તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Large Part Of The Mountain Collapsed In Champawat, The National Highway Was Closed Due To A Landslide, Traffic Was Diverted For Two Days

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનો વીડિયો:ચંપાવતમાં પહાડનો એક મોટો ભાગ તૂટી પડ્યો, ભેખડ પડવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, બે દિવસ માટે ટ્રાફિક ડાઇવર્ટ કરાયો

દેહરાદૂનએક મહિનો પહેલા
  • ગત શુક્રવારે ઉત્તરાખંડમાં 14 મુસાફરને લઈ નૈનીતાલ જતી એક બસનો ચમત્કારિક બચાવ થયો હતો

ઉત્તરાખંડના ચંપાવતમાં સ્વાલા નજીક સોમવારે ભૂસ્ખલન બાદ ટનકપુર-ચંપાવત રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો. ચંપાવતના DM વિનીત તોમરે જણાવ્યું હતું કે માર્ગ પર આવી પડેલી ભેખડને સાફ કરવામાં ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગશે. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ટ્રાફિકને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરે.

પહાડનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળ્યું છે કે પહાડનો એક ભાગ ધીમે ધીમે તૂટવા લાગે છે અને એને લીધે હાઇવે સંપૂર્ણપણે દટાઈ જાય છે. આ ઘટના બની ત્યારે ત્યા કેટલાંક વાહનો અને લોકો ઉપસ્થિત હતાં. પહાડનો ભાગ તૂટવા લાગ્યો ત્યારે લોકો ત્યાંથી પીછેહઠ કરવા લાગ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકો પૈકી કેટલાકે ત્યાંની સ્થિતિનો વીડિયો બનાવ્યો હતો.

શુક્રવારે બસનો ચમત્કારિક બચાવ થયેલો
ઉત્તરાખંડમાં શુક્રવારે 14 મુસાફરોને લઈ નૈનીતાલ જઈ રહેલી એક બસનો ભૂસ્ખલનની ઝપટમાંથી ચમત્કારિક બચાવ થયો હતો. નૈનીતાલ-જ્યોલીકોટ-કર્ણપ્રયાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વીરભટ્ટી પુલથી નજીક બલિયાનાલાના પહાડનો એક મોટો ભાગ તૂટીને હાઈવે પર આવી ગયો હતો. ડ્રાઈવરે યોગ્ય સમયે જ બ્રેક લગાવી બસને અટકાવી દીધી હતી.

હિમાચલ પ્રદેશમાં પણ બની રહી છે આ પ્રકારની ઘટના
આ અગાઉ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં 11 ઓગસ્ટના રોજ લેન્ડસ્લાઈડને લીધે 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. શિમલા-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 પર જ્યૂરી રોડના નિગોસારી અને ચૌરા વચ્ચે પહાડનો એક ભાગ તૂટી પડ્યો હતો. તેનો કેટલોક ભાગ એક બસ અને કેટલીક ગાડીઓ પર પડ્યો હતો. હિમાચલના જ સોલન જિલ્લાના નાલાગઢની બરોટીવાલામાં એક બસ ઉપર પહાડનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.