શહીદ જવાનનાં પત્નીમાં પણ રાષ્ટ્રપ્રેમનો જુસ્સો:પતિ કાશ્મીરમાં શહીદ થયા, ત્યારે પત્ની જ્યોતિએ પણ આર્મી ઓફિસર બનવાનું નક્કી કર્યું હતું, 178 કેડેટ્સ ઓફિસર ટ્રેનિંગમાં થયાં પાસ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિને બે બાળકો છે. દીકરી લાવણ્યા ધોરણ-4માં અભ્યાસ કરે છે. જ્યારે દીકરો રેયાંશ ધોરણ-1માં અભ્યાસ કરે છે

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીની ગોળીથી શહીદ થયેલા દીપક નૈનવાલની પત્ની જ્યોતિ શનિવારે આર્મીના અધિકારી બની ગયા. પાસિંગ આઉટ પરેડ (POP)માં તેમના બે બાળકો પણ તેમની સાથે રહ્યા.

પાસિંગ આઉટ પરેડમાં શનિવારે 178 કેડેટ્સ ટ્રેનિંગ એકેડમીમાંથી પાસ થયેલા. આ પૈકી 124 પુરુષ, 29 મહિલા અને 25 વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે
પાસિંગ આઉટ પરેડમાં શનિવારે 178 કેડેટ્સ ટ્રેનિંગ એકેડમીમાંથી પાસ થયેલા. આ પૈકી 124 પુરુષ, 29 મહિલા અને 25 વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે

જ્યોતિએ ચેન્નાઈની ઓફિસર્સ ટ્રેઈનિંગ એકેડમીમાં થયેલી POP બાદ કહ્યું કે તે પતિની રેજીમેન્ટનો આભાર વ્યક્ત કરવા ઈચ્છે છે. રેજીમેન્ટે તેમની સાથે દીકરી જેવો વ્યવહાર કર્યો અને દરેક પગલે તેમનો સાથ આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ એવી રીતે જીવન વિતાવશે કે જે તેમના બાળકો માટે ઉપહાર સમાન હશે. શનિવારે 178 કેડેટ્સ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાંથી પાસ થયા. આ પૈકી 124 પુરુષ, 29 મહિલા અને 7 અફઘાની સહિત 25 વિદેશી સૈનિકોનો સમાવેશ થાય છે.

સૌથી પહેલાં દીપકની શહીદીને જાણો....
દેહરાદૂનના હર્રાવાલાના રહેવાસી નાયક દીપક નૈનવાલ 10 એપ્રિલ 2018ના રોજ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઈજાગ્રસ્ત થયા હતા. 3 ગોળી વાગી હતી. એક મહિના સુધી જીવન અને મરણ જંગ લડ્યા બાદ 20 મે,2018ના રોજ શહીદ થઈ ગયા હતા. તેમના પત્ની જ્યોતિએ પણ દીપકની જેમ દેશ સેવા માટે નિર્ણય કર્યો.

માતા આર્મી ઓફિસર બની તે બદલ બાળકોને ગર્વ
જ્યોતિને બે બાળકો છે. દીકરી લાવણ્યા ધોરણ-4માં અભ્યાસ કરે છે. જ્યારે દીકરો રેયાંશ ધોરણ-1માં અભ્યાસ કરે છે. બન્ને બાળકોને તેમની માતા આર્મી ઓફિસર બન્યા તે બદલ ગર્વ છે. તેઓ પણ પિતાની માફક આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવા ઈચ્છે છે.

પ્રથમ તસવીરમાં આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા નાયક દીપક નૈનવાલ અને બીજી તસવીરમાં આર્મી ઓફિસર બનેલા તેમના પત્ની જ્યોતિ નૈનવાલ
પ્રથમ તસવીરમાં આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા નાયક દીપક નૈનવાલ અને બીજી તસવીરમાં આર્મી ઓફિસર બનેલા તેમના પત્ની જ્યોતિ નૈનવાલ

પિતા ભારત-પાકિસ્તાન યુદ્ધ લડેલા
દીપકના પિતા ચક્રધર નૈનવાલ પણ સેનામાંથી નિવૃત થયા છે. તેમણે વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, કારગિલ યુદ્ધ અને અન્ય ઓપરેશનમાં સામેલ થયેલા. દીપકના દાદા સુરેશાનંદ નૈનવાલ પણ સ્વતંત્રતા સેનાની હતા.