમ્બરમાં સરકારે ઘરેલુ ઉડાનની યાત્રા ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી હતી. આ પહેલા મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને જુલાઈમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કેપિસિટીને 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી.

શેડ્યૂલ્ડ આતંરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવાયો હતો
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે 23 માર્ચ 2020થી શેડ્યૂલ્ડ આતંરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે મે 2020થી વંદે ભારત મિશન અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે. આ સિવાય સિલેક્ટેડ દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત જુલાઈ 2020થી ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...