ભાસ્કર ઓપિનિયનરાજકીય અને ભાષાકીય નૈતિકતા દાવ પર:બંગાળમાંથી નોટનાં બંડલ અને લોકસભામાં નિવેદનોનું વાવાઝોડું

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક તરફ, પશ્ચિમ બંગાળમાંથી મોટા પ્રમાણમાં નોટો મળી રહી છે તો બીજી તરફ લોકસભામાં કોંગ્રેસ-ભાજપના ઝઘડા ચાલી રહ્યા છે. બંને તરફ ક્રમશઃ રાજકીય નૈતિકતા અને ભાષાકીય નૈતિકતા દાવ પર છે. જ્યાં સુધી પશ્ચિમ બંગાળનો સવાલ છે, ત્યાં મમતા બેનર્જીની સરકારના એક મોટા મંત્રી રહેલા પાર્થ ચેટર્જીનો ભષ્ટ્રાચાર પ્રથમ વખત સાર્વજનિક થઈ રહ્યો છે.

મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જ્યારે પ્રથમ વખત રાજ્યમાં સત્તામાં આવી તો કહેવામાં આવ્યું કે બંગાળમાં વર્ષો સુધી સત્તામાં રહેલી કોંગ્રેસની ફોર્મ્યુલા યોગ્ય નહોતી. આ સિવાય ડાબેરીઓએ પણ અહીંના લોકોનું ભલું થાય એવું વિચાર્યું નહોતું. તૃણમૂલ જ બંગાળ અને બાંગ્લા ભાષીઓના મર્મને સારી રીતે ઓળખે છે. આ વાતને બધાએ માની પણ લીધી હતી.

સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બની છે તો મમતા પર કોણ અવિશ્વાસ કરે. કોઈને ખ્યાલ નહોતો કે બંગાળના લોકોના વિશ્વાસનો બદલો આ રીતે ફ્લેટમાં નોટોનાં બંડલને છુપાવીને આપવામાં આવશે.

પ્રથમ દિવસે 26 કલાકની રેડમાં 21 કરોડ કેશ અને બીજા દિવસે 18 કલાકની રેડમાં લગભગ 28 કરોડની કેશ EDએ જપ્ત કરી હતી.
પ્રથમ દિવસે 26 કલાકની રેડમાં 21 કરોડ કેશ અને બીજા દિવસે 18 કલાકની રેડમાં લગભગ 28 કરોડની કેશ EDએ જપ્ત કરી હતી.

પાર્થ ચેટર્જી તૃણમૂલના મહાસચિવ પણ છે અને સરકારમાં ભારે ભરખમમંત્રી પણ છે. જોકે ધરપકડના સપ્તાહ પછી ગુરુવારે પાર્થને મંત્રીપદેથી હટાવવામાં આવ્યો છે. જોકે શિક્ષકકૌભાંડના જે પૈસા તેમના ખાસ એવી અર્પિતાને ત્યાંથી મળ્યા છે, એનો હિસાબ કોણ આપશે?

અલગ-અલગ ફ્લેટની વિવિધ છાજલીઓમાં મૂકવામાં આવેલા પચાસ કરોડથી વધુ રૂપિયાની પાછળ કેટલાં આંસુ છુપાયાં છે? કેટલા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હશે? કેટલાય લોકોની આખી જિંદગીની કમાણી અહીં ક્યારનીય કેદ થઈને પડી છે, એનો જવાબ કોણ આપશે?

જે અર્પિતાના ઘરમાંથી આ રૂપિયા મળ્યા છે તેણે તો EDને સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આ તમામ પૈસા પાર્થના જ છે. તેમના જ માણસો અહીં મૂકવા આવતા હતા અને વારંવાર પાર્થ જ એને ચેક કરવા અવર-જવર કરતા હતા. અર્પિતા કેટલી સાચી છે એનો તો તેને જ ખ્યાલ હશે, જોકે શું મમતા બેનર્જી પણ મંત્રીને પદ પરથી હટાવીને આ સમગ્ર મામલામાં પોતે જવાબદાર નથી, એમ કહી શકે ખરી?

જ્યારે આ પૈસા લોકો પાસેથી લઈને ફ્લેટમાં મૂકવામાં આવતા હતા ત્યારે મુખ્યમંત્રી પોતે, તેમની સરકાર અને સમગ્ર તંત્ર શું કરી રહ્યાં હતાં? શું સરકારોને નાક, કાન નહોતા? તે ત્યારે શું કરી રહી હતી.?

અર્પિતા મુખર્જીએ સરકારી નોકરી અને પતિને છોડીને મોડલિંગ કર્યું અને પાર્થની ખાસ વ્યક્તિ બની.
અર્પિતા મુખર્જીએ સરકારી નોકરી અને પતિને છોડીને મોડલિંગ કર્યું અને પાર્થની ખાસ વ્યક્તિ બની.

બીજાં રાજ્યોમાં ભષ્ટ્ર અધિકારીઓની ધરપકડના સમાચાર તમે સાંભળ્યા હશે, જોકે બંગાળમાંથી આવા કોઈ સમાચાર આવ્યા નથી. શું આ બધા અધિકારી, કર્મચારી અત્યારસુધી ઈમાનદારીથી કામ કરી કરતા હતા. જો હા, તો આ નોટ ક્યાંથી આવી?

રાજ્યો અને ત્યાંના લોકોની ભવનાઓને ક્ષેત્રીય દળ વધુ નજીકતાથી સમજે છે, આ કારણે ત્યાંના લોકો તેને વોટ આપે છે, જોકે કેટલાક ક્ષેત્રીય પક્ષોએ તો પોતાની આ ખૂબી કે તાકાતને વધુ સારી રીતે લોકોને પરેશાન કરવામાં લગાવી દીધી છે. આટલા મોટા કૌભાંડમાં મમતા સરકાર તેમને આ અંગે કંઈ ખ્યાલ ન હોવાનું ન કહી શકે. જવાબ તો આપવો જ પડશે.

બીજી તરફ, લોકસભામાં એક ગંભીર વિવાદ સર્જાયો છે. નેતાઓ ભાષકીય નૈતિકતા ભૂલી જાય ત્યારે આ પ્રકારના વિવાદ થાય છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્ર પત્ની કહ્યાં. તેમણે આ અંગે કહ્યું હતું કે ભૂલથી કહેવાઈ ગયું છે. બંગાળી છું. હિન્દી બોલવામાં તકલીફ પડે છે, આ કારણે ભૂલ થઈ ગઈ.

જો આ જ વાત હોત તો પતિની જગ્યાએ પત્નીને બોલવામાં વધુ તકલીફ પડી હોત. તો પછી તેમણે આવો પ્રયત્ન જ શા માટે કર્યો? કંઈક તો બબાલ કરવા માગતા હશે? જોકે પછીથી ચૌધરીએ ભૂલનો સ્વીકાર કર્યો. જોકે ભાજપે તો ત્યાં સુધીમાં મોટો હોબાળો કર્યો.

સ્મૃતિ ઈરાનીએ એમાં કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને ઘેરી લીધાં. સ્મૃતિએ કહ્યું- સોનિયાજી માફી માગે. સોનિયા ગાંધીએ પણ આવેશમાં આવીને સ્મૃતિને કહ્યું કે તમે મારી સાથે વાત જ ન કરો. પછીથી હોબાળો થયો. આખો દિવસ ગૃહની કાર્યવાહી જ ન ચાલી શકી.

વિવાદ કદાચ માફી માગી લેવામાં આવી હોત તો ત્યાં જ સમાપ્ત થઈ ગયો હોત, પરંતુ લોકસભા ઠપ છે. હાલ તો એવું લાગી રહ્યું છે કે આ લોકસભા અને રાજ્યસભા સ્થગિત થવા માટે જ છે.

અન્ય સમાચારો પણ છે...