તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pashupati Paras Buying Kurtas In Preparation For The Swearing in; On The Question Of The Post Of Minister, He Said, "Let Raj Be Raj."

મોદી કેબિનેટ વિસ્તરણ પહેલાં અટકળ:શપથ ગ્રહણની તૈયારીમાં કુર્તા ખરીદી રહ્યા છે પશુપતિ પારસ; મંત્રીપદના સવાલ મુદ્દે કહ્યું- રાજને રાજ રહેવા દો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • પારસને વિશ્વાસ છે કે તેમને મોદી મંત્રીમંડળમાં જરૂરથી સ્થાન મળશે

મોદી કેબિનેટનું ટૂંક સમયમાં જ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એ પહેલાં નવા મંત્રીઓ અંગેની અટકળો વેગવંતી બની છે. એમાંનું એક નામ પશુપતિ પારસનું પણ છે. બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (LJP) બે જૂથમાં વહેંચાઈ ચૂકી છે. એક પશુપતિ કુમાર પારસનું જૂથ છે, તો બીજું ચિરાગ પાસવાનનું.

આ દરમિયાન મંત્રીમંડળના વિસ્તારની શક્યતાઓ વચ્ચે પારસ પટનામાં કુર્તાની ખરીદી કરતાં જોવા મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણની તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે તેમને પૂરો વિશ્વાસ છે કે તેમને મોદી મંત્રીમંડળમાં જરૂરથી સ્થાન મળશે.

NDTVના રિપોર્ટ મુજબ, જ્યારે તેમને એ બાબતે સવાલ પૂછવામાં આવ્યો કે શું આપ શપથ લેવાના છો? શું તમને કેબિનેટમાં સામેલ કરવા બાબતે ફોન આવ્યો હતો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું- રાજને રાજ જ રહેવા દો.

કેમ ચાલી રહી છે અટકળો

  • ગયા મહિને ચિરાગ પાસવાનને પાર્ટીના અધ્યક્ષપદેથી દૂર કર્યા બાદ પારસે કહ્યું હતું કે તેઓ કેન્દ્રીય કેબિનેટનો ભાગ બનવા જઈ રહ્યા છે.
  • તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હું કેન્દ્રીય મંત્રીપદના શપથ લઇશ ત્યારે હું સંસદીય દળના એના પદેથી રાજીનામું આપી દઈશ.
  • રામ વિલાસ પાસવાનનું ગયા વર્ષે ઓક્ટોબરમાં નિધન થઈ ગયું હતું. તેઓ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. સૂત્રોની માનીએ તો પારસને તેમના સ્થાને કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
  • ચિરાગ પાસવાનના બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે સારા સંબંધ નથી. નીતીશની જેડીયુ મોદી સરકારનો મહત્ત્વનો ભાગ છે. એવામાં ચિરાગના બદલે પારસને તક આપવામાં આવી શકે છે.

પોતાને પાસવાનનો નાનો ભાઈ લક્ષ્મણ કહ્યું હતું
આ પહેલાં 5 જુલાઇએ LJPના સંસ્થાપક રામ વિલાસ પાસવાનની પ્રથમ જયંતી પર પારસે કહ્યું હતું કે પાસવાન સમગ્ર દેશના નેતા હતા. તેઓ અમીર-ગરીબ અને દરેક જાતિના લોકોની ચિંતા કરતા હતા. તેઓ સમયથી પહેલાં જ આપણને છોડીને ચાલ્યા ગયા. હું તેમનો નાનો ભાઈ લક્ષ્મણ છું. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.