• Gujarati News
  • National
  • Party To Hold Mega Event On Completion Of 100 Crore Vaccine Doses, Doctors nurses To Be Honored

ચૂંટણીવાળા રાજ્યો માટે ભાજપનો માસ્ટર પ્લાન:100 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ થવા પર પાર્ટી કરશે મેગા ઇવેન્ટ, ડોકટરો-નર્સનું કરવામાં આવશે સન્માન

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહે વેક્સિનેશનનો આંક 100 કરોડને પાર થઈ જશે

દેશમાં 96.75 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આશા છે કે આગામી સપ્તાહે 100 કરોડ વેક્સિનેશનનો આંક પાર થઈ જશે. કેન્દ્ર સરકારે મહામારી સામે પોતાની આ મોટી ઉપલબ્ધી તરીકે બતાવવા માટેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

NDTV મુજબ, પોતાના મેગા આઉટરીચ પ્લાન અંતર્ગત ભાજપે પોતાના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને રાષ્ટ્રીય અને રાજ્યના પદાધિકારીઓને જણાવ્યુ છે કે તેઓ વેક્સિનેશન ઇવેન્ટમાં સામેલ થાય. ભાજપે આ આઉટરીચ કાર્યક્ર્મને ખાસ રીતે તે રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે જ્યાં આગામી વર્ષે ચૂંટણી યોજવાની છે. આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, ગુજરાત અને પંજાબ સામેલ છે.

દશેરા બાદ વેક્સિનેશન ઝડપી બનાવવાની યોજના
સૂત્રો મુજબ, 100 કરોડ વેક્સિનના ડોઝનો આંક સોમવાર કે મંગળવારે પાર થવાની આશા છે. નવરાત્રિ અને દુર્ગાપૂજાના કારણે વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી પડી છે. હવે સરકાર દશેરા બાદ ફરીથી વેક્સિનેશનને ઝડપી બનાવવાની યોજના બનાવી રહી છે, જેથી 100 કરોડના આંકડાને જલ્દી સ્પર્શી શકાય.

ડોકટરો અને હેલ્થકેર વર્કર્સનું સન્માન કરશે ભાજપના નેતા
આઉટરીચ કાર્યક્ર્મ હેઠળ ભાજપના નેતાઓ, મંત્રી અને સાંસદ વેક્સિનેશન સેન્ટર પર જશે અને ત્યાં ડોકટરો અને હેલ્થકેર કર્મચારીઓનું સન્માન કરશે. 100 કરોડ વેક્સિનના ડોઝ લગાવવાની સિદ્ધિને કોરોના સામે કેન્દ્ર સરકારની સિદ્ધિ તરીકે બતાવવામાં આવશે.

પાર્ટી આ અવસરને કેન્દ્ર સરકારની અન્ય જન કલ્યાણકારી યોજનાઓ બાબતે પણ લોકોને જાણકારી આપવા માટે ઉપયોગ કરાશે. પાર્ટી નેતાઓને ભલામણ કરાઇ છે કે તેઓ આ આયોજનના ફોટો અને વિડીયો શેર કરે અને મીડિયા કવરેજની માહિતી પણ જણાવે.

2 ઓકટોબર સુધીમાં 90 કરોડ ડોઝ લગાવાયા
2 ઓકટોબરના રોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં કોરોના વેક્સિનના 90 કરોડ ડોઝ આપવામાં આવેલ હોવાની જાણકારી જણાવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે શાસ્ત્રીજી એ જય જવાન-જય કિસાનનો નારો આપ્યો હતો, અટલજીએ તેના જય વિજ્ઞાન જોડ્યુ હતું અને હવે વડાપ્રધાન મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. કોરોના વેક્સિન પણ આ જ અનુસંધાનનું પરિણામ છે.

અન્ય સમાચારો પણ છે...