ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની વધુ એક ઘટના બની છે. આ ભૂસ્ખલનનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ઋષિકેશ-શ્રીનગર હાઈવે પર બની છે. તોતા ઘાટી પાસે પહાડનો એક ભાગ અચાનક તૂટી પડે છે. આ ભાગ તૂટીને સીધો રોડ પર આવે છે અને ત્યાંથી ખીણમાં પડે છે. આ દૃશ્યો જોઈને રોડ પર હાજર લોકો ભાગવા માંડે છે. ભૂસ્ખલનને કારણે ઋષિકેશ-શ્રીનગર હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. સદનસીબે વાહનચાલકો થંભી ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.